Book Title: Shabda Samip Author(s): Kumarpal Desai Publisher: Gujarat Sahitya Academy View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન Shabdasamip By Kumarpal Desai Published by : Gujarat Sahitya Academy Gandhinagar-382017, 2002 (C) કુમારપાળ દેસાઈ પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨ પૃષ્ઠસંખ્યા : ૨૯૮ કિંમત : ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્યના સર્જન અને પ્રકાશન અંગે આગવી પ્રવૃત્તિ કરે છે. નવોદિત લેખકો તેમજ બાલસાહિત્યની હસ્તપ્રતોને આર્થિક સહાય આપી એમની સર્જનપ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયાસ કરે છે, તો બીજી બાજુ નવલિકા, નિબંધ, વિવેચન વગેરે સાહિત્યપ્રકારોની કૃતિઓના પ્રકાશન માટે શિષ્ટમાન્ય ગ્રંથોને સહાય આપે છે. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કિંતુ અનુપલબ્ધ બનેલા ગ્રંથોનું પુનઃમુદ્રણ કરવાનું અને તે રીતે તે ગ્રંથો નવી પેઢીને સુલભ કરી આપવાનું કામ પણ કરે છે. વળી પ્રશિષ્ટ ગ્રંથોની શ્રેણી દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથો અત્યંત સસ્તી કિંમતે પ્રકાશિત કરે છે. ગુજરાતી ભાષામાંથી અન્ય ભારતીય ભાષાઓનો અનુવાદ તથા અંગ્રેજી ભાષામાં ગુજરાતી સાહિત્ય વિશેના ગ્રંથો પ્રકાશિત કરે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી ડૉ. કુમારપાળ દેસાઈના વિવેચનસંગ્રહ ‘શબ્દસમીપ'ને પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. આ ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય, જ્ઞાનવિમલસૂરિ જેવા મધ્યકાલીન સમયના સાધુઓના સાહિત્યિક પ્રદાનની ચર્ચા છે તો ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રકાશિત આત્મકથા ‘હું પોતે” વિશે તેમજ મણિલાલ નભુભાઈની વિશિષ્ટ આત્મકથા વિશે ચર્ચા કરી છે. એન્ટન ચેખોવ, ડેમોન રનિયન અને ઑસ્ટિન બુકન્યા જેવા સર્જકોની સર્જનકલાની સાથોસાથ ફિરાક ગોરખપુરી અને ફૈઝ અહમદ ફૈઝ જેવા ઉર્દૂ કવિઓના પ્રદાનનું મૂલ્યાંકન કર્યું છે. ચરિત્રનિબંધ, પ્રવાસ-સાહિત્ય, બાળસાહિત્ય અને સાહિત્યિક પત્રકારત્વ વિશેના લેખો લેખકના વ્યાપક દૃષ્ટિકોણનો પરિચય આપે છે. જ્યારે વ્યક્તિત્વ અને વાયમાં ગુજરાતી સાહિત્યની ઘણી વિરલ વ્યક્તિઓનાં વિશિષ્ટ સ્મરણો અને એમની વાડ્મય સેવા તાણાવાણા માફક ગૂંથાયાં છે. સાહિત્યના ભાવકો અને અભ્યાસીઓ માટે આ પુસ્તક આવકાર્ય અને રસપ્રદ બનશે તેવી આશા રાખું છું. તા. ૧-૩-૨CQરે. કનૈયાલાલ મ. પંડ્યા મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રકાશક : કનૈયાલાલ મ. પંડ્યા મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, જૂનું વિધાનસભા ગૃહ, ટાઉનહોલ કૅમ્પસ, સેક્ટર ૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ ISBN: ટાઇપસેટિંગ અને મુદ્રણસ્થાન :Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 152