________________
ઊંચ-નીચ નહીં
ખાવા રોટલો જોઈએ એ આપણે પેદા કરીએ છીએ, શહેરના માણસો નથી પેદા કરતા. પણ આપણે આપણી બેવકૂફીથી ખાવા પામતા નથી.
તમે કહો છો કે આ ગામમાં સો રેંટિયા ચાલે છે. કેટલા રેંટિયા ચાલે છે એ પ્રશ્ન નથી. પણ તે આ ગામને કપડું પૂરું પાડે છે ? આપણે ચાર વસ્તુની જરૂર છે : હવા, પાણી, રોટલો ને કપડું. બે વસ્તુ ભગવાને મફત આપી છે. અને રોટલો ઘરમાં ઘડાય છે તેમ કપડું આપણા ઘરમાં બનવું જોઈએ. આપણા ગામની અંદર ઉઘો ભાંગી ગયા છે એ પાછા સજીવન કરવા જોઈએ. એની સાથે નાનાભાઈ અક્ષરજ્ઞાન આપે, અને એમ ઈશ્વરનું જ્ઞાન મળે. માણસમાં એક ચિનગારી પડી છે. એને જગતનું જ્ઞાન અને જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એનું જ્ઞાન થાય તો એક માણસ ઊંચો અને એક નીચો નહીં લાગે.
પ
શિક્ષક માલિક
જે શિક્ષણ તમને અહીં આપવામાં આવે છે તેમાં ઓતપ્રોત થઈ જાઓ તો તમારામાં ક્રાંતિ થવી જોઈએ. ગામડામાં જ્યાં ગંદકી, મેલ, ભય, ખટપટ છે ત્યાં જઈને એ બધામાં ક્રાંતિ કરો એ આશા છે. વધયોજના એ ખાલી ચરખો ચલાવવો એ નથી. એક કાળ હતો જ્યારે ગામડે ગામડે નિરક્ષર બાઈઓ તે ચલાવતી. ચરખાની પાછળ માનસિક ક્રાંતિ કરવાની છે. એ નહીં થાય તો આ બધું ભુલાઈ જશે. વહેમી માણસ વહેમથી માળા ફેરવ્યા કરે પણ એમાંથી ફળ ન મળે એવું થાય.
પરદેશી સરકારે પોતાનું રાજ્ય શાંતિથી ચાલે એ માટે શિક્ષકને ગૌણ સ્થાન આપ્યું અને કૉન્સ્ટેબલને ગામનો માલિક બનાવ્યો. પહેલાં શિક્ષક એ ગામના હૃદયનો માલિક હતો. ગામના કજિયા પતાવતો. વહેમીનો વહેમ દૂર કરતો. બેકાર માણસને માર્ગ બતાવતો. બાળકને જ્ઞાન આપતો. એ માન જતું રહ્યું અને કૉન્સ્ટેબલને માન મળ્યું અને શિક્ષકને ગૌણ સ્થાન મળ્યું.
પક