________________
પદર્શન સુબાધિકા : ૨૨૧ હદય એ મનનું અધિષ્ઠાન છે. જે ઈન્દ્રિય સાથે સંયોગ થાય છે તે ઇન્દ્રિયના વિષયને મન તત્કાળ ગ્રહણ કરી લે છે. મનના વિષ ચિત્ય, વિચાર્ય, ઉદ્ય, ધ્યેય અને સંકલય -આ પાંચ મનના વિષયે છે તેમ આયુર્વેદમાં કહેલ છે.
ગુણ–ગુણ દ્રવ્યાશ્રયી હોય છે, તે નિરાધાર રહી શકતું નથી. ગુણ અગુણવાન હોય છે એટલે કે ગુણને ગુણ હોતે નથી. ગુણ સંગ કે વિભાગ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. સારાંશ એ છે કે ગુણ-દ્રવ્યાશ્ચિતત્વ, નિર્ગુણત્વ અને નિષ્કિયત્વ હોય છે. ગુણના ચાવીસ ભેદે છે–રૂપ, રસ, ગધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુવ, નેહ, ધર્મ, અધર્મ, શબ્દ અને સંસ્કાર.
કર્મ–જે એક જ દ્રવ્યને આશ્રયે રહે, પિતે ગુણથી રહિત હોય અને સંગ-વિભાગનું નિરપેક્ષ કારણ હોય તે કર્મ કહેવાય છે. કર્મ પાંચ પ્રકારનું છે. ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન.
સામાન્ય-સામાન્ય એટલે જાતિ, જે સમાન રૂપથી ઘણી વસ્તુઓમાં રહે. દા. ત. . સંસારમાં ગાય ઘણી છે પરંતુ જોત્વ જાતિ એક જ છે. જાતિ સ્વતઃ એક હોવા છતાં પણ અનેક વ્યક્તિઓમાં સમાવેત રહે છે. અર્થાત્ વ્યક્તિને નાશ થાય છે, પણ જાતિને નાશ થતું નથી. જાતિના બે મુખ્ય લક્ષણે છે. નિત્યત્વ અને અનેક સમતત્વ, સામાન્ય બે પ્રકારનું હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org