________________
- ગાંધીજીનું મહાજન આ જમાનો એવો છે કે મંડળ બાંધ્યા વગર પ્રગતિ નથી કરી શકાતી. જૂથમાં રહીને પ્રગતિ કરી શકાય છે. એકબીજાનાં દુઃખો ન ભાંગી શકીએ તોય એકબીજાને મળી મન હળવું કરી શકીએ. અમદાવાદમાં મજૂર મહાજન છે, એના જેવું કોઈ જગાએ નથી. આપણા મુલકમાં તો પ્રથમ કારખાનું રણછોડભાઈ લાવ્યા. યુરોપમાં કારખાનાંના માલિકો મજૂરોનું લોહી પીતા, એ પરથી ત્યાં મહાજન થયાં. આપણા મુલકમાં સંસ્કૃતિ જુદી હોવાથી માલિકો મજૂરને ચૂસે છતાં લગ્નપ્રસંગે, મરણપ્રસંગે એને ત્યાં જઈ બેસતા. પોતાને ત્યાં લગ્ન હોય તો મજૂરોને જમાડતા. ધીમે ધીમે પાશ્ચાત્ય એબ અહીંના માલિકોમાં પેસવા લાગી અને મજૂરોમાં પણ પેસવા માંડી. એટલે ગાંધીજીએ આપણી સંસ્કૃતિને અનુકુળ મહાજન સ્થાપ્યું.
ગાંધીજીએ આ મહાજન કર્યું તેથી અમદાવાદને ઘણો લાભ થયો છે એ ડાહ્યા માણસો કબૂલ કરે
ભિખારી ન બનાવશો બેત્રણ દિવસ ઉપર અમદાવાદમાં મારા મકાન પાસે એક માણસ આવ્યો હતો. એણે એક ઝલ્મો પહેર્યો હતો અને તેના ઉપર વેપારીઓ સામે | જાસો ચીતર્યો હતો. પોતાની સાથે એ બે ખેડૂતોને લઈ આવ્યો હતો. બે મહિના ઉપર એણે મને કાગળ લખ્યો હતો કે વેપારીઓ ખેડૂતોનાં દુઃખ તરફ નથી જોતાં એટલે તેમનાં દુઃખનિવારણ માટે અનશન લેવાનો છું. મેં માન્યું કે દુ:ખીને ખાતર જીવ આપવા કોઈ નીકળ્યો ખરો ! તેથી
જ્યારે એ માણસ મારી પાસે આવ્યો ત્યારે મેં | પૂછ્યું કે કેમ આવ્યા છો ? તો કહે કે આ
ખેડૂતોનાં દુ:ખ સંભળાવવા આવ્યો છું. મેં જવાબ આપ્યો કે હું તો માનતો હતો કે ખેડૂતોનાં દુ:ખ ૨ડવા તમે ક્યારના ઈશ્વરના દરબારે પહોંચ્યા હશો. પણ તમે તો ખેડૂતને જાસાચિઠ્ઠી મોકલતાં શીખવો છો, સ્વમાન છોડી ભિખારી બનાવો છો અને તમે તો મારા કરતાં વધુ તાજા દેખાઓ છો.
[ ૭૩ ]
-
૩ઃ |