________________
૧૨૪ : પદર્શન સુબાધિકા
બૌદ્ધધર્મ પંચશીલ ઉપરાંત ચાર ભાવનાઓને પણ માને છે. આ ભાવનાઓથી સામાજિક જીવન સદૂભાવપૂર્ણ બને છે અને વ્યક્તિ સ્વસ્થ ચિત્તવાળી બને છે. તે ભાવનાએ આ પ્રમાણે છે: (૧) મિત્રી એટલે કે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ, (૨) કરૂણા એટલે કે દુખેથી તપ્ત બનેલાં પ્રાણીઓનાં દુખે દૂર કરવાની ભાવના, (૩) મુદિતા એટલે કે પવિત્ર અને સદાચારી મનુષ્યોને જઈ ધન્યતા અને આનંદ અનુભવે છે, અને (૪) ઉપેક્ષા એટલે મધ્યસ્થભાવ ધારણ કરે. માન-અપમાન, સુખ-દુઃખ પ્રત્યે તાટધ્યભાવ ધારણ કરે. આ ઉપરાંત દુો પ્રત્યે, પાપીએ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવ અર્થાત્ તેઓની દુષ્ટ પ્રવૃત્તિઓથી સાધુ એએ જરા પણ વિચલિત ન થવું.
આ ઉપરાંત સંસારથી પાર થવામાં જે સહાયક થાય છે તેવી છ પારમિતાઓને બૌદ્ધ ધર્મમાં ઉલ્લેખ છે. તે આ પ્રમાણે ૧ દાન પારમિતા, ૨ શીલ પારમિતા, ૩ ક્ષાંતિ પારમિતા, ૪ વિર્ય પારમિતા, ૫ ધ્યાન પારમિતા અને ૬ પ્રજ્ઞા પારમિતા. - સંસાર પ્રત્યેની આસક્તિ ન છેડવા પ્રેરનાર દસ સાજને એટલે કે બંધને ગણવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે – ૧ સત્કાર્ય દષ્ટિ. ૨ વિચિકિત્સા એટલે શંકા, ૩ શીલવ્રત પરા મર્શ, ૪ કામ, ૫ પ્રતિધ એટલે વૈરભાવને ત્યાગ, ૬ રૂપરાગ, ૭ અરૂપરાગ, ૮ માન, ૯ ઔદ્ધત્ય અને ૧૦ અવિદ્યા આ સંજને બંધનની સાંકળરૂપ છે. નિર્વાણાભિલાષી તે બધાથી જ મુક્ત થઈને જ ચિરંતન શાન્તિને અનુભવ પ્રાપ્ત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org