________________
કેળવણીનો અર્થ | આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો.
કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય.
જો ઘરનું વાતાવરણ અનુકૂળ ન હોય તો શાળામાં જેટલું ભણે એટલું ઘેર જાય ત્યારે રાત્રે ભૂલીને આવે. | શિક્ષણનો હેતુ શાળા અને ગામ એકબીજાને પૂરક બને, બન્નેને એકતાર કરનાર હોવો જોઈએ.
શારીરિક અને માનસિક કેળવણી સાથેસાથે અપાય એવું હોવું જોઈએ. ગામડાં આજે જે પ્રકારનાં છે એ પ્રકારનાં રહે તો ન બાળકોને શિક્ષણ આપી શકાય, ન ગામના લોકોને આપી શકાય.
ઉદ્યોગ કરીએ ! બાળકો ઉદ્યોગ કરે એમાં ઉત્તેજન આપવું હોય તો આપણે પણ ઉદ્યોગ કરવો જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો સૌએ હાથપગનો ઉપયોગ કરવો જોઈએ. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.” આપણું કપડું આપણે બહારથી નથી લાવવું એવી પ્રતિજ્ઞા કરશો તો તમે જેટલું બનાવશો એટલું પહેરશો. તો ગામની પુનર્ચના કરી શકશો.
આજે દુનિયા તો એક પ્રકારના પ્રલયમાં પડેલી છે. હિન્દુસ્તાન લડાઈમાં સંડોવાયું છે.
આ બધી લડાઈની મૂળ જડ આ મોટાં મોટાં | કારખાનાં છે. કારખાનામાં ઢગલાબંધ સામાન પેદા કરવો અને પછી એને નભાવવા લશ્કર રાખવું !
સંચામાં અનાજ દળાવો–ખંડાવો છો એમાં સત્ત્વ બળી જાય છે. એ તો બળી ગયેલું ખાઓ
છો,
- ૨
-