Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 5
________________ ૧૧૭ ૧૨૫ ૧૩૭ ૧૪૯ ૧૫૯ ૧૬૭ ૧૭૩ ૧૮૫ અનુક્રમ ૧. હેમચંદ્રાચાર્ય અને તેની પરંપરા ૨. જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન ૩. વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ ૪. ગુજરાતી ગદ્યનું પ્રભાત ૫. અદાલતનો આનંદરસ ક, આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ ૭. બ્રૉડવેની સૃષ્ટિ ૮. ‘શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા ૯. ‘રાજા' (કિંગ ઓફ ધ ડાર્ક ચેમ્બર) ૧૦. પ્રયોગશીલ સર્જક ફિરાકે ૧૧. અબ તૂટ ગિરંગી ઝંઝીરે ૧૨. અનોખી આત્મકથા ૧૩. ધૂમકેતુનો સ્થિરપ્રકાશ ૧૪. ચરિત્ર-નિબંધ અને પ્રવાસ-સાહિત્ય ૧૫, સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક ૧૬. ગુજરાતી બાળ-સાહિત્ય : નવી ક્ષિતિજો ૧૭. બાળવિશ્વકોશ ૧૮. ‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત વ્યક્તિત્વ અને વાડ્મય. ૧૯. ગુજરાતની અસ્મિતાના દ્રષ્ટા : રણજિતરામ વાવાભાઈ ૨૦. પારગામી વિદ્રત્તા : મુનિ પુણ્યવિજયજી ૨૧. ભુલાયેલો ભેખધારી : મોહનલાલ દ. દેસાઈ ૨૨. બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : ભોગીલાલ સાંડેસરા ૨૩. લોકસાહિત્યનો આશિક : દુલેરાય કારાણી ૨૪. જ્ઞાનોપાસક અને જીવનસાધક : ૫. સુખલાલજી ૨૫. લીલીછમ ક્ષણો : ગુણવંતરાય આચાર્ય ૨૬. વિરલ વિદ્યાપુરુષ : દલસુખભાઈ માલવણિયા ૨૭. જીવનોપાસનાનું અમૃત : હરિવલ્લભ ભાયાણી ૨૮. સંસ્કૃતિપુરુષની વિદાય : મનુભાઈ પંચોળી – ‘દર્શક’ ૨૯. પરમતત્ત્વની સમીપે : હરીન્દ્ર દવે પ્રસ્તાવના શબ્દની સમીપ વસવાનો આનંદ ઓર જ હોય છે. સર્જકના શબ્દમાં એની ચેતનાનું વિશ્વ લિપિબદ્ધ બન્યું હોય છે. જ્યારે સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ આપણા ચિત્તને વિસ્મયનો અનુભવ કરાવે છે. હેમચંદ્રાચાર્યના શબ્દમાં પ્રગટતી વિચારપ્રૌઢિ કે રવીન્દ્રનાથના ‘રાજા’ નાટકમાં વ્યક્ત શબ્દોમાં ગૂંથાયેલ અવ્યક્ત રહસ્ય ઈશ્વરની વિભૂતાની સાથે કલાની વિશાળ વિભૂતાનો તૃતિકર અનુભવ કરાવે છે. નારાયણ હેમચંદ્રની આત્મકથા ‘હું પોતે' અને મણિલાલ નભુભાઈની આત્મકથા “મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત' એ બંનેમાં આત્મકથાકારના ગમા-અણગમાં પ્રગટ થાય છે. બંનેની જીવન-સત્ય આપવાની નિસ્બત છતી થાય છે. કિંતુ નારાયણ હેમચંદ્રની આત્મકથામાં સ્વજીવનની મર્યાદાઓ પૂરેપૂરી આલેખાઈ નથી. જ્યારે મણિલાલ નભુભાઈ પૂર્વગ્રહ અને રાગદ્વેષ સાથે એમના આળા હૃદયને થયેલાં ચકામાં દર્શાવે છે. ડેમોન રનિયન પાસે જતાં ન્યૂયોર્ક શહેરની રંગભૂમિના પર્યાય સમી બ્રૉડવેની સૃષ્ટિ અનુભવાય છે. તો ઑસ્ટિન બુકન્યાના નાટક “ધ બ્રાઇડ'માં આફ્રિકન પરિવેશમાં પરંપરા અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ પ્રગટ થાય છે. વિચિત્ર, બેહુદી, કંટાળાજનક અને પ્રાકૃત વસ્તુને સાંગોપાંગ અનુભવવાની ચેખોવની સૂક્ષ્મ કળા અને છુપાયેલા ભાવને શોધવા માટે નાટકના શબ્દોની સપાટી ભેદીને નીચે નજર કરવાની હોય છે. ભારતના ફિરાક ગોરખપુરી અને પાકિસ્તાનના ફૈઝ મહંમદ ફૈઝ જેવા ઉર્દૂ કવિઓની કવિતામાં ઇશ્ક અને ઇન્સાનિયતની સાથોસાથ અગણિત માનવહૃદયમાં ધરબાયેલી વેદનાને આ સર્જકોએ વાચા આપી છે. શબ્દની સમીપ રહીને થયેલા આનંદના અનુભવમાં ભાવક સહભાગી બનશે તેવી આશા રાખું છું. આમાંના થોડાક લેખ મારા અગાઉના વિવેચનસંગ્રહમાંથી પણ લીધા છે જ્યારે વ્યક્તિત્વ અને વાલ્મયમાં પં. સુખલાલજી, મુનિ પુણ્યવિજયજી, મોહનલાલ દેસાઈ, ભોગીલાલ સાંડેસરા અને દલસુખભાઈ માલવણિયાના વ્યક્તિત્વના આલેખ સાથે એમની વાડ્મય સેવા દર્શાવી છે. ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ પંચોળી – ‘દર્શક', હરિવલ્લભ ભાયાણી અને હરીન્દ્ર દવે વિશેના લેખમાં એમના વ્યક્તિત્વની અનુભવેલી ઉષ્મા શબ્દસ્થ કરી છે. આ વિવેચનસંગ્રહના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો અને તેના કાર્યવાહક મંડળનો તેમજ એના મુખપૃષ્ઠ માટે ચિત્રકાર શ્રી રજની વ્યાસનો આભારી છું. ૧ માર્ચ ૨00 - કુમારપાળ દેસાઈ ૧૯૭ # # # # # ૨૭૫ # VII

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 152