Book Title: Sardarni Vani Part 03
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 6
________________ આટલો ભેદ | દુનિયાના મજૂરો એક થાય એ એક સુંદર આદર્શ છે. મને ગમે તો ખરું. પણ મને સ્વપ્નાં કંઈ ગમતાં નથી. જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સ્વપ્નાં જૂઠાં લાગે છે. તેથી મને તો એક વસ્તુ ગમે છે. આજનો આપણો શો ધર્મ છે ? આવતી કાલે કોઈ આપણને મદદ કરનાર છે. તેથી આજે બેસી રહીએ તો આજ બગડવાની અને કાલ તો બગડવાની જ છે. આમ મૂઆ વિના સ્વર્ગે નથી જવાતું. એક નવજવાન ભાઈએ મગરૂબીથી કહ્યું કે હું કૉમ્યુનિસ્ટ છું. જો કૉમ્યુનિઝમમાંથી હિંસાની ભાવના છોડી દેવામાં આવે તો સામ્યવાદ અને ગાંધીવાદમાં ફેર નથી. - ૧૦ ] | શ્રમજીવીઓનું કલ્યાણ તો ઇચ્છું છું કે શ્રમજીવીઓનું કલ્યાણ થાય. પણ આપણે એને સાચા માર્ગ પર ચડાવવો રહ્યો. અને સાચો માર્ગ તો એ રહ્યો કે પોતે પગભર થવું. સંઘબળ, સત્ય, અહિંસા વગેરે કોંગ્રેસના સિદ્ધાંતોનું સેવન એણે કરવું જોઈએ . આજે આપણા મજૂર હિંસાને માર્ગે પોતાની સંગઠનશક્તિનો ઉપયોગ કરવા જાય તો એક જ દિવસમાં ભાંગી જાય. જેટલા માણસોએ અમદાવાદમાં ગાંધીજીના | સંગઠનનો અભ્યાસ કર્યો છે, તેમણે જોયું છે અને કબૂલ કરે છે કે એ અનોખું છે. વીસ વરસથી અમદાવાદમાં મજૂરોનું કામ ચાલે છે. પાંચસો તો એના પ્રતિનિધિ છે. ચાલીસ | હજાર કાયમના સભ્યો છે. એનું દવાખાનું, શાળા, સામાજિક કામ વગેરે સુંદર ચાલે છે આવું સંગઠન દુનિયામાં નથી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41