________________
૧૨૬ : વહૂદર્શન સુબેધિકા આત્મા આ શરીર તથા મન, ભૌતિક તથા માનસિક પ્રવૃત્તિઓને એક સમુચ્ચય માત્ર છે. રૂપ એક પ્રકારનું છે પણ નામ ચાર પ્રકારના હોય છે. (૧) વેદના, (૨) સંજ્ઞા, (૩) સંસ્કાર અને (૪). વિજ્ઞાન. આ રીતે આત્મા આ પાંચ અન્વેને પુંજ માત્ર છે. સ્કન્ધ એટલે સમૂહ સમજવું. આ સંઘાતવાદને નૈરામ્યવાદ પણ કહેવામાં આવે છે.
સન્તાનવાદ–ત્રિપિટકેની કથાનુસાર આ આત્મા તથા જગત્ અનિત્ય છે. એને કાલિક સંબંધ બે ક્ષણ સુધી પણ રહેતો નથી. આ પંચ સ્કન્ધ બૌદ્ધોના અનુસાર બે ક્ષણ સુધી પણ સામાન્ય રૂપથી સ્થિર રહેતું નથી, તે તે પ્રત્યેક ક્ષણમાં પરિણામ પ્રાપ્ત કરતો હોય છે. આ રીતે જીવ તથા જગત બને પરિણામ શાળી છે. બૌદ્ધો જલપ્રવાહ તથા દીપશિખાના ઉદાહરણે દ્વારા આ સન્તાનના સિદ્ધાંતનું વિશદીકરણ કરે છે જેમ જે પાણીમાં આપણે એક વખત સ્નાન કરીએ છીએ, શું બીજી વખત આપણા સ્નાનના સમયે પણ તે જળ તે પહેલા અનુભવેલું જળ છે? દીપશિખા પણ ક્ષણ ક્ષણમાં બદલાતી જતી હોય છે. આથી બુદ્ધે કહ્યું કે આ જગતમાં બધું જ ક્ષણિક છે. પ્રતિપળ જન્મ અને પ્રતિપળ વિનાશ એ સૃષ્ટિને સ્વભાવ છે. આ ક્ષણિકવાદને આશય આત્માના અસ્તિત્વને નિષેધ કરવાનું છે. બધું ક્ષણિક છે કારણ કે બધું પરિવર્તનશીલ છે. પુનર્જન્મ માટે સંસ્કાર કારણ છે, કારણ કે આત્મા એ ભિન્ન ભિન્ન સંસ્કારને સમૂહ છે. આ સંસ્કાર ક્ષણમાં જન્મે છે અને ક્ષણમાં નાશ પામે છે. એ પછી અન્ય સંસ્કારે જન્મે છે અને તે તરત જ નાશ પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org