________________
૨૦ : ષડ્રદર્શન સુબેધિકા
(૧) ઈતિહાસ જેને પ્રથમાનુગ પણ કહે છે. તેમાં રવિ સેનનું પદ્મપુરાણ, જિનસેનનું હરિવંશપુરાણ અને આદિપુરાણ, ગુણભદ્રનું ઉત્તરપુરાણ વગેરેને સમાવેશ થાય છે
(૨) વિશ્વ વ્યાખ્યાન જેને કરણાનુગ પણ કહે છે. જેમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલા મુખ્ય છે.
(૩) તત્ત્વજ્ઞાન જેને દ્રવ્યાનુગ પણ કહે છે. જેમાં કુંદકુંદાચાર્યના પ્રવચનસાર, સમયસાર, નિયમસાર અને પંચાસ્તિ કાય. ઉમાસ્વામીનું તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને તેના ઉપર આ. સમન્તભદ્ર, પૂજ્યપાદ અકલંક, વિદ્યાનંદ આદિએ લખેલ ટીકાઓ, સમન્તભદ્રની આપ્તમિમાંસા અને તેના ઉપર લખાયેલ ટકાઓ મુખ્ય છે.
(૪) નીતિ અને ક્રિયાકાંડ જેને ચરણાનુગ પણ કહે છે. જેમાં વકરને મૂલાચાર અને ત્રિપર્ણાચાર, સમતભદ્રને રત્નકરંડ શ્રાવકાચાર વગેરેને સમાવેશ થાય છે.
આ બધા ગ્રંથ ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલ છે. તેથી એમ માનવું પડે છે કે આ ગ્રંથે અર્વાચીન સમયના છે, બહ પ્રાચીન નથી.
ભગવાન મહાવીરદેવના સિદ્ધાંતોને સમજાવવા, તેને ટીકાઓ દ્વારા પણ કરવા, પૂ. શ્રમણ સંધ તથા શ્રાવકવર્ગને તેમની જીવનચર્યાના નિયમનું સ્મરણ કરાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા જાળવવા ઈત્યાદિ અનેક કારણે અનેક મુનિ ભગવતેએ અથાગ પરિશ્રમ લઈ અનેક ગ્રંથની રચના કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org