________________
ષડ્રદર્શન સુબાધિકા : ૧૧ એટલી જ હોય છે કે ઈન્દ્રિય સન્નિકર્ષ દ્વારા બુદ્ધિગત તમે ગુણને અભિભવ થવાની સાથે જ સર્વ પ્રાબલ્ય થવાથી બુદ્ધિનો વિષયાકાર પરિણામ “પ્રત્યક્ષ વ્યાપ્તિ જ્ઞાનથી ઉત્પન્ન થયેલું બુદ્ધિનુ (‘તોડ પૂર્વોત્તમ’ પ્રતાદરા) વિષયાકાર પરિણામ “અનુમાન તથા વાક્યથી ઉત્પન્ન થયેલ બુદ્ધિનું વિષયાકાર પરિણામ “આગમ પ્રમાણ કહેવાય છે.
સત્કાર્યવાદ–સત: સન્નાથ અર્થાત્ સત્ કારણથી સત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ કાર્ય કારણુભાવની વ્યવસ્થાપના માટે ચાર પ્રકારની વિપ્રતિપત્તિ આચાર્યોએ બતાવી છે. અર્થાત્ કાર્યરૂપ સંપૂર્ણ જગત અને તેનું મૂળ કારણના, આ બન્નેના સત્ત્વ અને અસત્ત્વના ભેદથી ચાર પક્ષ થાય છે(૧) સાતઃ કાળા અર્થાત અસત પદાર્થોથી અસની ઉત્પત્તિ થાય છે. આ તે શશ વિષાણુની માફક અસંભવ છે. (૨) અસત: સાવરે અર્થાત અસતથી સત ઉત્પન્ન થાય છે. આ મત બૌદ્ધોને છે. (૩) સત્તઃ અજ્ઞાતે અર્થાત્ સત્કારણથી અસત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ મત માયાવાદી વેદાન્તી માને છે. જ્યારે (૪) સત સકનારે અર્થાત સત્કારણથી સત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ મત સાંખ્યને છે, જે સત્કાર્યવાદથી સુપ્રસિદ્ધ છે. સત્કાર્યવાદ એટલે કાર્ય અને કારણની બાબતમાં સાંખ્યને જે વિશિષ્ટ સિદ્ધાંત છે તે સત્કાય. વાદ કહેવાય છે. મુખ્ય પ્રશ્ન એ છે કે અનેક પ્રકારની સામગ્રી તથા પ્રયત્નથી ઉત્પન્ન થયા પહેલાં કાર્ય કારણમાં હાજર રહે છે કે કેમ? અર્થાત્ કુંભકાર દડની મદદથી માટીને ઘટ બનાવે છે ત્યારે શ: ઘટ ઉત્પન્ન થયાં પહેલાં માટીમાં ઘટ હાજર હતા ? આનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org