________________
ષડ્રદર્શન સુબેધિકા : ૪૫ મુક્તિપદે વિરાજમાન આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય, સહજાનંદી, પૂર્ણ નદી, અજર, અમર, અવિનાશી, અણુહારી, અશરીરી, અનંત ગુણે વિરાજમાન, પરમાનંદ સુખનો વિલાસી હેય છે. | સર્વ સિદ્ધાત્મા આત્મ સ્વરૂપે સમાન–એક હોવા છતાં પૂર્વ ભવને અનુલક્ષીને તેમના જિનસિદ્ધ, અજિનસિદ્ધ આદિ પંદર ભેદો યિદ્ધાંતમાં જણાવેલ છે.
એક સમયે એકી સાથે એકથી આરંભી ઉત્કૃષ્ટપણે એકસો આઠ આત્માઓ સિદ્ધ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનમાં જણાવેલ છે કે ઉત્કૃષ્ટ (૫૦૦ ધનુષ્ય) અવગાહનવાળા આત્માઓ એક સમયે ઉત્કૃષ્ટથી બે જ મેલે જાય, જઘન્ય (૨ હાથ) અવગાહનાવાળા ચાર ક્ષે જાય અને મધ્યમ અવગાહના વાળા ૧૦૮ મેક્ષે જઈ શકે.
તેમાંય પુરુષલિંગે ૧૦૮, સ્ત્રીલિંગે ૨૦ અને નપુંસકલિંગે ૧૦ આત્માઓ સિદ્ધગતિ પામે. જ્યારે દિગંબરે એમ માને છે કે મેક્ષે જનાર પુરુષ જ હોય, સ્ત્રીઓ મેક્ષ પ્રાપ્ત કરી શકે નહિ.
વળી આગળ જણાવેલ છે કે ગૃહસ્થલિંગી એક સમયે ઉત્કૃષ્ટથી ચાર, અન્યલિંગી દશ અને સાધુ વેષે એક સમયે એક આઠ આત્માઓ સિદ્ધપદને પ્રાપ્ત કરી શકે.
વિષયમાં અનેક ગ્રંથોમાં વિવિધ પ્રકારનું વર્ણન પ્રાપ્ત થાય છે, પણ વિસ્તારના ભયથી અહિં તે ગ્રહણ કરેલ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org