Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 6
________________ VIII ૧ હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વશ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપૂંજમાંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યાં છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધું જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા ? ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge)' કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને “જીવંત શબ્દકોશ” કહીને

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 152