________________ બ્રિટનનો પ્રચાર | બ્રિટન કહે છે કે નાના નાના ભુલકોની સ્વતંત્રતા રક્ષવાની ખાતર અમે આ યુદ્ધ લઈ બેઠા છીએ; ત્યારે અમેરિકા અને જગતના બીજા દેશોમાં પુછાતું હતું કે હિન્દ્રની સ્વતંત્રતાનું શું ? હિન્દ એટલે ગાંધી અને હિન્દ એટલે કોંગ્રેસ, એ તો એ લોકો બરોબર સમજે છે. જગતભરના દેશોમાં જ્યારે આવો પ્રચાર થવા માંડ્યો ત્યારે આ લોકોએ જુદા જુ દા પેંતરા રચ્યા. હિન્દના પ્રતિનિધિઓને સલ્તનતના પ્રતિનિધિએ બોલાવ્યા ને કહ્યું, ‘અમે તો હિન્દને સ્વતંત્રતા આપી દેવા માંગીએ છીએ. હિન્દ એ તો અમારા ગળે બાઝેલું ઘંટીનું પડ છે. પણ શું કરીએ ? હિન્દ હજુ સ્વતંત્રતાને લાયચક નથી. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી હિન્દમાં ઠેરઠેર ખૂનામરકી, લૂંટફાટ, મારામારી વગેરે અંધાધૂંધીઓ ચાલ્યા કરે, કોઈ કોમ સલામત ન રહે, આમ ન થાય એ અમારી નૈતિક જવાબદારી છે.' આ જાતનો પ્રચાર તેમણે કરવા માંડ્યો છે તેવી રચના પણ કરવા માંડી. - 80 ]