Book Title: Sardarni Vani Part 03
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 15
________________ ન સાચું શિક્ષણ - આપણે નવા જમાનાને અનુકૂળ થવું જોઈએ. છોકરાને ભણાવીએ ને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય. બંને દુઃખી થાય. એક પણ કજિયો કોર્ટ-કચેરીએ, ઉમરેઠ, નડિયાદ જાય તો એ આ શાળાને ડાઘ લાગ્યો એમ માનજો. ગામમાં કોઈ ચોરી કરતો નહીં હોવો જોઈએ. ચોરી કરે તો તરત ખબર પડવી જોઈએ અને એનો ઇલાજ લેવો જોઈએ. તમારા પોતાનામાં જે નબળાઈ હશે તેની છાપ છોકરાં ઉપર પડ્યા વગર રહેવાની નથી. ગાંધીજી તો આવ્યા ત્યારથી કહે છે કે હું કહું તે કામ ગામ કરે તો સ્વરાજ્ય તો ત્યાં આવીને પડેલું જ છે. દારૂ પીનાર ન હોય તો પીઠું આવવાનું નથી. ચોરી કરનાર ન હોય તો પોલીસ કે જમાદારની જરૂર નથી. કજિયા ન ક, કૉરટે ન જાઓ તો મુનસફ કચેરીની જરૂર નથી. તમે તમારું કપડું બનાવી લો તો સ્વરાજ્ય તો તમારે ત્યાં આવીને પડેલું જ છે. - ૨૮ ] ન રાજકુમારોનું શિક્ષણ જમનાલાલજીએ તમને જયપુરની પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આપ્યો. દેશી રાજ્યો બધાં લગભગ | જયપુર જેવાં જ છે. કેટલાંક એનાથી વધારે ખરાબ છે. આ બધાની જડ પરદેશી રાજ્ય છે. એને જડમૂળથી ન ઉખેડીએ ત્યાં સુધી દેશી રાજ્યોમાં સુધારાને કંઈ અવકાશ નથી. કારણ કે જેમ આપણે ગુલામ છીએ એમ રાજામહારાજા પણ ગુલામ છે. તેમના કરતાં આપણે ઓછા ગુલામ છીએ. આપણે આપણાં બાળકોને ઇચ્છીએ એવું શિક્ષણ આપી શકીએ છીએ, પણ તેઓ તો પોતાનાં બાળકોને પોતે ઇચ્છે તેવું શિક્ષણ પણ નથી આપી શકતા.. વિદ્યાર્થીને માણસમાંથી જાનવર બનાવવો હોય તો રાજકુમાર કૉલેજમાં મોકલવો અને જાનવરમાંયે ગધેડો બનાવવો હોય તો વિલાયત મોકલવો. રાજકુમાર બાળક હોય છે ત્યારથી તેને શિક્ષણ આપવા માટે એક અંગ્રેજને તેની સાથે રાખવામાં આવે છે. જોકે રાજ કુમારને રાજ તો અહીં કરવાનું [ ૨૯ ]

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41