________________
પ્રકરણ ૧૬
જ્ઞાનમીમાંસા
જ્ઞાત તથા સત્યભૂત પદાર્થના જ્ઞાનને પ્રમા કહે છે. આથી '' ભ્રમ તથા સંશય જ્ઞાન પ્રમાના અંતર્ગત આવતું નથી. આ પ્રમાના કારણને પ્રમાણ કહે છે. પ્રમાણા: ૪ ઇમામા ભટ્ટ મતમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અથપત્તિ અને અનુપલબ્ધિ આમ છ પ્રમાણ માનવામાં આવે છે. જ્યારે પ્રભાકરના મતમાં અનુપલબ્ધિને પ્રમાણ માનવામાં આવતું નથી.
પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુની કલ્પના ન્યાય દર્શનાનુસાર માનવામાં આવેલ છે. મીમાંસા દર્શન વાસ્તવવાદી છે. તે જગતને આભાસ માત્ર માનતું નથી. પ્રત્યક્ષ પ્રમાણુના બને ભેદેને તે માને છે. નિર્વિકલપકને આલેચન જ્ઞાન કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org