Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 258
________________ ષષ્ટ પ્રસ્તાવઃ સુલસે જિનશેખરને કરાવેલી અંતિમ આરાધના અને તેણે મેળવેલ મણિ. [૧૮૩] બેલ્યો કે-“તે તુંબડા માંચીની નીચે બાંધ્યા છે.” તે તાપસે વારંવાર તે તુંબડા માગ્યા છતાં પણ સુલસે તેને આખ્યા નહીં અને કૂવામાં નાંખ્યા. ત્યારે તે ત્રિદંડી તેને કૂવામાં મૂકીને જતો રહ્યો. સુલસ પણ મેખલા ઉપર પડ્યો, પણ રસની અંદર પડ્યો નહીં. પછી ફરીથી મોટે સ્વરે નવકાર મંત્ર ઉચ્ચાર કરતો તે દુઃખી પોતાના આત્માને પોતાના આત્માવડે જ બાધ આપવા લાગ્યું, કે-“હે જીવ! જે તે પરિગ્રહથી નિવૃત્તિ કરી હત, તને આવું દુ:ખ કોઈપણ રીતે થાય નહીં. હજી પણ તું પોતાની સાક્ષીએ , ૨ શ્રમણ્ય ( ચારિત્ર) ગ્રહણ કરીને અનશન ગ્રહણ કર, કે જેથી તત્કાળ ભવસમુદ્રને તું તારી જઈશ.” આ પ્રમાણે બોલીને તે પ્રમાણે કરવા ઉદ્યમી થયેલા તેને આ પ્રમાણે બેલતા તે જિનશેખરે નિવાર્યો, કે “ જ્યારે ત્યારે પણ કોઈ પણ માર્ગ વડે અહીં રસ પીવા માટે ગોધા (ઘ) આવે છે. પછી તે પાછી વળે ત્યારે તું પણ તેના પુરછને અત્યંત પકડીને આ કૂવામાંથી નીકળજે, પરંતુ હું હમણાં મરી જઈશ, તેથી તું મને આરાધના કરાવ.” તેના અંતસમયને જાણીને જિનશાસનના તત્વને જાણનાર તે શ્રેષ્ઠ શ્રાવક સુલસે તેને શ્રેષ્ઠ આરાધના કરાવી. “કમરૂપી બીજ બળી જવાથી પૃથ્વીને વિષે જે ઊગતા નથી, તે સંસારના પારગામી અરિહંતનું તું સમરણ કર. અથવા જેઓ વંદનાદિક પ્રાતિહાર્યોને લાયક છે, તે સિદ્ધિપુરીના સાર્થવાહ અહ તેનું તું હમણાં સ્મરણ કર. અપરિમિત તેજવાળા જેઓ આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણે છે, તે અરિહંત ભગવાનેને તારે હમણું સ્મરણ કરવા. આ પ્રમાણે તેઓને કરેલ નમસ્કાર સર્વ પ્રાણીઓને સર્વ કાળે પણ સુખ આપનાર થાય છે, તથા તે પહેલું મંગળ છે. જેઓ સમગ્ર કર્મોને ખપાવીને મોક્ષપદને પામ્યા છે, તે ત્રણ લોકના મસ્તક ઉપર રહેલા નિરંજન સિદ્ધોને તું મરણ કર. અહીં જે પરમેષ્ટિના બીજા સ્થાને રહેલા છે, તેઓને કરેલા નમસ્કાર બીજું મંગળ છે. જેઓ પિતે પ્રયત્નથી પાંચ પ્રકારના આચારને આચરે છે, અને બીજાને કહે છે, તે આચાર્યો સ્મરણ કરવા લાયક છે. છત્રીશ ગુણવડે યુક્ત અને શુભ લક્ષણવડે શોભતા તે મહાત્માઓ લેકમાં ત્રીજું મંગળ છે. જેઓ નિર્જરાને માટે સદા ઉદ્યમી થઈને સારા શિષ્યોને અંગ અને અનંગમાં રહેલા સૂત્રને ભણાવે છે, તે ઉપાધ્યાયનું હમણું તું સ્મરણ કર. સારા ચિત્તવ ઉપાધ્યાયને કરેલા નમસ્કાર સમગ્ર જીવલોકને વિષે ચોથું મંગળ છે. જેઓ મોક્ષને સાધનારા સર્વ ભેગોને સાધે છે, તે મન, વચન અને કાયાવડે ગુમ સાધુઓને હે ભદ્ર! તું નમસ્કાર કર. જેઓ અઢાર હજાર શીલાને ધારણ કરે છે, તે સાધુઓ આ લેકમાં અવશ્ય પાંચમું મંગળ છે. સર્વ મંગળોમાં ઉત્તમ આ પાંચ મંગળનું તું હમણું સ્મરણ કર, કે જેથી તું આ ભવસાગરને લીલાવડે તરી જાય. અર્ધન સિદ્ધ, સાધુ અને સર્વ જીવની દયાવાળે સર્વ કહેલો ધર્મ એ ચાર મંગળ કહેલા છે. સર્વ કેને મધ્યે આ લકત્તર માન્યા છે, અને આ જ ભવ્ય જીવનું શરણુ અવશ્ય છે. ૧. ઉપાંગમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304