Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 237
________________ ૨૨૦ : ષડૂદન સુમેાધિકા આત્માની પ્રતીતિ થાય છે. કારણ કે મારૂ શરીર ખેલાય છે, નહીં કે હું શરીર. જીવિત શરીરમાં જે જે વ્યાપાર થાય છે, જેમકે શ્વાસેાશ્વાસ આદિ ક્રિયા, પાપાંનુ ઊંચ-નીચુ થવું, મનનુ દોડવુ, ઇન્દ્રિ ચેાના વિકાર, સુખ દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન આદૅિના અનુભવ આ બધું આત્માને સિદ્ધ કરનાર છે. આત્માથી શરીરના સંબંધ છૂટી જવાથી આ બધા વ્યાપાર બંધ થઈ જાય છે. આત્મા ભિન્ન ભિન્ન શરીરમાં ભિન્ન ભિન્ન હાવાથી આત્મા અનેક છે. આત્મા નિત્ય દ્રવ્ય છે, તે નિરવયવી અને વ્યાપક છે. મેાક્ષાવસ્થામાં આત્મા સુખ-દુઃખાદિ બધા અનુભવેાથી વિરહિત થઈ જાય છે. મન——સુલાઘુવરુધ્ધિસાધનમિન્દ્રિય મન: અર્થાત સુખ આદિના જ્ઞાનનું કારણ સાધક ઇન્દ્રિય મન છે. મન અંદરની ઇન્દ્રિય હાવાથી અન્તઃકરણ કહેવાય છે. આ રીતે મન એ કાર્યો કરે છે, એક ખાદ્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં સહાયક કારણ થાય છે અને બીજુ આંતરિક પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રધાન કારણ થાય છે. મન સ્પર્શ શૂન્ય અને ક્રિયાધિકરણ છે. મન એક છે, કારણ કે એક સમયે એક જ પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ થઈ શકે છે. મન એક અણુવિશેષના રૂપમાં શરીરમાં વિદ્યમાન રહે છે. તે પારાના કણથી માફ્ક ચ'ચલ અને વિદ્યુતની માફક તીવ્ર છે. મન એટલી બધી આશ્ચર્યજન્મ શીવ્રતાની સાથે એક વિષયથી બીજા વિષય ઉપર ચાલ્યુ' જાય છે કે તે વિષય ક્રમાનુવતી હેાવા છતાં પણ સમકાલીન પ્રતીત થાય છે, મન એકી સાથે એ વિષયાનુ ગ્રહણ કરે છે, તે ભ્રાન્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250