________________
૧૩૪ : ષડ્રદર્શન સુબાધિકા પ્રથમ મહર્ષિ પતંજલી છે. આથી ગદર્શન મહર્ષિ પતંજલીએ પ્રવર્તાવેલ છે તે સુપ્રસિદ્ધ કથન છે. પતંજલીએ જીવ અને ઈશ્વર બંને તને માનેલાં છે. આથી આ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત પાતંજલ દર્શન પણ કહેવામાં આવે છે.
મહર્ષિ પતંજલીએ ગસૂત્રની રચના કરેલ છે. આ વેગ દર્શનમાં ચાર પાદે છે, જેની સૂત્ર સંખ્યા ૧૯૫ની છે. ચાર પાદના નામ આ પ્રમાણે છે. પહેલા પાદનું નામ સમાધિ, બીજા પાદનું નામ સાધન, ત્રીજા પાદનું નામ વિભૂતિ અને ચોથા પાદનું નામ કૈવલ્ય છે. પાતંજલ યોગદર્શન ઉપર અનેક ભાગે રચાયાં છે. તેમાં વ્યાસ ભાષ્ય અત્યંત પ્રામાણિક માનવામાં આવે છે. આ વ્યાસ મહાભારતના કર્તા દ્વૈપાયન વ્યાસ સિવાયના અન્ય વ્યાસ થયા હોવાનું મનાય છે. આ વ્યાસ ભાષ્ય અત્યંત ગૂઢ હોવાથી તેને સરળ રીતે સમજાવવા માટે વાચસ્પતિ મિશ્ર તત્વ વિશારદી અને વિજ્ઞાનભિક્ષુએ યોગ વાર્તિકની રચના કરેલ છે. આ ઉપરાંત ગદર્શનને સમજાવવા સારૂં અનેક ગ્રંથની રચના કરવામાં આવી છે, જે વિદ્વાનોને માટે તેમજ આમ જનતા માટે કેગના સિદ્ધાંતોને સમજવામાં સહાયરૂપ છે.
પ્રથમ પાદમાં સમાધિનું વર્ણન કરવામાં આવેલ છે. સમાધિને અર્થ સમ્યફ આધાન, અર્થાત્ ચિત્તનું પિતાના સ્વરૂપમાં સ્થિર રહેવું. ગવાસિષ્ઠ જંથમાં પણ સમાધિનું લક્ષણ કરતા કહ્યું છે કે, આ ગુણ સમુહને આત્માથી ભિન્ન જોતા જ્યારે અંતઃકરણમાં શીતલતાને અનુભવ થાય છે, ત્યારે તે સમાધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org