________________
૧૩૮ : પડ્રદર્શન સુધિકા સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આસનનું લક્ષણ બતાવતા પતંજલિએ કહ્યું છે કે, થિરકુવમાન અર્થાત્ જે સ્થિર અને સુખદાયી હોય, તે આસન છે. જેનું આસન સ્થિર થાય છે, તે વંદ્વોથી મુક્ત બને છે. પ્રાણાયામ એટલે વાવાસની સ્વાભાવિક ગતિને નિરધ. પ્રાણાયામ સ્થિર થવાથી ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થિર હોવાથી વિષયની સાથે ચિત્તનો સંબંધ તૂટી જાય છે. તે સમયે ઈન્દ્રિય પણ વિષયોથી વિમુક્ત થઈને નિરવલંબ ચિત્તનું અનુસરણ કરવા લાગે છે. આ અવસ્થાને પ્રત્યાહાર કહે છે.
યોગના આઠ અંગોમાં યમાદિ પાંચ બહિરંગ સાધન છે, તથા ધારણું, ધ્યાન અને સમાધિ અંતરંગ સાધન છે. આ બધાનું બીજ યમ અને નિયમ જ છે. ગરૂપવૃક્ષને તૈયાર કરવા માટે ચિત્ત રૂપ ખેતરમાં યમ-નિયમ રૂપ બીજને વાવવું જોઈએ, કારણ કે તે બીજથી આસન, પ્રાણાયામ આદિ અંકુર ઉગે છે. પછી શ્રદ્ધાપૂર્વક અભ્યાસરૂપ પાણીથી સિંચન કરવાથી એ અંકુર એક દિવસ પ્રત્યાહાર રૂપ પુષ્પ અને ધ્યાન ધારણું રૂપ ફલથી પરિપૂર્ણ થઈને વિશાળ વૃક્ષના રૂપમાં તૈયાર થઈ જાય છે.
વિષયાકાર ચિત્તવૃત્તિને પ્રત્યાહાર દ્વારા ખેંચીને મૂલાધાર હપુંડરીકમાં સ્થાપવી તેનું નામ ધારણા છે. જ્યારે ધારણા અભ્યાસથી ગાઢ થાય છે. ત્યારે તેને ધ્યાન કહે છે. જ્યારે તે ધ્યાન અભ્યાસથી ધ્યેય માત્રાકાર થઈ જાય છે, ત્યારે સમાધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org