________________
ન પ્રજાની સાર્વભૌમ સત્તા - ખરી સાર્વભૌમ સત્તા એ કાંઈ ઉપરની સરકાર નથી, પણ ખરી સાર્વભૌમ સત્તા એ તો તમારી પ્રજા છે. તમે બીજી આશા રાખતા હો તો તમારો બધો હિસાબ ખોટો પડવાનો છે. હમણાં મુંબઈમાં કેટલાક ભેગા મળ્યા અને સાર્વભૌમ સત્તાને વચ્ચે પડવા જણાવ્યું. પણ એ સત્તા રાજકોટમાં શું કરવાની હતી ? શું રાજ કોટમાં લશ્કર ઉતારવાની છે ?
કોઈ પરણાવનાર ગોરે કોઈનું ઘર ચલાવી આપ્યાનું જાણ્યું છે ? એ તો લગ્ન કરાવી આપે. રેસિડેન્ટ હોય તે તો ગાદીએ બેસાડીને માથે મુગટ મૂકી આપે, પણ રાજ શી રીતે ચલાવી આપે !
રાજ કોટને તો તેના કારભારી પણ વફાદાર નથી મળ્યા. આજે તો ગાદીઓની તળેનું પડ બધું ઊધઈથી ખવાઈ ગયું છે.
આશીર્વાદ આપો ! હું રાજ કોટ આવવાનો છું એમ જાણતાં ‘ભાઈશાબ, તમે એમને રાજ કોટ ના આવવા દેતા' એવા કાગળો અને તારો ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ મને પૂછયું કે આ બધું શું છે ? ત્યારે મેં કહ્યું કે, મેં તો રાજકોટની પ્રજાને વચન આપ્યું છે ને શ્રી ઢેબરભાઈ તો પરિષદના સેક્રેટરી છે અને કાઠિયાવાડ પ્રજા પરિષદના સુકાન માટે મને મોકલનાર પણ તમે જ હતા. મારા સેક્રેટરી પર પ્રહાર થાય એ તો મારા પર પ્રહાર થયા બરાબર છે. તેમાં તો મારી ઇજ્જત અને આબરૂ પર હાથ નંખાયા જેવું છે અને તે હું બરદાસ્ત કરવા તૈયાર નથી.
મને ગાંધીજીએ કહ્યું કે તું ત્યાં જ ઈશ અને તને મનાઈહુકમ મળશે તો શું કરશે ? મેં કહ્યું કે, રાજકોટની જેલમાં મને પચાવવા જેટલી જગ્યા જ નથી અને જો પચાવે તો તો તેથી રાજ કોટનું અને કાઠિયાવાડનું કોકડું ઊકલી જવાનું છે. મને તો તમે આશીર્વાદ આપો એટલે બસ છે.
ન ૪૭ ]