________________
ષડ્રદર્શન સુબાધિકા : ૧૯૫ પ્રકારના કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે તથા તમોગુણથી કાય કરવાની પ્રવૃત્તિ અટકી જાય છે, અને આ ત્રણેય ગુણેમાંથી એક એક ગુણ બીજા બને ગુણેને દબાવીને પિત પિતાની પ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે. આથી પરસ્પર અભિભવ વૃત્તિવાળા છે અને એમાંથી એક એક ગુણ પિતા પોતાના કાર્ય માટે બીજા બે ગુણોની મદદ લઈ પ્રવૃત્ત થાય છે. આથી પરસ્પરાશ્રય વૃત્તિ છે અને સંસારના બધા કાર્યોનું ત્રિગુણાત્મક હેવાથી પરસ્પર જનક પણ છે, તથા સ્ત્રી પુરૂષની સમાન એકબીજામાં સંગ સ્વભાવવાળ પણ છે, પરંતુ વિશેષતા એટલી છે કે જ્યારે આમાંથી એક ગુણ અધિક બળવાન થાય છે ત્યારે બે ગુણ દુર્બળ થઈ જાય છે.
સત્ત્વગુણ લઘુ તેમજ પ્રકાશક છે, કારણ કે સત્વગુણની અધિક્તાને લીધે શરીરમાં હલકાપણું જવાય છે તેમજ ઈન્દ્રિ યથી પિત પિતાના વિષયનું જ્ઞાન પણ શીઘ્રતાથી થાય છે. રજોગુણ ઉપષ્ટભ્ભક અર્થાત પ્રવર્તક અને ચલ એટલે કે સક્રિય હોય છે, કારણ કે ગુણથી જ કાર્ય કરવામાં પ્રવૃત્તિ થાય છે અને ચલન પણ તેનાથી જ થાય છે. તમે ગુણ ગુરુ તેમજ પ્રતિબંધક હોય છે, કારણ કે તમે ગુણથી જ શરીર તથા ઈન્દ્રિયોમાં ભારેપણું અને વિષયજ્ઞાનનું રૂંધાઈ જવું થાય છે. જો કે આ ત્રણેય ગુણે પરસ્પર વિરોધી હોવાથી મળીને કે એક કાર્યમાં પ્રવૃત્ત થતા નથી, તે પણ જેવી રીતે વાટ, તેલ અને અગ્નિ એ ત્રણેય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ અંધકાર-નાશ દ્વારા રૂપ પ્રકાશરૂપ કાર્યને માટે ત્રણેય અન્ય વિરોધ છેડીને પદાર્થોને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org