________________
ષડૂદન સુમેાધિકા : ૧૫૧
વિત'ડા
પ્રતિપક્ષ સ્થાપનાદીનો વિતઙા અર્થાત્ જ૫ જ જ્યારે પેાતાના પક્ષની સ્થાપનાથી રહિત થઈ જાય છે, ત્યારે તેને વિતંડા કહેવામાં આવે છે. વિતંડામાં પેાતાના પક્ષની સ્થાપના કરવાને બદલે પર પક્ષનુ ખ ́ડન કરવુ' તે જ ધ્યેય અની જાય છે.
હેત્વાભાસ—જો સાધ્યના સાધક ન હોવા છતાં પણ હેતુની જેમ ભાસિત થતા હાય, તે હેત્વાભાસ કહેવાય છે. આને અસદ્ધ્ હેતુ પણ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારના હેાય છે—સભ્ય ભિચાર, વિરુદ્ધ, સપ્રતિપક્ષ, અસિદ્ધ અને બાધિત.
{wid
છલ–વક્તાના અનભિપ્રેત અથના ઉપપાદન દ્વારા જે વચનને વિરાધ કરવામાં આવે છે તેને છલ કહે છે. જેમકે—કેઈએ નવીન કમ્બલના અભિપ્રાયથી કહ્યું કે આ વિદ્યાર્થી પાસે નવ કમ્બલ છે, ત્યારે પ્રતિવાદી આ વાકયમાં નવ એટલે નવ સ ંખ્યા બતાવીને કહે કે- આ ગરીબની પાસે નવ કમ્મલ કાંથી હાઈ શકે. જ્યારે વક્તાના અભિપ્રાય નવ શબ્દથી નવા હતા. છલના ત્રણ પ્રકાર છે. વાકૂલ, સામાન્ય છલ અને ઉપચાર છä.
જાતિ—સાધમ્ય અને વૈધથી સાધ્યની જે અનુપપત્તિ છે, તેનું પ્રદર્શન કરવું તેનું નામ જાતિ. વાદી જો ઉદાહરણસાધથી સાધ્યની ઉપપત્તિ બતાવે છે, તા તે જ સમયે પ્રતિવાદી ઉદ્દાહરણના વૈધસ્યથી સાધ્યની અસિદ્ધિ બતાવે છે. આને જાતિ કહે છે. જાતિ ચાવીસ પ્રકારની હાય છે. (૧) સાધÖસમ (૨) વૈધ સમ (૩) ઉત્કર્ષ સમ (૪) અપક સમ
Jain Educationa International
For Personal and Private Use Only
1
www.jainelibrary.org