Book Title: Sardarni Vani Part 03
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Catalog link: https://jainqq.org/explore/034296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સરદારની વાણી સંકલન કુમારપાળ દેસાઈ કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્યસચિવ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ Sardar Ni Vani - 3 Edited by Kumarpal Desai પ્રથમ આવૃત્તિ : ૧૯-૬-૨૦૦૧ પ્રકાશક : કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને સભ્ય સચિવ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, બ્લોક નં. ૧૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર- ૩૮૨૦૧૦ - • નિવેદન * સરદાર વલ્લભભાઈ પટેલની ૧૨૫મી જન્મજયંતીના ઉપક્રમે ગુજરાત રાજ્યની ઉજવણી સમિતિએ સરદારશ્રીનું જીવન અને તેમના વિચારો આજના સમાજને પ્રાપ્ત થાય અને એમાંથી સમાજ પ્રેરણા મેળવે તેવો આશય રાખી અનેકવિધ, ગ્રંથો-પુસ્તકોનું આયોજન કર્યું. આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, અંજલિરૂપે લખાયેલાં કાવ્યોનો સંગ્રહ તેમના વ્યક્તિત્વને દર્શાવતા અંગ્રેજી લેખોના અનુવાદનું પુસ્તક તેમજ એમના સ્પષ્ટ અને આગવા વિચારો દર્શાવતી પુસ્તિકા પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. એ સંદર્ભમાં આ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તિકાઓમાં સરદારશ્રીના વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ - Page #3 -------------------------------------------------------------------------- ________________ • નિવેદન * વિચારો દર્શાવવામાં આવ્યા છે. એને જુદાં જુદાં શીર્ષકો આપીને એમણે કરેલી મુખ્ય વાતને ઉપસાવવામાં આવી છે. આમાંથી નવભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીનો આલેખ મળી રહેશે. આ પુસ્તિકાઓ નાના કદની હોવાથી વ્યક્તિ ખીસ્સામાં રાખી શકશે તેમ જ સ્કૂલ, કૉલેજ અને જાગૃત નાગરિકોને એ ઉપયોગી બનશે એવી શ્રદ્ધા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અનુક્રમ ૧. સ્ત્રીઓની શક્તિ ૨. આટલો ભેદ ૩. અનોખું સંગઠન ૪. અહિંસક સંગઠન પાટીદારોને સંયમનો મહિમા ચેતનની ઝાળ પ્રજાનો હક ૫. ૬. ૭. ૮. ૯. રાજાશાહીનો વિરોધ ૧૦. સંયમ એ હથિયાર ૧૧. વાદનો વિવાદ નહીં રાજકોટની સ્થિતિ ૧૨. ૧૩. કાઠિયાવાડની કસોટી ૧૪. હિન્દનું અપમાન ૧૫. ખુશામત છે રાજદ્રોહ ૧૬. ઐતિહાસિક ક્ષણ ૧૭. થામણાની ગ્રામશાળા ૫ ક gar P ૧૪ ૧૫ COTTON 2 2 2 2 ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨ ૨૩ ૨૪ ૨૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ . અનુક્રમ * ૧૮. કેળવણીનો અર્થ ૧૯. ઉદ્યોગ કરીએ ૨૦. સાચું શિક્ષણ ૨૧. રાજકુમારોનું શિક્ષણ ૨૨. શહેરનું ઋણ ૨૩. કૃત્રિમ શાંતિ ૨૪. કસોટીનો સમય ૨૫. બોદા રૂપિયા નીકળી જાય ૨૬. કૂતરાના મોતે ન મરવું ૨૭. બીકણ લૂંટારા ૨૮. વસમા વખતનો સામનો ૨૯. આનું નામ સ્વરાજ્ય ૩૦. હવા, પાણી ને કપડાં ૩૧. સ્વર્ગ અને નરક ૩૨. નવો રાજા ચૂંટી કાઢો ૩૩. સંપ કરો ૩૪. આકરા કર ૩૫. પ્રજાનો વિશ્વાસ 9 ૨૭ ૨૮ ૨૯ ३० ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ४० ૪૧ ૪૨ ૪૩ અનુક્રમ * ૩૬. રાજધર્મ ૩૭. પોક પાડો ૩૮. પ્રજાની સાર્વભૌમ સત્તા ૩૯. આશીર્વાદ આપો ૪૦. અંધેરના સાક્ષી નહીં ૪૧. સજીવન કરીશું ૪૨. કાજળનો ચાંલ્લો ૪૩. સાચો ગૃહસ્થ ૪૪. ખેડૂતો માણસ બને ૪૫. પ્રજાનો ધર્મ ૪૬. નવજુવાનોને ૪૭. સત્યાગ્રહની ટેક ૪૮. યુનિવર્સિટીનો પાક ૪૯. કાયરતાનો કટ્ટર શત્રુ ૫૦. મનુષ્યત્વની ભાવના ૫૧. સ્વયંસેવકોને પર. શરીરની શક્તિ ૫૩. કલંક ધોયે જ છૂટકો ૩ ૪૪ ૪૫ ૪ ૪૭ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ GO ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ • અનુક્રમ • ૫૪. ઊંચ-નીચ નહીં ૫૫. શિક્ષક માલિક ૫૬. વિશ્વયુદ્ધ વખતે ૫૭. તો ફોડી લો ૫૮. આપણા દાક્તરો ૫૯. આપણો ધર્મ ૬૦. નકશો એક રંગનો ૬૧. હું તો સિપાઈ છું કર. આપણી સભ્યતા ૬૩. ખાદીની ફિલસૂફી ૬૪. ગુજરાતને ઓળખાવ્યો ૬૫. વિશ્વવંદનીય ગાંધીજી ઉક. લડાઈનો હેતુ ૬૭. જેલમાં રંગભેદ ૬૮. ગાંધીજીનું મહાજન ફ૯ ભિખારી ન બનાવશો. ૭૦. લીંબડીના હિજરતીઓને ૭૧. કયા ખેતરનું ખોડીબારું ? ૩૨. બ્રિટનનો પ્રચાર - સ્ત્રીઓની શક્તિ | સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો ઉકેલ થઈ જશે, એ માન્યતા બરોબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે; તેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ મળશે. સ્ત્રીને પોતામાં આત્મવિશ્વાસ આવે, એ પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાથી થયા નથી, થવાના નથી. દુનિયામાં કોઈ જગ્યાએ નથી એટલી સ્ત્રીઓને ધારાસભામાં બેસવાનો અધિકાર આપણા દેશમાં મળ્યો છે. પણ એ તો ખોખું છે. નાટકના રાજા સાફા પહેરીને બેસે એવું છે. બ્રિટિશ પાર્લમેન્ટમાં ચારસો-પાંચસો સભાસદોમાં સ્ત્રીઓની જેટલી સંખ્યા છે તેના કરતાં મુંબઈ ધારાસભામાં વધારે છે. દસ-પંદર વરસમાં સ્ત્રીઓમાં જે જાગૃતિ આવી છે તેનો યશ મહાત્મા ગાંધીને ઘટે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આટલો ભેદ | દુનિયાના મજૂરો એક થાય એ એક સુંદર આદર્શ છે. મને ગમે તો ખરું. પણ મને સ્વપ્નાં કંઈ ગમતાં નથી. જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સ્વપ્નાં જૂઠાં લાગે છે. તેથી મને તો એક વસ્તુ ગમે છે. આજનો આપણો શો ધર્મ છે ? આવતી કાલે કોઈ આપણને મદદ કરનાર છે. તેથી આજે બેસી રહીએ તો આજ બગડવાની અને કાલ તો બગડવાની જ છે. આમ મૂઆ વિના સ્વર્ગે નથી જવાતું. એક નવજવાન ભાઈએ મગરૂબીથી કહ્યું કે હું કૉમ્યુનિસ્ટ છું. જો કૉમ્યુનિઝમમાંથી હિંસાની ભાવના છોડી દેવામાં આવે તો સામ્યવાદ અને ગાંધીવાદમાં ફેર નથી. - ૧૦ ] | શ્રમજીવીઓનું કલ્યાણ તો ઇચ્છું છું કે શ્રમજીવીઓનું કલ્યાણ થાય. પણ આપણે એને સાચા માર્ગ પર ચડાવવો રહ્યો. અને સાચો માર્ગ તો એ રહ્યો કે પોતે પગભર થવું. સંઘબળ, સત્ય, અહિંસા વગેરે કોંગ્રેસના સિદ્ધાંતોનું સેવન એણે કરવું જોઈએ . આજે આપણા મજૂર હિંસાને માર્ગે પોતાની સંગઠનશક્તિનો ઉપયોગ કરવા જાય તો એક જ દિવસમાં ભાંગી જાય. જેટલા માણસોએ અમદાવાદમાં ગાંધીજીના | સંગઠનનો અભ્યાસ કર્યો છે, તેમણે જોયું છે અને કબૂલ કરે છે કે એ અનોખું છે. વીસ વરસથી અમદાવાદમાં મજૂરોનું કામ ચાલે છે. પાંચસો તો એના પ્રતિનિધિ છે. ચાલીસ | હજાર કાયમના સભ્યો છે. એનું દવાખાનું, શાળા, સામાજિક કામ વગેરે સુંદર ચાલે છે આવું સંગઠન દુનિયામાં નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ - અહિંસક સંગઠન જગતનો અન્નદાતા ખેડૂત છે. એ ન પેદા કરતો હોય તો આપણે શહેરમાં રહેનાર ભૂખે મરીએ. જે જગતનું શોષણ કરે છે એ કાયર લેખાય છે. એની શક્તિનું એને ભાન કરાવવું જોઈએ. એ જ પ્રમાણે મજૂરોને પણ સ્વાશ્રયનો પાઠ શીખવવો જોઈએ. કારખાનાંના મજૂરો ભલે ટ્રેડ યુનિયનમાં દાખલ થાય, પણ એના ધ્યેયમાં, સાધનમાં કોઈને શંકા ન પડવી જોઈએ. શુદ્ધ અને શાંતિમય’ – એ માટે પોતાના મનમાં પાઠાફેર રાખવામાં આવે તે બરાબર નથી. કોઈ વખતે કોઈ મજૂર વીફર્યા તો કારખાનાના મેનેજર, માલિકને મારી શકે, પણ એમાંથી એને જે વેઠવું પડે છે એનો તો જેને અનુભવ થયો હોય તે જાણે છે. અહિંસક સંગઠનમાં આપણી ખરી શક્તિ રહી છે. ૧૨ - પાટીદારોને તમને ખબર છે કે હું જાતજાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું. એટલે કોમી માણસ તરીકે તમે મારું સ્વાગત કરી શકો એમ નથી. મુલકનાં બંધન તોડવાની ખાતર જ્ઞાતિનાં બંધનની બહાર નીકળવું જોઈએ.... તમે બધા નાનામોટા રોજગારમાં પડ્યા છો. નોકરી પસંદ નથી કરી એ સારી વાત છે. કારણ | હિન્દુસ્તાનમાં કહેવત છે કે, ઉત્તમ ખેતી, મધ્યમ | વેપાર, કનિષ્ઠ નોકરી. મોટા મોટા અમલદાર પણ આખરે નોકર છે. તમે નોકરનું પદ ન સ્વીકાર્યું અને નોકરીનો મોહ છોડી નાનામોટા વેપારમાં પડ્યા છો એમાં | કંઈ ગુમાવ્યું નથી. કનિષ્ઠ મનાતી નોકરીને હિન્દુસ્તાનમાં આજે ઉત્તમ માની છે, જ્યારે ખેતી ઉત્તમ છે તેને અધમ માનવામાં આવે છે. કારણ કે ખેડૂત અજ્ઞાન દશા ભોગવે છે. સૌ એના તરફ તિરસ્કારથી જુએ છે. ન ૧૩ - Page #8 -------------------------------------------------------------------------- ________________ સંયમનો મહિમા ગમે તેટલું ધન બુદ્ધિથી પ્રાપ્ત કરીએ પણ દમડી સાથે આવતી નથી. માણસ જન્મે છે ત્યારે મૂઠી વાળીને આવે છે, પણ જાય છે ત્યારે ઉઘાડે હાથે જાય છે. જો કંઈ સારું કામ કરતો જાય તો પાછળ સુવાસ મૂકતો જાય છે. ગરીબ માણસોને સહાય કરતો જાય તો એને કોઈ ને કોઈ યાદ કરે છે. જગત અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. તેમાં આપણા જીવનનાં પચાસ-પંચોતેર વરસે એ તો કંઈ હિસાબમાં નથી. પણ જે માણસ જીવી જાણે છે એણે જન્મ સફળ કર્યો છે. માણસમાં અનેક ઇંદ્રિયોનું જ્ઞાન છે. જાનવરને એક જ ઇંદ્રિયનું જ્ઞાન છે. જે પોતાની આંખમાં મેલ નથી રાખતો, કુદૃષ્ટિ નથી કરતો, જેણે સંયમ કર્યો છે એનો આત્મા છેવટે ઈશ્વરમાં ભળી જાય છે. આજે મહાત્મા ગાંધીને સૌ નમસ્કાર કરે છે કારણ તેઓ ઇન્દ્રિયોનો સંયમ ને ધર્મનું પાલન કરી જગતને ધર્મનું પાલન કરવાનું બતાવે છે. [ ૧૪ | ચેતનની ઝાળ પણ તમે જાણો છો કે, હરિપુરા મહાસભાએ દેશી રાજ્યોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનો આદેશ આપ્યો છે. તે પગભર થતાં શીખવાનો સિદ્ધાંત જગજાહેર છે. જેમ પડોશી મરે અને આપણે સ્વર્ગમાં ન જઈ શકીએ એવું જ સ્વતંત્રતાનું છે. સ્વતંત્રતા જો આપણે જોઈતી હોય તો આપણે આપણા પગ ઉપર ઊભા રહેવું જોઈએ. બેવડી ગુલામી હંમેશાં કાંઈ ટકી રહેવાની નથી. એક કાળ એવો પણ હતો કે આપણી માગણીઓ હળવી હતી. આજે આપણી તાકાત વધી ચૂકી છે એ જ જીભ આજે બદલાઈ ગઈ છે અને હવે માગણીઓનું નાટક નહીં, પણ નક્કર માગણીઓ આપણે કરી રહ્યા છીએ. આખા હિન્દમાં આજે ચેતન પ્રગટી રહ્યું છે. એ ચેતનની ઝાળ તમને પણ લાગી છે અને લાગવી જ જોઈએ. જે રીતે બ્રિટિશ હિન્દમાં એ હથિયારનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમ તમે પણ તમારી સ્થિતિ સમજી લો અને એ હથિયારનો ઉપયોગ કરો. ન ૧૫ - Page #9 -------------------------------------------------------------------------- ________________ ન પ્રજાનો હક | રાજા ગમે તેવો હોય પણ તેને પદભ્રષ્ટ કરવા આપણે બેઠા નથી. એને પદભ્રષ્ટ કરવાનો આપણે વિચાર પણ કરતા નથી. આપણે જે માગીએ છીએ તે તો સત્તાની મર્યાદા માગીએ છીએ. ભવાઈની પાછળ, ગાનારીઓનાં નખરાં પાછળ અને વેશ્યાઓ નચાવવા પાછળ રાજા જો લખલૂંટ ખર્ચ કરે, અને ખેડૂતો ભૂખે મરે તો તેવું રાજ્ય જીવે નહીં... રાજાના એ બધા દહાડા જતા રહ્યા. દેશી રાજ્યોમાં બધે જાગૃતિ ફેલાઈ રહી છે. સાચે જ દેશી રાજ્યના ખેડૂતો ભારે ભોળા છે. કેટલાક તો રાજાઓને ઈશ્વરનો અવતાર માને છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજા પાપી કે ઈશ્વર પાપી ? ખરું જોતાં તો રાજા ટ્રસ્ટી છે. બાપદાદાનો હક એ ભોગવે છે એટલે જ્યારે રાજા નાલાયક થાય ત્યારે તેને પદભ્રષ્ટ કરવાનો પ્રજાને દરેક દેશમાં હક હોય છે. પણ આપણા દેશમાં જ આપણા બાપદાદાઓએ આપણને કંઈક બહુ વફાદાર બનાવ્યા. એટલે આપણે હજી રિસાઈ રહ્યા છીએ. ન રાજાશાહીનો વિરોધ રાજ્યની સાથે લડવું ન પડે એવી રીતે કામ થતું હોય તો લડવું નહીં. જો સ્વમાન સાચવીને માગ્યું મળતું હોય તો તે મેળવવામાં હરકત નથી; હું તો પગે પણ પડું. કોઈ કારભારી સામે આપણે વાંધો નથી. આપણે હિન્દીને કાઢીને અંગ્રેજને લાવવો પણ નથી. અંગ્રેજને લાવવાનો મને શોખ નથી. કેમ કે જાણીબૂજીને અંગ્રેજને નોતરવો એ આપઘાત જ છે. કોઈ વ્યક્તિ સામે આપણી વેરવૃત્તિ નથી. આપણી તકરાર સંસ્થા સામે છે, પ્રથા સામે છે. એનો નાશ થાય એ આપણી માગણી છે. આપણે એકહથ્થુ સત્તા ધરાવતા રાજાને એની મર્યાદા બતાવવી જોઈએ. ઠાકર અને ઠાકોર બન્ને એક જ છે. એ જ્યાં સુધી મંદિર બહાર ન નીકળે ત્યાં સુધી પૂજા કરવા લાયક છે. પણ આ તો પ્રથા જ એવી છે કે, ગમે તેવી વ્યક્તિ પણ તેમાં આપોઆપ જ બગડી જાય. Page #10 -------------------------------------------------------------------------- ________________ | સંયમ એ હથિયાર આપણે આપણું હથિયાર વિચારી લેવું છે, વિચારી લીધું છે. ગાળો એ આપણું હથિયાર નથી. સંયમ સેવનારાઓ જ પ્રજાને જીત અપાવી શકે છે, તિરસ્કાર કરનારાઓ નહીં અપાવી શકે. આપણી આ પવિત્ર લડતમાં જે જે પડ્યા છે તેમાં જો હિંસા, વેરઝેર કે કાંઈ એવું જાગશે તો તે આપણું દુશ્મન થશે અને આપણી નામોશી કરશે. તમારા કારભારી ઉપર કે તમને લાઠી મારનાર પોલીસ ઉપર પણ વેર નહીં રાખશો. એમનો તો ઊલટો તમારે આભાર માનવો જોઈએ કે એમણે જ તમને વહેલા જાગ્રત કર્યા. નહીં તો તમે ક્યારે જાગવાના હતા ? રાજ્ય પ્રજા પર લાઠીમાર ચલાવીને પોતાના હાથે દુ:ખને નોતર્યું છે. પણ આપણી આ લડત તો એવી છે કે, એમાં બીજા કોઈને દુઃખી કર્યા સિવાય આપણે જેટલું વધારે દુઃખ વેઠીએ તેટલી આપણી સિદ્ધિ વહેલી છે. એટલે તમે કોઈ ઉપર વેર નહીં રાખજો, કોઈ ઉપર રોષ ન કરશો. એના દિલમાંય પરિવર્તન જાગશે અને એ કોઈક દિવસ સુધરશે. - ૧૮ - વાદનો વિવાદ નહીં ! દુનિયા આખીમાં જવાબદાર રાજતંત્રો છે અને અહીં આપણી દશા કેવી છે ? દેશી રાજ્યો તો પ્રજાશરીર ઉપર ગડગૂમડની માફક પશુપાચ વહ્યા કરે તેવાં બની રહ્યાં છે. તમે કાઠિયાવાડના માથાના મુગટ કહેવાઓ છો. પણ માથાના મુગટ-પાઘડીમાંથી દુર્ગંધ મારતી હોય તો તે ફેંકી દો. એવી ગંધાતી પાઘડી કરતાં ઉઘાડું માથું શું ખોટું ? આપણે આપણા હકનું રક્ષણ કરવા તૈયાર થવું જોઈએ. અને ઉદ્દામવાદ અને મધ્યમવાદ એ વળી બધું શું ? દેશી રાજ્યોમાં તો એક જ વાદ હોય – રાજ આપણા હાથમાં આવે. ત્યાર પછી વાદની વાતો કરીશું. અત્યારે તો એ વાદની વાતો બંને વાદની ઘાતક છે. સત્તા આવશે ત્યારે એનું વિચારીશું. રાજ્યખર્ચની બાબતમાં સાધનના પ્રમાણમાં ખર્ચ કરીશું. પ્રજાના પ્રતિનિધિઓ બજેટ કરે અને | વહીવટ પણ આપણે પોતે જ કરવાના છીએ. એટલે સાથે મળીને જ કામ કરવું જોઈએ. પક્ષની જમાવટનો અત્યારે અવકાશ નથી. ન ૧૯ ] Page #11 -------------------------------------------------------------------------- ________________ | રાજકોટની સ્થિતિ | | હિન્દમાં દેશી રાજ્યો અસંખ્ય છે અને એ રાજ્યોમાં અંધાધૂંધી ચાલી રહી છે. રાજકોટમાં ચાલતી અંધાધૂંધી ત્યાંની પ્રજા માટે અસહ્ય બની છે. રાજકોટમાં લાખાજીરાજ નામવંતા મહારાજા થઈ ગયા. રાજકોટના હાલના રાજવીને તો શું કહીએ ? દેવતાના દીકરા એ બધાય કોલસા ! રાજકોટના સદ્ગત લાખાજીરાજ તો છડેચોક ગાંધીજીને બોલાવતા, તેમને પોતાના સિંહાસને બેસાડતા, અને તેમને માનપત્ર આપતા. મને પણ એક વખત ત્યાં લઈ ગયા હતા. યુવકોએ પંડિત જવાહરલાલ નહેરુને રાજ કોટ બોલાવ્યા ત્યારે લાખાજીરાજે તેમનું સન્માન કર્યું હતું. બીજો કોઈ રાજા હોય તે તો જેલમાં પૂરે. ત્યારે તેમણે આવી વ્યક્તિઓને પોતાના મહેમાનો બનાવ્યા હતા. પરંતુ આજે તો રાજકોટમાં પ્રવર્તતી સ્થિતિ અંધેરી નગરી ને ગંડુ રાજા' જેવી છે, ને તેથી રાજકોટની પ્રજા ત્રાસી ગઈ છે. - ૨૦ | કાઠિયાવાડની કસોટી આખા કાઠિયાવાડની કસોટીનો સમય છે... કાઠિયાવાડની પ્રજાને તો આટલો જ સંદેશ આપી શકાય કે, અમે અને આખું હિન્દુસ્તાન તમારી પડખે છીએ, પરંતુ તમે તમારું ખમીર બતાવી આપો. રાજકોટની અને આસપાસનાં ગામડાંઓની પ્રજાને જાગ્રત કરી દો. તેને જણાવો કે અંધેરીનગરી ને ગબરગંડુ રાજાના કારભારના દિવસો ચાલી ગયા છે. રાજાઓને બાજુએ બેસાડીને, તેમને સાલિયાણું આપીને આપણે રાજ્ય કરવું જોઈએ. | દીવાન નીમવાનો પ્રજાને અધિકાર છે. દીવાનનો | દીકરો, મિત્ર કે સગો દીવાન થઈ શકે એ વસ્તુ હવે ચાલે નહીં. પ્રજાનો શો ધર્મ છે તે સમજવાનો વખત આવ્યો છે. કાઠિયાવાડ તેનું પાણી બતાવશે તો આખું હિન્દ તેની સાથે જ છે. ૨૧ ] Page #12 -------------------------------------------------------------------------- ________________ | હિન્દનું અપમાન | બહાર તો વડોદરા રાજ્ય એક સારું રાજ્ય કહેવાય છે અને કહેવાય છે કે પ્રજા સંતોષી છે. જો તેઓ એમ જાણે કે પ્રજાના અસંતોષની વાત સાચી છે તો એમ જ પૂછે કે લોકો જાગતા કેમ નથી ? તેઓ એમ જ સમજે કે વડોદરાની પ્રજા કાયર છે. તમે એ વાત પણ યાદ રાખજો કે તમારી કાયરતાનો બોજો બીજા પડોશીઓ ઉપર પણ પડે છે અને તેની અસર બીજાઓ ઉપર પણ થાય છે. તે માટે તમારે મજબૂત બનવું જોઈએ અને એમ થાય તો પડોશીઓનું કામ સરળ બની જાય. એ સમજી લેવું જોઈએ કે હવે કાયરતા નહીં ચાલે. તમારામાં લડવું પડે તો તે માટેની દૃઢતા હોવી જોઈએ. તમારામાં શક્તિ ન હોય તો યાદ રાખજો કે હું અપમાનની બરદાસ્ત કરી લેવા તૈયાર નથી. હું તમારો છું; છતાં કોંગ્રેસનો પણ એક અદનો સિપાઈ છે. કોંગ્રેસમાં મારું જે સ્થાન છે તે હું ભૂલી શકતો નથી અને તેથી મારું અપમાન એટલે હિન્દનું અપમાન છે. | ૨૨ | ન ખુશામત છે રાજદ્રોહ } જો રાજ્ય ન માને તો લડવું પણ પડે. અને ઝટપટ સીધી રીતે પાટો ચડી જાય એમ હું માનતો પણ નથી. તે માટે રાજ્યને ચીત ખવડાવવી જોઈએ. આ દુનિયામાં ઊંધા નાખ્યા વિના કોઈ માનતું નથી. જેની પાસે સત્તા છે તે વીનવ્યાથી કોઈએ છોડી નથી. એ તો કાન પકડીને ખેંચી લેવી જોઈએ; કારણ કે એ આપણી મિલકત છે. તમે ખુશામત છોડી દેજો. તેના જેવો ઝેરી રોગ નથી. ખુશામત એ રાજદ્રોહ છે. રાજ્યની પ્રજાને જો કોઈ દુઃખી કરનાર હોય | તો તે ખુશામતિયાઓ છે. રાજા વરસમાં દશ મહિના પરદેશમાં રહેતો હોય તો ત્યાં તેને બિચારાને ખરી ખબર ક્યાંથી પડે ? આ રાજ્યમાં જે અમલદારો છે તે પણ બહારના છે; એટલે તેમને ખરી વાત કહે પણ કોણ ? કહે છે કે શ્રીમંતની તબિયત સારી નથી રહેતી અને આ દેશમાં અનુકૂળ હવા નથી મળતી. દુનિયામાં એવો કોઈ દેશ નથી જોયો કે જેનો રાજા પંદર-વીસ વર્ષ પરદેશમાં પડ્યો રહે અને પ્રજા તેની બરદાસ્ત કરે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ન એતિહાસિક ક્ષણ - આપણે એક જ વસ્તુ કરવાની છે અને તે એ કે કોઈની હિંસા ન કરવી, કોઈને કષ્ટ થાય તેવું ન કરવું પણ સ્વમાનના રક્ષણ ખાતર બધું કષ્ટ સહન કરવું. આજે જિંદગીની તો કાંઈ કિંમત નથી. વિમાનમાં ગોળા ભરીને ઘણાયે વિમાનીઓ જિંદગીને ખિસ્સામાં લઈને જાય છે. હજારો જિંદગીને પોતાના હાથમાં લઈને ફરે છે. આપણે પણ – જ્યારે આપણે ગુલામ છીએ અને આપણી હસ્તી ઉપર હુમલો થાય ત્યારે – શો જવાબ આપવો ? આ સમયે તમે કોઈ એવી આશા ન રાખતા કે કૉંગ્રેસ પાછળથી આખો વખત દોરવણી આપે. દરેકની પોતાની એ ફરજ છે કે તેણે લડાઈના ખુલ્લા મેદાનમાં આવી જવું જોઈએ. મને તો ચોખ્ખાં ચિહ્ન જણાય છે કે લડાઈ લાદવામાં આવી રહી છે. હવે ફરી આપણે મળીએ કે ન પણ મળીએ. પણ હિન્દના આધુનિક ઇતિહાસના ઘડતરની જવાબદારી આપણે અદા કરવાની છે. - ૨૪ થામણાની ગ્રામશાળા ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારથી કહે છે કે અત્યારનું શિક્ષણ એ કુશિક્ષણ છે. એ આપણા હાથપગ ભાંગી નાખે છે. મન નબળું પાડી નાખે છે. પરદેશી શિક્ષણ સરકારે એટલા ખાતર દાખલ કરેલું કે કારકુનો પેદા થાય, નોકરી કરી અને એનું રાજ્ય ચલાવી આપે. એથી ન આપણું શિક્ષણ રહ્યું, ન એનું પૂરું આવ્યું. ગાંધીજીએ સ્વરાજ્યની લડત પહેલી ઉપાડી ત્યારે પહેલો પોકાર એ ઉઠાવ્યો કે આ શાળાઓ એ ગુલામખાનાં છે. શાળાઓ ને કૉલેજો તેમણે ખાલી કરાવી. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. એ વિદ્યાર્થીઓમાં અનેક રત્નો હતાં, એમાંના એક બબલભાઈ છે. એમણે તમારા ગામમાં (થામણીમાં) પોતાનું વિત્ત રેડવા માંડ્યું. આવી સુંદર જગા અને આટલી સગવડ કોઈ પ્રાથમિક શાળાને નથી . ન ૨પ | Page #14 -------------------------------------------------------------------------- ________________ કેળવણીનો અર્થ | આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો અને શરીરનો એકતાર નથી થતો, નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય. જો ઘરનું વાતાવરણ અનુકૂળ ન હોય તો શાળામાં જેટલું ભણે એટલું ઘેર જાય ત્યારે રાત્રે ભૂલીને આવે. | શિક્ષણનો હેતુ શાળા અને ગામ એકબીજાને પૂરક બને, બન્નેને એકતાર કરનાર હોવો જોઈએ. શારીરિક અને માનસિક કેળવણી સાથેસાથે અપાય એવું હોવું જોઈએ. ગામડાં આજે જે પ્રકારનાં છે એ પ્રકારનાં રહે તો ન બાળકોને શિક્ષણ આપી શકાય, ન ગામના લોકોને આપી શકાય. ઉદ્યોગ કરીએ ! બાળકો ઉદ્યોગ કરે એમાં ઉત્તેજન આપવું હોય તો આપણે પણ ઉદ્યોગ કરવો જોઈએ. સ્ત્રીઓ અને પુરુષો સૌએ હાથપગનો ઉપયોગ કરવો જોઈએ. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.” આપણું કપડું આપણે બહારથી નથી લાવવું એવી પ્રતિજ્ઞા કરશો તો તમે જેટલું બનાવશો એટલું પહેરશો. તો ગામની પુનર્ચના કરી શકશો. આજે દુનિયા તો એક પ્રકારના પ્રલયમાં પડેલી છે. હિન્દુસ્તાન લડાઈમાં સંડોવાયું છે. આ બધી લડાઈની મૂળ જડ આ મોટાં મોટાં | કારખાનાં છે. કારખાનામાં ઢગલાબંધ સામાન પેદા કરવો અને પછી એને નભાવવા લશ્કર રાખવું ! સંચામાં અનાજ દળાવો–ખંડાવો છો એમાં સત્ત્વ બળી જાય છે. એ તો બળી ગયેલું ખાઓ છો, - ૨ - Page #15 -------------------------------------------------------------------------- ________________ ન સાચું શિક્ષણ - આપણે નવા જમાનાને અનુકૂળ થવું જોઈએ. છોકરાને ભણાવીએ ને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય. બંને દુઃખી થાય. એક પણ કજિયો કોર્ટ-કચેરીએ, ઉમરેઠ, નડિયાદ જાય તો એ આ શાળાને ડાઘ લાગ્યો એમ માનજો. ગામમાં કોઈ ચોરી કરતો નહીં હોવો જોઈએ. ચોરી કરે તો તરત ખબર પડવી જોઈએ અને એનો ઇલાજ લેવો જોઈએ. તમારા પોતાનામાં જે નબળાઈ હશે તેની છાપ છોકરાં ઉપર પડ્યા વગર રહેવાની નથી. ગાંધીજી તો આવ્યા ત્યારથી કહે છે કે હું કહું તે કામ ગામ કરે તો સ્વરાજ્ય તો ત્યાં આવીને પડેલું જ છે. દારૂ પીનાર ન હોય તો પીઠું આવવાનું નથી. ચોરી કરનાર ન હોય તો પોલીસ કે જમાદારની જરૂર નથી. કજિયા ન ક, કૉરટે ન જાઓ તો મુનસફ કચેરીની જરૂર નથી. તમે તમારું કપડું બનાવી લો તો સ્વરાજ્ય તો તમારે ત્યાં આવીને પડેલું જ છે. - ૨૮ ] ન રાજકુમારોનું શિક્ષણ જમનાલાલજીએ તમને જયપુરની પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આપ્યો. દેશી રાજ્યો બધાં લગભગ | જયપુર જેવાં જ છે. કેટલાંક એનાથી વધારે ખરાબ છે. આ બધાની જડ પરદેશી રાજ્ય છે. એને જડમૂળથી ન ઉખેડીએ ત્યાં સુધી દેશી રાજ્યોમાં સુધારાને કંઈ અવકાશ નથી. કારણ કે જેમ આપણે ગુલામ છીએ એમ રાજામહારાજા પણ ગુલામ છે. તેમના કરતાં આપણે ઓછા ગુલામ છીએ. આપણે આપણાં બાળકોને ઇચ્છીએ એવું શિક્ષણ આપી શકીએ છીએ, પણ તેઓ તો પોતાનાં બાળકોને પોતે ઇચ્છે તેવું શિક્ષણ પણ નથી આપી શકતા.. વિદ્યાર્થીને માણસમાંથી જાનવર બનાવવો હોય તો રાજકુમાર કૉલેજમાં મોકલવો અને જાનવરમાંયે ગધેડો બનાવવો હોય તો વિલાયત મોકલવો. રાજકુમાર બાળક હોય છે ત્યારથી તેને શિક્ષણ આપવા માટે એક અંગ્રેજને તેની સાથે રાખવામાં આવે છે. જોકે રાજ કુમારને રાજ તો અહીં કરવાનું [ ૨૯ ] Page #16 -------------------------------------------------------------------------- ________________ શહેરનું ઋણ આપણા દેશમાં નાગરિક ભાવના બહુ ઓછી છે. આપણી નદીઓ જુઓ. આવાં ખીચોખીચ ભરેલાં શહેરની નદીઓ આવી ન હોય. શહેરીઓ જે રીતે નદીનો ઉપયોગ કરે છે એ શોભે એવું નથી. આજે યુરોપમાં પુલો બાંધે છે ને ભાંગે છે. ભલે ભાંગતા હોય પણ એમણે બાંધ્યા કેવી સારી ભાવનાથી ! આપણામાં આ બધી એબો ક્યાંથી આવી એનાં કારણોમાં ન જતાં એને આપણે કાઢવી જોઈએ. ગુલામ પ્રજા એટલે ઉકરડો. એટલે ગુલામીને કૂદી જવાના પુલ કરવા જોઈએ. જે શહે૨માં વસીએ છીએ અને સ્વચ્છ રાખવા વગેરેનું ઋણ અદા ન કરીએ તો જે મોટાં કામ કરવાનાં છે તે નહીં કરી શકીએ. ३० કૃત્રિમ શાંતિ છેલ્લાં પચાસ વર્ષથી પ્રજા કૃત્રિમ શાંતિથી ટેવાયેલી છે. તેથી તેને અશાંતિથી ન ડરતાં શીખવવાનું રહે છે. ખોટી અફવા રોકવી જોઈએ, અને લોકોને સમજાવવું જોઈએ કે જો સલામતી જોઈતી હોય તો ગામેગામ જાતે જ બંદોબસ્ત કરી લેવો પડશે. આપસઆપસનાં વેરઝેર ભૂલી જવાં જોઈએ. ઊંચનીચના ભેદ, સ્પૃશ્યઅસ્પૃશ્ય એવા અનેક જાતના ભેદ છોડી દેવા જોઈએ. લોકોએ હવે એક બાપની પ્રજા બનીને રહેવું જોઈએ. હિન્દુસ્તાનમાં પહેલાં જેમ સ્વરાજ હતું બધા કજિયા ગ્રામપંચાયત મારફતે ચૂકવાતા ને ગામડાના વડીલો ગામની પ્રજાને પોતાની પાંખમાં લઈને બેસતા ને તેમને સાચવતા, એ જે સ્થિતિ હતી તે સ્થિતિ લાવવી જોઈશે... પણ તમે સરકાર સામે મોં ફાડીને જોશો તો એમાં કંઈ નહીં વળે. ૩૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ કસોટીનો સમય આ વખત આપણી કસોટીનો આવ્યો છે. શાને માટે આપણે જીવીએ છીએ ? આપણાં એવાં ક્યાંથી ધન્યભાગ્ય કે આપણી કિંમત કરાવી હસતે મોઢે ચાલ્યા જઈએ ? આજે તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ તમે માનજો. આ વખતે હિંમતથી ગામેગામ ભટકીએ ને ફરજ અદા કરીએ તો ગુજરાતમાં સ્વરાજ ઊભું થશે. અત્યારે જ વખત આવ્યો છે, જ્યારે સ્વરાજનાં મુળ પાકાં નંખાવાનાં છે, એ વસ્તુ સમજી લેજો. ને નહીં સમજો તો વર્ષોનાં કરેલા કામો એળે જવાનાં છે ને પ્રાંતની દુ:ખદ સ્થિતિ થવાની છે. એટલે આજે અહીંથી સંકલ્પ કરીને જવાનું છે. લડાઈની ભરતીમાં લોકો જાય છે ને ? આ તો પ્રાંતની સલામતીની ભરતી છે. એમ તો કોંગ્રેસમાં દાખલ થયા ત્યારથી જ ભરતીમાં દાખલ થયેલા છીએ. પણ લડાઈ નહીં હોય ત્યાં સુધી લશ્કર પડ્યાં પડ્યાં ખાય છે ને વખત આવ્ય લડાઈમાં જાય છે, તેમ હવે એવો વખત આવ્યો છે ને આપણી ખરી કસોટી થવાની છે. એમાંથી બહાર નીકળાય તો ખરું. - ૩૨ - - બોદા રૂપિયા નીકળી જાય મહીકાંઠાના બારૈયા લોકો, લૂંટ કરવા જતાં પહેલાં મહીસાગરનું પાણી પીએ છે ને પ્રતિજ્ઞા લે છે. પણ આપણી પાસે તો એવું પાણી પીવાનુંયે નથી, એનો વિચાર કરજો. તમારા જિલ્લામાં જઈને કાર્યકરોની સભા મેળવીને નિર્ણય કરજો કે આમાંથી બોદા રૂપિયા હોય તે નીકળી જાય. અંદરનું વાતાવરણ સાફ કરશો તો બહાર એની અસર થવાની છે. પછી તમે ગામેગામ લોકોને મળો ને ભય દૂર કરો. ગામેગામ ભટકતા રહો ને નિર્ભયતાનું વાતાવરણ પેદા કરો. એ તો જે સાચો રૂપિયો હશે તેનો રણકાર વાગવાનો છે ને બોદો હશે તેનો વાગવાનો નથી. ઘણી વખત માણસ અખાડાની વાત કરે છે. શું અમદાવાદમાં અખાડા નહોતા ? પણ નિર્બળ દેખાતા માણસનો આત્મા બળવાન હશે તો તેનો અવાજ દુનિયાને છેડે પહોંચવાનો છે. આજે દુનિયાના લશ્કરના બધા સેનાપતિઓમાં હિન્દુસ્તાનના સેનાપતિ મહાત્મા ગાંધીનો દેહ નિર્બળમાં નિર્બળ છે પણ તેનો રણકાર | દુનિયાને છેડે પહોંચે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ કૂતરાના મોતે ન મરવું બંદૂકવાળો તો બંદૂક તાકે છે. એમાં એને નિશાનની ફિકર છે. આપણે શાની ફિકર ? આપણે જો અહિંસાત્મક હોઈએ તો આપણા ઉપર નિશાન ભરવાની જવાબદારી બીજા ઉપર આવે છે. બાપુએ ઘણી વાર સમજાવ્યું છે પણ આપણે તો અહિંસા-હિંસાની ચર્ચામાં પડી જઈએ છીએ. મારનારો કોણ છે જે મરણિયો હોય તેને ? બાપુ તો ઠોકી ઠોકીને કહે છે કે મરતાં ન આવડે તો મારતાંયે આવડે છે કે નહીં ? કંઈ નહીં તો મારતાં મારતાં તો મરો. કૂતરાના મોતે મરવા કરતાં મારતાં મારતાં તો મરો. એ વસ્તુ કૉંગ્રેસમૅનોએ પ્રજાને સમજાવવાની જરૂર છે. જ્યાં જ્યાં કજિયા હોય ત્યાં ત્યાં પંચ નીમી પતાવી દો. ગામમાં કોઈ ભૂખે મરતું હોય ને તેની પાસે કંઈ જ સાધન નહીં હોય તો ગામે તેનો બંદોબસ્ત કોઈ પણ રીતે કરી આપવો જોઈએ, જોઈએ તો કંઈ કામ આપીને. ३४ બીકણ લૂંટારા મારા પોતાના અનુભવની એક વાત કહું. બાબર દેવા બહારવટે નીકળ્યો ત્યારે આણંદ તાલુકાના ને આજુબાજુના પ્રદેશના ગામેગામના લોકો દહાડો આથમતાં બધા ઘરમાં પેસી જાય ને દહાડો ઊગે ત્યારે બહાર નીકળે. પેલો બહારવટિયો ચાળીસ-પચાસ માણસ લઈને ધોળે દહાડે ફરે. કોઈની મીઠાઈ લૂંટે, બાળકોને મીઠાઈ વહેંચી દે, કોઈને મારવો હોય તેને મારી જાય; પોલીસ પોતે પણ ડરે. તેઓ બહારથી થાણાને તાળું મરાવી દે ને અંદર સાંકળ ચડાવે ને ખાટલા નીચે સૂઈ જાય. પણ જે દિવસે અમે ગયા તે દિવસથી તે નાઠો. એ જ પ્રમાણે ગુજરાત પ્રાંતિક સમિતિના સભ્યોએ ફરવાનું છે. કારણ લૂંટારા બીકણ રૈયતમાં પોષાય પણ રૈયત રૂઠી હોય તો તે નહીં નભી શકે. ગામમાં પંચો સ્થાપી એટલે વાતાવરણ સાફ કરી સંગઠન કરો. ૩૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ | વસમા વખતનો સામનો બનાવો તો ભયંકર પણ બનવાના હોય પણ એથી ડરવું ન જોઈએ. અત્યારે તો સમય એવો છે કે કૉંગ્રેસવાળાઓએ ગામેગામ ફરી ખોટી વાતો ફેલાવા ન દેવી. આપણે કોઈ જાતની ગભરામણ કરવાની નથી. આપણાં છાપરાં ઉપર કોઈ બોમ્બનો ખર્ચ કરે એમ નથી. આપણે ભાજીપાલા પર જીવી શકીએ એમ છીએ. સૂકો પાતળો રોટલો ખાઈ જીવી શકીએ એમ છીએ. દાણો સંઘરી રાખો. કોઈ ભૂખ્યો ન રહે. ભૂખમરો ઉદ્ધગ પેદા કરે છે. ભૂખ્યાને ઉધમ આપો અને રોટલો આપો. દરેક ગામ પોતાની ચોકીની વ્યવસ્થા કરે. ગામનું પંચ નીમી ગામના કજિયા એમાં પતાવવા જોઈએ. અત્યારે તમારું બધાનું કર્તવ્ય એ છે, મારે સંદેશો એ છે કે વસમો વખત આવવાનો છે, માટે ઊંચનીચના, કોમવર્ગના ભેદ ભૂલી જઈ સંગઠન પાકું કરો અને ચોકીની પૂરી તૈયારી કરો. અસાધારણ વખતમાં આપણે પોતે જ આપણા પોલીસ ચોકીદાર. 1. આનું નામ સ્વરાજય ! અમદાવાદમાં લાખો મજૂરો છે. અત્યારે તો રાતપાળી બંધ થઈ કારણ કોલસા મળતા નથી. હજુ તો ખોળ બાળે છે, લાકડાં બાળે છે. પણ તે પણ લાવવાનાં સાધન બંધ થશે ત્યારે મિલો બંધ થશે. ત્યારે ગાંધીજીને યાદ કરશો કે એ તો વીસ વરસથી કહે છે કે રેંટિયો કાંતો. આપણા પૂર્વજોએ ઘરમાં બેઠાં કાંતવાનું શોધ્યું યંત્રમાંથી તો આ રાક્ષસી વિદ્યા પેદા થઈ. ગામ પોતે સ્વાશ્રયી બને અને સલામતી માટે પણ બીજાના તરફ જોવું ન પડે એનું નામ સ્વરાજ્ય રચનાત્મક કાર્યક્રમનું કેન્દ્ર રેંટિયો છે. એવી સ્થિતિ ન આવવી જોઈએ કે આટલો બધો કપાસ પાકે ને કાપડની બૂમ પડે. ડહાપણની વાત તો એ છે કે દરેક ગામ પોતાના પૂરતો કપાસ સંઘરે. ચોખ્ખા દૂધની જેમ દરિઝનમાંથી તમને ચોખ્ખી વાતો મળશે. એકલી ખાદીની વાત નથી પણ ખાદીની આસપાસ સ્વરાજ ની રચના છે. ગામનો કુસંપ મટાડવાનો છે, કજિયો સમાવવાના છે, ગામની આસપાસ રક્ષણનો બંદોબસ્ત કરવાનો છે. ન ૩૩ ] [ ૩૬ ] Page #20 -------------------------------------------------------------------------- ________________ હવા, પાણી ને કપડાં સારામાં સારું જીવન ગાળવું હોય તો પહેલાં તો આપણે વિચાર કરવો જોઈએ કે સૌથી વધારે અગત્યની વસ્તુ જીવવા માટે કઈ છે ? એ છે હવા. એના ઉપર કોઈનો કાબૂ નથી. સરકારનો કાબૂ પણ નહીં ચાલે. દરિયાકાંઠે સારામાં સારી હવા હોય છે. એવી હલકી હવા હોય છે જેથી ફેફ્સાં પણ સારાં થઈ જાય. આથી એવી જગ્યાએ લોકો આરોગ્યભવન બનાવે છે. બીજું જોઈએ પાણી. જ્યાં ખાડો ખોદો ત્યાં પાણી. એ ભગવાનની ક્ષિસ છે. એના ઉપર કોઈનો કાબૂ નથી. ભગવાનનો કાબૂ છે. એનો ઉપકાર માનવો જોઈએ કે, એણે આવી સરસ હવા ને પાણી આપ્યાં. સૂકોપાકો રોટલો મળે તો હિન્દુસ્તાનના ગામડાના લોકોને બહુ સંતોષ છે. એ સારી વાત છે. જે લોકો માછલાં ખાનાર છે એને માટે તો દરિયામાં ઢગલો પડેલાં છે. પછી બાકી રહે છે પહેરવાનાં કપડાં. તો એને માટે આપણે હાથ ચલાવવો જોઈએ. ૩૮ સ્વર્ગ અને નરક તમને હવા મફત મળે, પાણી મફત મળે; તો અનાજ અને કપડું પેદા કરી લો. જરૂરિયાત કરતાં વધારે વસ્તુ વાપરવી એ સારું નથી. હું જોઉં છું કે તમારી સ્ત્રીઓ ઓછામાં ઓછું કપડું વાપરે છે. એ બહુ સારી વાત છે. ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ગામમાં ચીંથરાં નહીં પડેલાં હોવાં જોઈએ. ઢોરના પોદળા ગમે ત્યાં પડેલા ન હોવા જોઈએ. ગોજું ન હોવું જોઈએ. પરદેશી પાસે મોટામાં મોટી વસ્તુ શીખવાની હોય તો તે સ્વચ્છતા છે. એક મહિનામાં મેં શાંતિ ભોગવી. અહીં લોકો ઉદ્યમી છે. ખુલ્લે બારણે સૂઈ રહેવાય છે. ચોરી નથી. આટલા બધા ભલા સજ્જન લોકો છે, તો થોડુંક વધારે સ્વચ્છ રહેતાં શીખી લો, તમારી જરૂરિયાતની વસ્તુ પેદા કરતાં શીખી લો. માણસ પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરક બનાવી શકે છે. ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ નવો રાજા ચૂંટી કાઢો ! રાજ કોટની પ્રજાને પણ આજે હું ખુલ્લી રીતે કહી રહ્યો છું કે તમારી માગણીઓ સાચી છે અને તે મેળવવાનો તમને અધિકાર છે. તેમનો રાજા એ તો રમવાનું રમકડું છે. તે પણ આજે તો હઠ લઈને બેઠો છે કે મારે ગોરો દીવાન નથી જોઈતો. છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં કોઈનું રાજ્ય નથી, રાજાએ દીવાનને કાઢી મૂક્યો છે અને દીવાન જતો નથી, કારણ કે તે ગોરો છે. પ્રજાને પણ હવે કોનું માનવું તેની સમજણ પડતી નથી. દીવાન રાજાને કહે છે કે હું નહીં જાઉં તો તમે શું કરવાના છો? આમ જો રાજાને રમકડું બનાવી દીધો હોય, દીવાનને કાઢવાની સત્તા ન હોય તો રાજા શું કામનો ? આથી હું હવે રાજકોટની પ્રજાને સંદેશો આપવાનો છું અને દસ દિવસની નોટિસ આપી કહેવાનો છું કે જો તમારે ત્યાં કોઈની સત્તા ન હોય તો તમારામાંથી કોઈ નવો રાજા ચૂંટી કાઢો. 0 | સંપ કરો આજથી દસ વર્ષ પર રાસ તથા બારડોલીના લોકોને પણ એ જ કહેતો હતો કે તમે ડરશો નહીં. તમારામાં જો સંપ હશે તો તમારી જમીનો તો બારણાં ઠોકતી પાછી આવવાની છે; છતાં તેમાં પણ કેટલાક સીધા ન રહ્યા. જો સીધા રહ્યા હોત તો દસ મહિનામાં જ જમીનો તેમને પાછી મળી હોત. આજે એ જ જમીન બારણું ઠોકતી તેમની પાસે આવીને કહે છે કે જમીન લઈ લો. આવા વચમાં આવનારા બીજા દેશોમાં હોય તો તો લોકોએ ક્યારનાયે ગોળી ભેગા કરી નાખ્યા હોત. હજી સુધી મોટે ભાગે રાજદ્રોહ કરનારા કોઈએ સ્વાર્થ માટે રાજદ્રોહ નથી કર્યો. સ્વાર્થ ખાતર રાજદ્રોહ કરનારાઓએ નરકના ખાડા પૂર્યા છે. તમે યાદ રાખજો કે જો પ્રજામાં સંપ હશે તો લીધેલી મિલકત પાછી આપ્યા વિના રાજ્યનો છૂટકો નથી. - ૪૧ ] Page #22 -------------------------------------------------------------------------- ________________ આકરા કર પુરાણકાળમાં ભાટચારણો હતા, પણ આજે તે નથી. આજના જમાનામાં તેમની જગ્યા કેટલાંક છાપાંએ લીધી છે. દાખલા તરીકે વડોદરાના સયાજ્ઞવનયે છાપ્યું કે માણસા રાજ્ય પાસે વડોદરા પ્રમાણે વિઘોટી પદ્ધતિ સરકારે દાખલ કરાવી. આ વાતથી લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે. આનો અર્થ એ નથી કે વડોદરામાં જમીનમહેસૂલ વધારે નથી, આ તો જેની પાસે હક્ક ન હોય, સત્તા ન હોય અને ગમે તેમ પૈસા ઉઘરાવી ખાતો હોય એવા એક રજવાડાને વડોદરાનો દાખલો આપી વિઘોટી દર કબૂલ કરાવવામાં તે રજવાડાની પ્રજા ખુશી હોય અને મેં તેમ કરાવ્યું હોય તો તેમાં વડોદરા રાજ્યની તારીફ નથી. હું તો કહું છું કે બ્રિટિશ કરતાં આપણે ત્યાં મહેસૂલ વધારે છે. આજે તો બ્રિટિશ હિન્દના ખેડૂતોની પણ માગણી છે કે પચાસ ટકા ઘટાડો. વડોદરા રાજ્ય તો એનો ધડો લેવાનો છે. - ૪૨ - પ્રજાનો વિશ્વાસ | આજે કેટલાંક રાજ્યો પોતાની સલામતી માટે એવાં ભડકી ગયાં છે કે તેમણે ઇમારતો અમેરિકા અને ઇંગ્લેડ જેવા યુરોપના દેશમાં રાખેલી છે. પણ છેલ્લા નાસભાગના વખતમાં તેમની તે મિલકતો પણ ચાલી ગઈ છે. તેમણે સમજવું જોઈએ કે તેમની સલામતી નાસભાગ કરવામાં નથી પણ પ્રજાના પ્રેમ અને વિશ્વાસમાં રહેલી છે અને તે માટે ખરો ઉપાય પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવાનો છે. હવે પ્રજાને ફાવે તેમ રાજ્ય ચલાવવાની ભૂખ જાગી છે. તમે બધા અહીંથી નિશ્ચય કરીને જજો કે પ્રજામંડળની માગણીનો આપણે સ્વીકાર કરાવવાનો છે, અમલ કરાવવાનો છે. મહારાજા અને આપણી વચ્ચેનો સંબંધ હતો તેવો રહે એવી તમે પ્રાર્થના કરજો. રાજ્યની સલામતી તો પ્રજાના વિશ્વાસ પર છે. ન ૪૩ - Page #23 -------------------------------------------------------------------------- ________________ પોક પાડો | રાજધર્મ | રાજકોટમાં ધારાસભા હતી. એ ધારાસભામાં મજૂરપક્ષ હતો. રાજકોટનો ઠાકોર અને એ વખતનો બાળક ત્યારે એ મજૂરપક્ષ વચ્ચે બેસવા માગતો હતો. આવા સોના જેવા છોકરાને તેની આસપાસ ફરી વળેલી કેટલીક વ્યક્તિઓએ અવળી કેળવણી આપીને કાળા કથીર જેવો બનાવી મૂક્યો છે, અને તેની અવદશા કરી છે. રાજ કુટુંબમાં જન્મ્યા એટલે રાજા એમ માનવું નહીં. વાતાવરણ સારું હોય, સાચું શિક્ષણ મળ્યું હોય, અને રાજધર્મ શીખવવામાં આવ્યો હોય તો ‘રાજા'. પણ રાજકોટનો ઠાકોર તો પ્રજાનું મોં જ જોતો નથી. પ્રજાએ જ્યારે આટલો પોકાર પાડ્યો કે “ઠાકોરનાં તો દર્શન જ નથી થતાં” ત્યારે વળી હમણાં હમણાં તે પ્રજાને જોતાં શીખ્યો છે. આજના રાજા ગાદીએ બેઠા ત્યારે રાજની સિલકે અડતાલીસ લાખ રૂપિયા હતા; અને હમણાં રાજ્યમાં પરિષદ ભરાઈ તે વખતે આઠ હજાર રૂપિયા જ રહ્યા છે ! વીસ લાખની તો જમીનો પણ વેચી નાખી છે ! આજનો રાજા એ તો બિલકુલ નિર્દોષ હતો. આજે તો એને પૈસા અને બાટલી જોઈએ છે. એના પોતાના લોકોએ જ એના ભૂંડા હાલ કર્યા છે. પરિષદના મંત્રી શ્રી ઢેબરભાઈએ પાંચ લેખ નમૂનમાં લખ્યા હતા અને મોકલ્યા હતા અને મને કહ્યું કે રસ્તો બતાવો. મેં તેમને કહ્યું કે હવે લેખ લખે દહાડો નહીં વળે. મેં પૂછવું, તમે પ્રજાની નાડી પરીક્ષા કરી છે ? બાકી હું કોઈ એજન્સીને અરજી કરવામાં માનતો નથી. આજે બધા રાજાઓ માને છે કે આપણે સાર્વભૌમ સત્તાને મળીએ તો કાંઈ થશે. આજે તે બધા તે સત્તાની સામે જોઈને બેઠા છે કે હવે શું કરવું. કરવાનું શું હોય ? પોક પાડો. - ૪૪ - Page #24 -------------------------------------------------------------------------- ________________ ન પ્રજાની સાર્વભૌમ સત્તા - ખરી સાર્વભૌમ સત્તા એ કાંઈ ઉપરની સરકાર નથી, પણ ખરી સાર્વભૌમ સત્તા એ તો તમારી પ્રજા છે. તમે બીજી આશા રાખતા હો તો તમારો બધો હિસાબ ખોટો પડવાનો છે. હમણાં મુંબઈમાં કેટલાક ભેગા મળ્યા અને સાર્વભૌમ સત્તાને વચ્ચે પડવા જણાવ્યું. પણ એ સત્તા રાજકોટમાં શું કરવાની હતી ? શું રાજ કોટમાં લશ્કર ઉતારવાની છે ? કોઈ પરણાવનાર ગોરે કોઈનું ઘર ચલાવી આપ્યાનું જાણ્યું છે ? એ તો લગ્ન કરાવી આપે. રેસિડેન્ટ હોય તે તો ગાદીએ બેસાડીને માથે મુગટ મૂકી આપે, પણ રાજ શી રીતે ચલાવી આપે ! રાજ કોટને તો તેના કારભારી પણ વફાદાર નથી મળ્યા. આજે તો ગાદીઓની તળેનું પડ બધું ઊધઈથી ખવાઈ ગયું છે. આશીર્વાદ આપો ! હું રાજ કોટ આવવાનો છું એમ જાણતાં ‘ભાઈશાબ, તમે એમને રાજ કોટ ના આવવા દેતા' એવા કાગળો અને તારો ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ મને પૂછયું કે આ બધું શું છે ? ત્યારે મેં કહ્યું કે, મેં તો રાજકોટની પ્રજાને વચન આપ્યું છે ને શ્રી ઢેબરભાઈ તો પરિષદના સેક્રેટરી છે અને કાઠિયાવાડ પ્રજા પરિષદના સુકાન માટે મને મોકલનાર પણ તમે જ હતા. મારા સેક્રેટરી પર પ્રહાર થાય એ તો મારા પર પ્રહાર થયા બરાબર છે. તેમાં તો મારી ઇજ્જત અને આબરૂ પર હાથ નંખાયા જેવું છે અને તે હું બરદાસ્ત કરવા તૈયાર નથી. મને ગાંધીજીએ કહ્યું કે તું ત્યાં જ ઈશ અને તને મનાઈહુકમ મળશે તો શું કરશે ? મેં કહ્યું કે, રાજકોટની જેલમાં મને પચાવવા જેટલી જગ્યા જ નથી અને જો પચાવે તો તો તેથી રાજ કોટનું અને કાઠિયાવાડનું કોકડું ઊકલી જવાનું છે. મને તો તમે આશીર્વાદ આપો એટલે બસ છે. ન ૪૭ ] Page #25 -------------------------------------------------------------------------- ________________ અંધેરના સાક્ષી નહીં પ્રજાને પણ હું એ જ કહેતો હતો કે દીવાન કોને નીમવો એ સત્તા આપણે મેળવવાની વાત છે. એ વસ્તુ તો અનાદિ કાળથી ચાલતી આવેલી વસ્તુ છે કે રાજાને જો રાજ્ય કરતાં ન આવડતું હોય તો તેને પદભ્રષ્ટ કરવો. પછી પણ મેં એ જ વાત કહી હતી. જ્યારે નવા દીવાન આવ્યા અને તે બધી ગધ્ધામસ્તી ચલાવતા હતા ત્યારે ભાદરણમાંથી મેં કહ્યું હતું કે પ્રજાએ હવે પોતાનો રાજા ચૂંટી લેવો પડશે. જ્યારે એ વાત કહી ત્યારે રાજ્યમાં એક કમિટી નિમાઈ. કોંગ્રેસનો તો ઠરાવ છે કે તે રાજાઓ સાથે મિત્રાચારીનો સંબંધ રાખવા ઇચ્છે છે. પણ જો રાજ્યમાં અંધેર ચલાવવું હોય તો કોંગ્રેસ એ ટગર ટગર જોઈ રહેવા માટે સાક્ષી બનવાની નથી, કારણ બ્રિટિશ હિન્દ્રની પ્રજા અને રાજસ્થાનોની પ્રજા એ એક અને અવિભાજ્ય છે. - ૪૮ ] સજીવન કરીશું | આજે ટાઉસમાં એક ડહાપણભર્યો લેખ આવ્યો છે. તે લખે છે કે, આ તો કેવળ મિથ્યા લડત છે અને પૈસાની બરબાદી થાય છે. આજે એકાએક ટામીને દયા છૂટી આવી છે. સાત વર્ષ જ્યારે અંધેર કારભારથી પ્રજા કચડાઈ રહી હતી ત્યારે કાંઈ ન સૂઝવું, પણ હવે જ્યારે નાક દબાયું ત્યારે તેની એ બધી ડહાપણભરી સલાહ શરૂ થઈ. અત્યારે શી એવી ગરજ આવી છે કે દયા ખાવા નીકળી પડ્યા છો ? રૂપિયા પાચસોના દીવાનને બદલે રૂપિયા પચીસસોનો દીવાન બોલાવાયો ત્યારે કેમ કાંઈ ના લખાયું ? આખા મુંબઈ ઇલાકાનું તંત્ર ચલાવવા રૂપિયા પાચસોનો પ્રધાન છે અને ખાબોચિયા જેટલા રાજકોટનું તંત્ર ચલાવવા રૂપિયા પચીસસોના પગારથી બોતેર વર્ષના બુઢાને બોલાવવામાં આવે છે ત્યારે કેમ કાંઈ બોલાતું નથી ? અમારે એવા ઘરડા બળદને ગાડી નથી આપવી. અમારે તો હાલના અંધેર રાજ્યકારભારનો ભુક્કો કરી નાખવો છે અને તેની ફરી રચના કરી તેને સજીવન કરવું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ કાજળનો ચાંલ્લો આ લડત એ તો રાજાના દિલનું પરિવર્તન કરવાની છે, અને એ ત્યારે થશે કે જ્યારે ચુનંદા માણસો આહુતિ આપવા તૈયાર થશે. રાજકોટનું બાલવૃદ્ધ દરેક પ્રજાજન આજે સમજી ગયું છે કે આ રાજ્યમાં રૈયત થઈને રહેવું તેના કરતાં મરવું એ વધારે સારું છે. રાજકોટનો અવાજ તો આજે હિન્દુસ્તાનની પેલી પાર પહોંચવા માંડચો છે. કોઈ દીવાનની તાકાત નથી કે તે પ્રજાની મરજી વિરુદ્ધ કાંઈ કરી શકે. આ વખતે સમાધાની પણ કોણ કરે ? હું કોઈને પણ ચાંલ્લો કરવા જેવો જોતો નથી. મારે તો આ રાજાને કંકુનો ચાંલ્લો કરવો છે, પણ તેને કાજળનો જોઈતો હોય ત્યાં હું શું કરી શકું ? હું તો તેને ઇજ્જત આપવા આવ્યો છું. બાકી બહારના એ તો બહારના જ રહેવાના છે. ૧૯૧૭ની સાલથી આજ સુધીની બધી લડતોમાં મને અમલદારો બહારનો જ કહેતા હતા. પણ એ બધાય ચાલી ગયા અને આ પણ એ પ્રમાણે ચાલી જવાના છે. ૫૦ સાચો ગૃહસ્થ અહીં તો એવા માણસો મારી નજરે મેં જોયા છે કે જે ફેરિયાનો ધંધો કરતા અને અતલસગજિયાણી, કિનખાબ તથા લોખંડનો ગજ લઈને ઘેર ઘેર ગામડે ગામડે ફરતા, તે આજે કરોડપતિ બની ગયા છે. તેઓ ડિગ્રી વગરના હતા. તેમણે દુનિયાની ડિગ્રી લીધી હતી; પરિશ્રમ ઉઠાવ્યો હતો. કુદરતે દરેક માણસમાં ચેતનનો છાંટો નાખેલો હોય છે. તેનો વિકાસ કરે તો માણસ પ્રગતિ સાધી શકે છે. સાચો ગૃહસ્થ તે કહેવાય જે એક વિષયમાં પૂરેપૂરું જ્ઞાન મેળવે. દરેક વિદ્યાર્થીએ પણ કોઈ એક વિષયમાં પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. બાકીના વિષયમાં અપૂર્ણ હોય તો ચાલે. પણ બધા વિષયમાં અપૂર્ણ રહે તો તે આ દુનિયામાં ન ચાલે. ૫૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતો માણસ બને | હું ખેડૂત છું, ખેડૂતોનાં દુઃખ દૂર કરવા રાતદિવસ મથું છું. પણ હું ખેડૂતોને અનીતિનો પાઠ નથી શીખવતો. જે રાજ્ય ખેડૂતને દેવામાંથી મુક્ત કરવા માગે તેણે મહેસૂલ ઘટાડવું જોઈએ ને ખેડૂતથી ઝીલી શકાય એટલું જ રાખવું જોઈએ. તે રાજ્ય ખેડૂતને શરાબ નહીં પાય. શરાબથી ખેડૂતનું એટલું પતન થાય છે કે તેની આવકનો મોટો ભાગ તે એમાં નાખે છે. એમાં રાજ્યની શોભા નથી. હું ઇચ્છું છું કે ખેડૂત દેવામાંથી મુક્ત થાય, પણ વધારે તો એ ઇચ્છું છું કે ખેડૂત ખેડૂત બને, માણસ બને, જાનવરની દશામાંથી | મુક્ત થાય. ખેડૂતો પર શાહુકારના દેવાના ઢગ ખડકાયા છે. ઘણા શાહુકારોએ નીતિન્યાય છોડી ન કરવા જેવા કામો કર્યા છે... શાહુકારની જગા રાજ્ય લેવી જોઈએ. જે વ્યાજે બીજા પાસે ધિરાવવાની ઇચ્છા રાખે એ વ્યાજે તેણે ખેડૂતને નાણાં ધીરવાં જોઈએ. ખેડૂતને દેવામાંથી મુક્ત કરવો એ રાજ્યનો ધર્મ છે. એમાં વિરોધ ન કરવો એ શાહુકારોનો ધર્મ છે. - પર | પ્રજાનો ધર્મ | હવે પ્રજાના ધર્મ વિષે પણ બે શબ્દો કહું. પ્રજા રાજ્યની જ ભૂલો જોયા કરે તેથી કંઈ નહીં વળે. તેણે પોતાનો ધર્મ પણ પાળવો જોઈએ. રાજપીપળામાં ભણેલા હોય તેમણે રાજ્ય છોડીને ન ભાગતાં અહીં રહી પ્રજાની સેવા કરવી જોઈએ. બધા જ હોદા શોધે તો પ્રજાની સેવાનું કામ કોણ કરે ? આજે લોકોના ઉદ્યમ તૂટી ગયા છે, હજારો બેકાર છે. આ રાજ્યમાં આટલો બધો કપાસ પાકે છે ને બહાર ચાલ્યો જાય છે. એમાંથી લોકો કપડું ન બનાવે ને પરદેશથી કાપડ આવે તો તમારી બેકારી કેમ ભાંગે ? ગ્રામઉદ્યોગો સજીવન કરવા માટે મહાસભા જેવા પ્રયત્નો કરે છે તેવા લોકસભા અને રાજ્ય કરવા જોઈએ. ખેડૂતો દેવામાંથી મુક્ત થશે પણ તેમને પોષણ પૂરતું નહીં | મળતું હોય તો તેમને પાછું દેવું થયા વિના રહેવાનું નથી. ખેડૂતને ખેતી ઉપરાંત બીજા પુરવણી ધંધાની આવક નહીં હોય તો એનું પોષણ થવાનું નથી. [ ૫૩ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ ન નવજુવાનોને - નવજુવાનો અહીં સારી સંખ્યામાં હાજર છે. પ્રજાની સેવાની તેમને હોંશ છે. પણ તે એકલા તમાશા જોવા ન આવે. ભાષણ કરતાં શીખવા ન આવે. સેવાને ખાતર સેવા કરતાં શીખવાની ધગશ હોવી જોઈએ. સેવાધર્મ કઠણ છે, કાંટાની પથારી પર સૂવા જેવા છે. સત્તામાં જેટલો મોહ છે, પડવાનાં જોખમો છે તેટલાં લેવાની સત્તામાં પણ પડેલાં છે. થોડો ત્યાગ કરનારને હિન્દુસ્તાનમાં લોકો પૂજે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિન્દુ અને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી ને ધોળું કુડતું પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો. થોડું ભાષણ કરતાં આવડે, છાપાંમાં લખતાં આવડે એટલે નેતા થાય એવો ખ્યાલ જો નવજુવાનોમાં હોય તો તે ભૂલભરેલો છે. પગથિયે પગથિયે ચડવું જોઈએ. સત્યાગ્રહની ટેક પ્રતિજ્ઞાનો આ દેશમાં અનાદિ કાળથી મહિમા છે. વચન માટે જ રામચંદ્રજી રાજપાટ છોડી નીકળેલા. છીતાભાઈ (બારડોલી સત્યાગ્રહ વખતે ગામ છોડી ગાયકવાડી હદમાં વસનાર) પાસે રાજપાટ ન હતું, પણ ખેડૂતને જમીન છોડવી રાજપાટ છોડવા કરતાં વધારે કઠણ પડે છે. આ બે ભારે પ્રતિજ્ઞાનું પાલન થયું છે એ માટે ઈશ્વરનો આભાર જેટલો માનીએ તેટલો ઓછો છે. એ ટેક પાળવામાં છીતાભાઈની ભક્તિ અને શ્રદ્ધા કામ લાગ્યાં હતાં. મહાસભા પાસે કોડીની પણ મદદ લેવાની એણે ના પાડી અને તમારા ગામમાં આવીને એમણે તમારા હૃદય ઉપર સામ્રાજ્ય મેળવ્યું. આવા માણસ જ્યાં વસે ત્યાં ભગવાનનો વાસ છે. આવું કડક પ્રતિજ્ઞાપાલન કરનારા માણસો આપણને સ્વરાજ અપાવવાના છે. એવાની તપશ્ચર્યાથી આપણી શક્તિ વધેલી છે. સ્વરાજનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે રાષ્ટ્રપતિનો રથ હાંકનાર અને સાત સાત વર્ષનાં બહારવટાં લેનાર છીતા પટેલનું નામ સોનેરી અક્ષરે લખાશે. - ૫૪ ] Page #29 -------------------------------------------------------------------------- ________________ ન યુનિવર્સિટીનો પાક - યુનિવર્સિટીનો કબજો લેવો એ કાંઈ મોટી વસ્તુ નથી. જેઓ દેશી રાજ્ય તથા બ્રિટિશ હિન્દ્રની પ્રજા. માટે સ્વાતંત્ર ઇચ્છે છે તેને એ મોટી વાત નથી. છતાં આપણે કીડીને વેગે બધું ચલાવીએ એ ન ચાલે. જો આપણે ઘોડાવેગે ચલાવવું હોય તો ચારિત્ર્યવાળા માણસો જોઈએ. યુનિવર્સિટીના કેટલાકને જ્યારે અરજીઓ કરતા જોઉં છું ત્યારે મને જણાય છે કે, તેમનામાં તેજ નથી, દિલમાં હિંમત અને સાહસ નથી. એના અભાવથી મને ઘણું દુઃખ થાય છે. યુનિવર્સિટીનો પાક આટલો સડેલો કેમ છે ? તેનામાં તેજ કેમ નથી ? સ્વરાજ ભોગવવાનો તેનામાં ઉત્સાહ કેમ નથી ? જે અભણ માણસોમાં તેજ જોઉં છું તે પણ તેમનામાં કેમ નથી દેખાતું ? જો દિલમાં સાહસ અને કુશળતા હોય તો આ વસ્તુ મુશ્કેલ નથી. કેટલાક કહે છે કે તમે નવા માણસ કેમ નથી લેતા ? પણ હું તો મારા સાથીઓને રોજનો રોજ કહ્યાં કરું છું કે માણસો લાવો. ન કાયરતાનો કટ્ટર શત્રુ } જો માણસો ખુની માણસોને સંઘરતા હોય, આશ્રય આપતા હોય અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી ક્યાં સુધી રાખી શકાય, તે આપણે વિચારી લેવાનું છે. સાપના દરમાં ક્યાં સુધી માથું મૂકવું એનું જોખમ વિચારી લેવું જોઈએ. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. રાજ્યની અને સત્તાવાળાઓની એવી ઇચ્છા હોય છે કે આવા પ્રસંગો ભુલાઈ જાય તો સારું. પણ આમ ભીનું સંકેલી મેળ બાંધવા જતાં ભવિષ્યમાં વધારે મોટું ગાબડું પડવાનો સંભવ છે. એટલે ગુનેગારોને પકડી કાવતરું કરનાર તત્ત્વોને શોધી કાઢવાં જોઈએ. આવી આફતોને કાયમને માટે મિટાવવી તેમાં રાજ્યનું હિત છે. રાજ્ય પોતાનો ધર્મ બજાવે કે ન બજાવે પણ આપણે તો આપણું કર્તવ્ય બજાવવા તૈયાર રહેવાનું છે. આપણે સમજપૂર્વક કામ કરવાનું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઊંચ-નીચ નહીં ખાવા રોટલો જોઈએ એ આપણે પેદા કરીએ છીએ, શહેરના માણસો નથી પેદા કરતા. પણ આપણે આપણી બેવકૂફીથી ખાવા પામતા નથી. તમે કહો છો કે આ ગામમાં સો રેંટિયા ચાલે છે. કેટલા રેંટિયા ચાલે છે એ પ્રશ્ન નથી. પણ તે આ ગામને કપડું પૂરું પાડે છે ? આપણે ચાર વસ્તુની જરૂર છે : હવા, પાણી, રોટલો ને કપડું. બે વસ્તુ ભગવાને મફત આપી છે. અને રોટલો ઘરમાં ઘડાય છે તેમ કપડું આપણા ઘરમાં બનવું જોઈએ. આપણા ગામની અંદર ઉઘો ભાંગી ગયા છે એ પાછા સજીવન કરવા જોઈએ. એની સાથે નાનાભાઈ અક્ષરજ્ઞાન આપે, અને એમ ઈશ્વરનું જ્ઞાન મળે. માણસમાં એક ચિનગારી પડી છે. એને જગતનું જ્ઞાન અને જગતના સરજનહારનું જ્ઞાન થવું જોઈએ. એનું જ્ઞાન થાય તો એક માણસ ઊંચો અને એક નીચો નહીં લાગે. પ શિક્ષક માલિક જે શિક્ષણ તમને અહીં આપવામાં આવે છે તેમાં ઓતપ્રોત થઈ જાઓ તો તમારામાં ક્રાંતિ થવી જોઈએ. ગામડામાં જ્યાં ગંદકી, મેલ, ભય, ખટપટ છે ત્યાં જઈને એ બધામાં ક્રાંતિ કરો એ આશા છે. વધયોજના એ ખાલી ચરખો ચલાવવો એ નથી. એક કાળ હતો જ્યારે ગામડે ગામડે નિરક્ષર બાઈઓ તે ચલાવતી. ચરખાની પાછળ માનસિક ક્રાંતિ કરવાની છે. એ નહીં થાય તો આ બધું ભુલાઈ જશે. વહેમી માણસ વહેમથી માળા ફેરવ્યા કરે પણ એમાંથી ફળ ન મળે એવું થાય. પરદેશી સરકારે પોતાનું રાજ્ય શાંતિથી ચાલે એ માટે શિક્ષકને ગૌણ સ્થાન આપ્યું અને કૉન્સ્ટેબલને ગામનો માલિક બનાવ્યો. પહેલાં શિક્ષક એ ગામના હૃદયનો માલિક હતો. ગામના કજિયા પતાવતો. વહેમીનો વહેમ દૂર કરતો. બેકાર માણસને માર્ગ બતાવતો. બાળકને જ્ઞાન આપતો. એ માન જતું રહ્યું અને કૉન્સ્ટેબલને માન મળ્યું અને શિક્ષકને ગૌણ સ્થાન મળ્યું. પક Page #31 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યત્વની ભાવના શિક્ષકોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં રાખવું જોઈએ. ઘણા શિક્ષકો અડધી બીડી પીને અડધું ઠૂંઠું | કાનમાં ખોસે છે. વ્યસન એ ધનિકોના પાખંડ છે. દુર્બળ માણસોનાં લક્ષણ છે. જેને માટલાં ઘડવાનાં નથી પણ માણસ ઘડવાનાં છે અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. જો બહાદુર શિક્ષક હોય તો ગામડામાં ચોરી લૂંટ ન થાય. આજે ગામડામાં એટલી ખટપટ હોય છે. કે ઘણી વાર ગામનાં માણસો લૂંટ કરાવે છે. શિક્ષકો એમાં બેપરવા હોય છે. બહાદુર શિક્ષક હોય તો લૂંટ કરાવનારને પણ પકડીને આપશે. આજે નવી રચના થાય છે, એ કેળવણીની જ રચના થાય છે એમ નથી. આખા રાષ્ટ્રની નવી રચના થઈ રહી છે. બાળકો હાથપગ ચલાવતા નથી તેથી એ ભણી રહે છે ત્યારે એનાથી કંઈ થતું નથી. બાળકમાં બચપણથી મનુષ્યત્વની ભાવના જાગ્રત થાય એમ થવું જોઈએ. સ્વયંસેવકોને કોઈ પણ સંજોગોમાં તમારા દિલમાં ભય ન પ્રવેશવો જોઈએ. જ્યારે માણસ ભયભીત દશામાં આવી જાય છે ત્યારે એ માણસ મટી પશુની દશામાં આવી જાય છે. તેથી સ્વયંસેવકનો પ્રથમ ગુણ નીડરતાનો છે. બીજો ગુણ હુકમ ઉઠાવતાં આવડવું એ છે. જે માણસ સીધો જ નેતા બની જાય છે એ કોઈ ને કોઈ દિવસ ગબડી જાય છે. એથી તમે જુઓ કે ઇંગ્લંડના મોટા મોટા રાજ કુટું બના અને રાજ ગાદીએ બેસનાર પ્રથમ વહાણ ઉપર કે ખાણોમાં કામ કરી તાલીમ લે છે. આપણામાં એવી માન્યતા પેઠી છે કે મહેનતનું, શ્રમનું કામ કરવું એમાં ખાનદાની નથી. એ એક | પ્રકારનો ચાળો આપણા લોકોમાં પેઠો છે. એ નથી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, નથી પશ્ચિમની. પોતાની અંગત સેવા કોઈની પાસે ન કરાવવી જોઈએ. સ્વયંસેવકે પોતાના હાથપગ ચાલે ત્યાં સુધી બીજા પાસે સેવા ન લેવી જોઈએ. [ ૬૦ . Page #32 -------------------------------------------------------------------------- ________________ શરીરની શક્તિ સ્વયંસેવક અને સ્વયંસેવિકાએ પોતાનું શરીર મજબૂત બનાવવું જોઈએ. જે પોતે શરીરે મજબૂત નથી એ બીજાની સેવા નથી કરી શકતા. સરકાર તો બંદૂકની તાલીમ આપે છે અને જ્યાં મોકલે ત્યાં જીવને જોખમે જવું પડે છે. હુકમ ન ઉઠાવે તો એને સજા થાય છે. તે પણ એ દેશની ખાતર નહીં પણ પેટને ખાતર કરે છે. જ્યારે તમે તો સૌ સમજપૂર્વક રાષ્ટ્રને ખાતર કરો છો તો તે માટે વધુ તૈયારી કરવી જોઈએ. તાલીમનો અર્થ એ જ ચે કે આકરામાં આકરા હુકમ અપમાન લાગે તોપણ ઉઠાવી શકે અને પછી વિનયથી પોતાને જે કહેવું હોય તે કહે. કવાયત ઉપયોગી વસ્તુ છે. જે માણસના બે પગ સીધા નથી પડતા એ શું સેવા કરવાના ? પણ એની પાછળ જે શિક્ષણ છે તે સમજો તો જીવનનું ભાથું છે. કર કલંક ધોયે જ છૂટકો મુંબઈ ધનિકોનું નગર કહેવાય છે. જ્યાં થોડાક ધનિકો તંદુરસ્તીને વાંધો આવવા દીધા વગર દારૂ પી શકવાનો દાવો કરતા હોય પણ હજારો ગરીબ મજૂરો દારૂની લતમાં પડી ખુવાર થતા હોય, તેમનાં બાળબચ્ચાં ને સ્ત્રીઓની બરબાદી થતી હોય ત્યાં એવી ધનની નગરીનું શું ભૂષણ ? સાચું ધન આજે જ તમે મુંબઈની ગરીબ, તવંગર, આખી આલમે પહેલવહેલી વાર સંગ્રહ કર્યું છે. આટલા દિવસ આપણામાંના સુખી લોકોએ કદીયે નહોતું વિચાર્યું કે આપણાં બાળકો ક્યાંથી ભણે છે. વિદેશી સરકાર રૈયતના કરનો પૈસો બીજે વેડફી રૈયતને દારૂ પાઈ તેની આવક કરતી અને વધાર્યે જતી હતી, અને આપણા ગરીબ વર્ગોની એ આર્થિક અને નૈતિક પાયમાલી પર આપણી કેળવણી ચાલતી.... ૧૯૨૦ની સાલથી આપણે સમજ્યા હતા કે આ કલંક ધોયે જ છૂટકો છે. ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિશ્વયુદ્ધ વખતે | લડાઈ બે શક્તિઓ વચ્ચે ચાલે છે. એક શક્તિનું જર્મનીમાંથી પ્રતિબિંબ પડે છે, એ નાઝિઝમ, અને બીજી શક્તિ ફ્રાન્સ અને બ્રિટન, એ ઇમ્પીરિયલિઝમ. એ બે શક્તિ વચ્ચે લડાઈ છે. એમાં હિન્દુસ્તાનને એને પૂછ્યા વગર સંડોવ્યું છે. હિન્દુસ્તાન સ્વતંત્ર હોત તો કદાચ અમેરિકાની જેમ નિર્ણય કરત. હિન્દુસ્તાન ઉપરની સલ્તનતે જાહેર કર્યું છે કે હિન્દુસ્તાન લડાઈમાં સામેલ છે. જર્મન રાજ્ય અથવા એ પ્રકારની શક્તિની દુનિયા ઉપર જમાવટ થાય એ ઇચ્છનીય નથી. બ્રિટિશ શાહીવાદ અને જર્મન નાઝિઝમ એ બેમાંથી હિન્દુસ્તાનને કંઈ પસંદગી કરવા જેવું નથી. આ બે શક્તિ લડતી હોય એમાં પોતાના સામ્રાજ્યની સત્તા મજબૂત કરી હિન્દુસ્તાનની ગુલામી કાયમ કરવાની હોય તો એમાં સાથ આપવામાં સાર નથી. ન તો ફોડી લો | જર્મનીની જીત થશે તો કોઈ શાંતિથી દુનિયામાં નહીં રહી શકે એમ કહે છે. પણ હિન્દુસ્તાનને કાયમને માટે ગુલામ રાખવું હોય તો એ બે શક્તિ લડી લે એ જ સારું છે. પછી હિન્દુસ્તાનને પણ પોતાની સ્વતંત્રતા માટે લડવાપણું નહીં રહે, અમે પૂછીએ છીએ કે દરેક દેશને પોતાનો આત્મનિર્ણય, પોતાનું બંધારણ કરવાનો અધિકાર રહેશે કે એમાં દખલ કરશો, તો એનો સીધો જવાબ નથી આપતા. અત્યારે ગાળા ચાવે છે. આશા રાખેલી સીધા જવાબની; પણ એ તો કહે છે કે તમારે ત્યાં કેટલા પક્ષ છે ? હિન્દુ, મુસલમાન, પારસી, હરિજન અને એ બધા એક થાય તોય અમારા અંગ્રેજ છે. અમે એ બધાના વાલી છીએ. તમે બધાના વાલી હો તો ફોડી લો. 1 કપ ] Page #34 -------------------------------------------------------------------------- ________________ આપણા દાક્તરો દાક્તરી લાઇન લેવામાં એક સામાન્ય આકર્ષણ રહે છે કે અહીં આ મિશનરીઓ છે તો હું કેમ દાક્તર થઈને સેવા ન કરું ? પણ લોભ ગૂંગળાવી નાખે છે અને કુટુંબનો ભાર દબાવી દે છે. આપણી પાસે સત્તા હોય તો એવો કાયદો કરવો જોઈએ કે દાક્તર થવા બહાર ન જવા દેવા. કરોડો રૂપિયા એમાં પરદેશ જાય છે. દાક્તરોએ ભેળા થઈ આ વિચારી લેવું જોઈએ. પોતે પોતાનું મંડળ કરી આપણા દેશમાં જ દાક્તરી વિદ્યાના મોટા મોટા પ્રયોગો કરવા જોઈએ. યુરોપમાં જે દાક્તરો છે એમાં મોટો ભાગ શોખની ખાતર દાક્તરી કરે છે, ધન કમાવાની ખાતર નહીં. એક મિત્રે મને વાત કરી કે પોતાને મટાડ્યું ત્યારે તેણે દાક્તરને પાંચસો પાઉન્ડનો ચેક આપ્યો. પણ દાક્તરે સો રાખી બાકી પાછા આપ્યા. આપણો ધર્મ જો રાજા સારી રીતે રાજ કરતો હોય, તે પ્રજાનો વાલી હોય, પ્રજાનો તે સાચો સેવક હોય તો આપણે કંઈ બોલવાપણું ન રહે. પણ ગમે તેવા સારા રાજા છતાં એ રાજ્યમાં ન રહે, વરસમાં છ મહિના તો પરદેશ જ રહેતા હોય ને પ્રજાના હજારો રૂપિયા પરદેશ ખરચાતા હોય, પરદેશમાં મિલકત વસાવાતી હોય અને છ મહિના દેશમાં આવે ત્યારેયે ત્રણ મહિના તો દિલ્હી, સિમલામાં જાય ને બાકીના ત્રણ મહિના રાજ્યમાં રહે, ત્યારે મહેલમાં બેઠા બેઠા આ ભીલ લોકોને હુકમ મળે કે રાજા શિકાર કરવાનો છે, હોકાટો કરવા તૈયાર રહેજો, ને જો વાઘ વચ્ચે આવે અને પ્રાણઘાતક હુમલો કરે તોયે વાઘને રાજા સિવાય કોઈ મારી ન શકે, તો આપણો ધર્મ છે કે આપણે રાજાને રાજધર્મ શીખવવો જોઈએ. ન શીખવીએ તો પ્રજાધર્મ ભૂલીએ અને રાજદ્રોહી બનીએ. આપણે કોઈની ખુશામત કરવી નથી. ક Page #35 -------------------------------------------------------------------------- ________________ - હું તો સિપાઈ છું ! જે નેતા બન્યો તેને નીચે પડવાનો ડર રહે છે. પણ હું તો સિપાઈ છું. આપણા દેશમાં એક નેતા છે. એનો હું સિપાઈ છું. એની સેવા કરું છું. એનો હુકમ ઉઠાવવાની બને તેટલી કોશિશ કરું છું. તોપબંદૂકથી મરવું સહેલું છે. પણ આપણે કંઈ ભૂલ તો નથી કરતા, કોઈનું બુરું તો નથી ઇચ્છતા, એ રોજ વિચારતા રહેવું, સાવધ રહેવું એ મુશ્કેલ નકશો એક રંગનો | લાલપીળા રંગો છે તેને બદલે હિન્દુસ્તાનનો નકશો એક રંગનો બનાવવો છે. અને એક હિન્દુસ્તાન થશે તો જ સ્વરાજ મળવાનું છે. તેથી રાજાઓએ પોતાનું સ્થાન સમજી લેવું જોઈએ. મારી તો રાજાઓને એક જ અપીલ છે, વિનંતી છે કે તમે આ પ્રજાને કોચવવાનું કામ છોડી દો ને દુનિયામાં હાંસી કરાવવાનું છોડી દો. પરદેશ તમારે જવું હોય તો મહાજનની રજા લઈને જાવ. તમારે એ માટે કેટલા પૈસા જોઈએ છે ? સાથે કોણ કોણ આવવાના છે ? એ બધી વસ્તુ પ્રજાએ જાણવી જોઈએ. હા, રાજા પોતાની તબિયત ઠીક ન હોય, માંદગી હોય તો ભલે ચિકિત્સા કરાવવા જાય. પણ આ તો એક ફંદ છે કે દર વરસે પરદેશ જવું. હું સાંભળું છું કે જે ગાદીએ નથી બેસવાના તે કુંવરને માટે ત્રીસથી ચાળીસ લાખનો મોટો મહેલ બંધાય છે. એ મહેલ સાચવશે કોણ ? તેને હજાર બારીબારણાં છે. તેને વાળવા ઝૂડવા કેટલા માણસો જોઈશે અને તે ક્યાંથી લાવશે ? તે બધો ભાર રાજપીપળાની પ્રજા માથે ? -[ ૧૮ ] માનપત્રમાં લખ્યું છે કે મેં ખેડૂતોની સેવા કરી. પણ ખેડૂત હોઈને ખેડૂતની સેવા કરી તેમાં શી મોટી વાત ? ખેડૂતોને મેં એક જ પાઠ શીખવ્યો કે આપણે જગતના અન્નદાતા છીએ. આપણે કોઈથી ડરવાનું ન હોય. ડર રાખો તો એક ઈશ્વરનો રાખો. ઈશ્વર આગળ સૌને જવાબ આપવો પડશે. પણ સાચો પરસેવો પાડીને મહેનત કરનાર ખેડૂતને શો જવાબ આપવાનો છે ? Page #36 -------------------------------------------------------------------------- ________________ આપણી સભ્યતા મરવું સહેલું છે પણ બોજો ઉપાડવો કઠણ છે. આપણા નેતાઓનાં જીવન જુઓ. મહાત્મા ગાંધી જવાહરલાલજી, રાજેન્દ્રબાબુ કેટલી કાબેલિયતથી કામ કરે છે. એનો વિચાર કરવો જોઈએ. આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. માટી થોડી ઘરડી થાય છે; પણ અંદરની ચિનગારી તે જ રહેવી જોઈએ. ગાંધીજીનું શરીર કમજોર છે પણ તેઓ દુનિયાભરમાં સૌથી વધારે તાકાતવાળા છે. આપણે ઉંમરનો નહીં પણ કામનો વિચાર કરવો જોઈએ. મજૂરોનો, શ્રમજીવીઓનો જમાનો છે. તેમનો ઉદય થઈ રહ્યો છે. રશિયામાં ધનિકોને ખતમ કર્યા. ગાંધીવાદમાં અને એમાં એટલો જ ફરક છે કે એક પ્રેમથી કામ લે છે, બીજો તલવારથી લે છે. દુનિયામાં સૌથી મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી સલાહ આપે છે કે તલવારનો રસ્તો જાનવરનો છે, મનુષ્યનો નથી. તેઓ કહે છે કે કોઈને મારવો પીટવો નહીં. કોઈ મારે તો શાંતિથી સહન કરી લેવું. આ હિન્દુસ્તાનની સભ્યતા છે, સંસ્કૃતિ છે. -[ ૩૦ ] ખાદીની ફિલસુફી | શું દુનિયામાં આપણે જ એટલા નિર્માલ્ય છીએ કે આપણા દેશની મુક્તિ માટે ભોગ આપવા નથી ઇચ્છતા, જ્યારે બીજા દેશો પારકા મુલકને માટે પણ લડે છે ? કેટલાક કહે છે કે ગાંધીજી તો રેંટિયાની વાત કરે છે. તો એ તો કંઈ નવાઈની વાત નથી કરતા. આવ્યા | ત્યારના કહે છે. વીસ વરસથી વાવટાની પૂજા કરી એમાં શાનું ચિત્ર છે ? તોપ બંદૂકનું કે તલવારનું છે ? એમાં રેંટિયો રાખ્યો છે, એ ન જોયું ? ગાંધીજી આવ્યા તે પહેલાં તો છત્રીસ જાતની પાઘડીઓ હતી. એમણે સફેદ ખાદીની ટોપી દાખલ કરી. પ્રધાનમંડળો થયાં ત્યારે એ અને એની પાછળનો યુનિફૉર્મ ન જોયો ? જેમ બંદૂક ધારણ કરનાર સિપાઈ પોતાના પોશાક પાછળની ફિલસૂફી ઓળખે છે, તેમ સત્યાગ્રહીએ પણ પોતાની ખાદી પાછળની ફિલસૂફી સમજવી જોઈએ. ખાદી પહેરવાની સાથે રેંટિયો કાંત્યા વિના એ નહીં સમજાય. ૧ ૩૧ ] Page #37 -------------------------------------------------------------------------- ________________ | ગુજરાતને ઓળખાવ્યો | બીજી મારી તમને સલાહ છે. ગુજરાતમાં આપણે આ યુગમાં ઘણાં વરસ ગાંધીજીનો ઉપદેશ સાંભળ્યો. ગાંધીજી એ ગુજરાતને દુનિયામાં ઓળખાવ્યો. આખી દુનિયાને હલાવે એવી દાંડીકૂચ કરી. એક લંગોટીવાળો માણસ સાબરમતીથી નીકળી સુરતને કિનારે મીઠું બનાવવા નીકળ્યો. ત્યાં મીઠું બનાવવા દીધું હોત તો શું જતું રહેવાનું હતું ? પ્રથમ તો અમલદારો હસતા હતા કે મીઠું બનાવવા નીકળ્યા ! પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તો આખી સલ્તનતને ડોલાવી દીધી. દુનિયામાં બધા મુલક સ્વતંત્રતા સાચવવા કે મેળવવા તલવારથી લડાઈ કરે છે. હિન્દુસ્તાન તલવારથી લડવા નથી માગતું. એ તો દુનિયાનો ઇતિહાસ છે કે તલવારથી મેળવેલું તલવારથી જવાનું. સત્યથી મેળવેલું જતું નથી. ગાંધીજી કહે છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ જુદી છે. એણે સ્વતંત્રતા તલવારથી ન મેળવવી. | વિશ્વવંદનીય ગાંધીજી | ગાંધીજી બહુ દૂર જૂએ છે. અમારી નજર એટલે નથી પહોંચતી. અમે ગાંધીજીના ઉપર બોજારૂપ નથી થવા માગતા, અંતરાયરૂપ થવા નથી માગતા. એ ઊડવા માગે છે, એટલું ઊડવાની અમારામાં શક્તિ નથી. ગાંધીજી કહે છે એ એક રસ્તો છે. બીજો રસ્તો હથિયારથી મુકાબલો કરવાનો છે. પણ ત્રીજો રસ્તો આપઘાતનો છે. પુસ્તકો વાંચ્યા કરો એથી કંઈ નહીં વળે. તમારી પાસે નવજવાની છે, એનો ઉપયોગ કરવાનો પૂરો અવકાશ છે. વિશ્વપ્રેમની ભાવના સેવતા હોઈએ તો આપણે | ઇંગ્લંડને બિનશરતે મદદ કરવી જોઈએ એ સિદ્ધાંતની દૃષ્ટિએ સાચું છે. પણ એમ કરવા જાઉં તો મારે સાધુ થઈને બેસી જવું જોઈએ. હું તો એવો પ્રેમ | મારા કુટુંબમાં પણ પ્રેરી નથી શકતો. ગાંધીને છોડીને કોંગ્રેસમાં કોઈએ એટલો વિશ્વપ્રેમ કેળવ્યો નથી. તેતી જ એ વિશ્વવંદનીય છે. [ ૭૩ ] - ૩૨ - Page #38 -------------------------------------------------------------------------- ________________ ન જેલમાં યે રંગભેદ લડાઈનો હેતુ | આ એક અજબ જેવું છે કે દુનિયાના પાંચમા ભાગની વસ્તી ધરાવનાર દેશને આવા દારુણ યુદ્ધમાં વગર પૂછજે સંડોવ્યો. તમે કહો છો કે અમારા હેતુ શુદ્ધ છે. તમે ઉચ્ચ આદર્શો માટે, મહાન સિદ્ધાંતો માટે લડતા હો તો જણાવો ને ! અમે એ જ જાણવા માગીએ છીએ. પણ એનો સીધો જવાબ એમણે ન આપ્યો. અને બોલ્યા તેમાંથી આખરે એ નીકળ્યું કે યુરોપની નવી રચના ખાતર જર્મની અને અમે લડીએ છીએ. યુરોપ અને અમેરિકાને છોડી બાકીના દેશો ઉપર સફેદ રંગના લોકો કેવી રીતે કાબૂ રાખી શકે એની આ લડાઈ છે, એવી ગંધ એમાંથી નીકળે છે. અમારી લડાઈ તો તમારી સાથે ચાલતી હતી. હવે તમે પારકા દેશો સાથે લડો છો તો અમારો તો છૂટો છેડો કરો. આ હિન્દુસ્તાનમાં આટલું સરખું પોર્ટુગલનું રાજ્ય છે, એને શું કરવા બંદર જોઈએ ? ફ્રાન્સને પણ બંદર છે. ગોરા લોકોએ અંદર અંદર સંતલસ કરી પોતપોતાનો વેપાર હિન્દુસ્તાન પર જમાવ્યો છે. અંગ્રેજોની ભાવના આજે કેવી છે એ જુઓ. બરમાના માજી પ્રધાન અને એની પત્નીને ગોળમેજીમાં લઈ ગયા. ત્યાં ફુલાવીને ફેરવ્યો ને આજે એને બે વરસની સખત સજા કરી છે. અહીં અહમદનગરમાં જર્મનોને પકડી રાખ્યા છે. એમને રમવા ટેનિસ જોઈએ. અને આપણા લોકોને પકડીને સખત સજા કરે છે ત્યારે કેવી રીતે રાખે છે ? એટલા રંગભેદ તો અહીં જોઈએ છીએ. Page #39 -------------------------------------------------------------------------- ________________ - ગાંધીજીનું મહાજન આ જમાનો એવો છે કે મંડળ બાંધ્યા વગર પ્રગતિ નથી કરી શકાતી. જૂથમાં રહીને પ્રગતિ કરી શકાય છે. એકબીજાનાં દુઃખો ન ભાંગી શકીએ તોય એકબીજાને મળી મન હળવું કરી શકીએ. અમદાવાદમાં મજૂર મહાજન છે, એના જેવું કોઈ જગાએ નથી. આપણા મુલકમાં તો પ્રથમ કારખાનું રણછોડભાઈ લાવ્યા. યુરોપમાં કારખાનાંના માલિકો મજૂરોનું લોહી પીતા, એ પરથી ત્યાં મહાજન થયાં. આપણા મુલકમાં સંસ્કૃતિ જુદી હોવાથી માલિકો મજૂરને ચૂસે છતાં લગ્નપ્રસંગે, મરણપ્રસંગે એને ત્યાં જઈ બેસતા. પોતાને ત્યાં લગ્ન હોય તો મજૂરોને જમાડતા. ધીમે ધીમે પાશ્ચાત્ય એબ અહીંના માલિકોમાં પેસવા લાગી અને મજૂરોમાં પણ પેસવા માંડી. એટલે ગાંધીજીએ આપણી સંસ્કૃતિને અનુકુળ મહાજન સ્થાપ્યું. ગાંધીજીએ આ મહાજન કર્યું તેથી અમદાવાદને ઘણો લાભ થયો છે એ ડાહ્યા માણસો કબૂલ કરે ભિખારી ન બનાવશો બેત્રણ દિવસ ઉપર અમદાવાદમાં મારા મકાન પાસે એક માણસ આવ્યો હતો. એણે એક ઝલ્મો પહેર્યો હતો અને તેના ઉપર વેપારીઓ સામે | જાસો ચીતર્યો હતો. પોતાની સાથે એ બે ખેડૂતોને લઈ આવ્યો હતો. બે મહિના ઉપર એણે મને કાગળ લખ્યો હતો કે વેપારીઓ ખેડૂતોનાં દુઃખ તરફ નથી જોતાં એટલે તેમનાં દુઃખનિવારણ માટે અનશન લેવાનો છું. મેં માન્યું કે દુ:ખીને ખાતર જીવ આપવા કોઈ નીકળ્યો ખરો ! તેથી જ્યારે એ માણસ મારી પાસે આવ્યો ત્યારે મેં | પૂછ્યું કે કેમ આવ્યા છો ? તો કહે કે આ ખેડૂતોનાં દુ:ખ સંભળાવવા આવ્યો છું. મેં જવાબ આપ્યો કે હું તો માનતો હતો કે ખેડૂતોનાં દુ:ખ ૨ડવા તમે ક્યારના ઈશ્વરના દરબારે પહોંચ્યા હશો. પણ તમે તો ખેડૂતને જાસાચિઠ્ઠી મોકલતાં શીખવો છો, સ્વમાન છોડી ભિખારી બનાવો છો અને તમે તો મારા કરતાં વધુ તાજા દેખાઓ છો. [ ૭૩ ] - ૩ઃ | Page #40 -------------------------------------------------------------------------- ________________ { લીંબડીના હિજરતીઓને | રાજાનો આપણે ગુનો નથી કર્યો. ગુનો કર્યો હોત તો હું જ તમને સલાહ આપત કે માફી માગી પાછા જાઓ. પણ રાજ્ય ગુનો કર્યો છે. “તેરે મંગન બહોત તો મેરે ભૂપ બહોત', મારે રૈયત તરીકે રહેવું હશે તો રાજાઓની શી ખોટ, એમ સ્વમાની ચારણો કહેતા. તમારે લીંબડીને ભૂલી જવું જોઈએ અને ઠાકોરને લીંબડીનાં ખાલી મકાનો જોઈ ઉજાગરા થાય એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. લીંબડીનો એક પણ હિજરતી સાચો હશે તો એ આ કામ પાર ઉતારશે. તમે તો આટલા બધા છો. પણ તમારે તપશ્ચર્યા કરવાની તૈયારી રાખવી જોઈએ. એ રાજા છે એટલે તૈયતને જેટલા ઠોંસા મારે તે સહન કરવા જોઈએ, એ વસ્તુનો હું ઇન્કાર કરું છું. પોતાના હક, સ્વમાન માટે જે ભોગવવું પડે તે ભોગવવું. જ્યાં જમીન મળે ત્યાં પડી રહેવું. - ૩૮] કયા ખેતરનું ખોડીબારું ?L કાઠિયાવાડમાં જ નહીં પણ અનેક દેશી રાજ્યોમાં રહેવું એ જોખમ ભરેલું ગણાયું છે, તેથી જ વર્ષોથી ત્યાંથી નાસેલા, ભાગેલા સાહસિક માણસો આજે જુદે જુદે સ્થળે કરોડપતિ બન્યા છે. કલકત્તા, મુંબઈના અને બીજાં સ્થળોના મારવાડીઓ જુઓ. કાઠિયાવાડીઓ તરફ નજર નાખો. આને માટે આપણામાં એટલું તેજ અને હિંમત હોવી જોઈએ કોઈ રાજ્યને વેપારી વગર ચાલવાનું નથી; પણ એ વેપારી સાચો હોવો જોઈએ. આજે ક્રાંતિનો યુગ છે. હિન્દુસ્તાનની બહાર નજર નાખીએ તો ખબર પડે કે નાટકના નહીં પણ સાચા રાજાઓ કે જે માટે બેઠેલા છે તેમને પોતાને ખબર નથી કે તે સવારે રાજા હશે કે નહીં. એક પછી એક રાજાઓને રાજપાટ ખોતા આપણે જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં એક પણ રાજા હશે કે કેમ તે જ પ્રશ્ન છે. મોટાં રાજ્ય હાથ નીચેનાં નાનાં રાજ્યોને ગળી જવાનાં છે; તો લીંબડી કયા ખેતરનું ખોડીબારું ? Page #41 -------------------------------------------------------------------------- ________________ બ્રિટનનો પ્રચાર | બ્રિટન કહે છે કે નાના નાના ભુલકોની સ્વતંત્રતા રક્ષવાની ખાતર અમે આ યુદ્ધ લઈ બેઠા છીએ; ત્યારે અમેરિકા અને જગતના બીજા દેશોમાં પુછાતું હતું કે હિન્દ્રની સ્વતંત્રતાનું શું ? હિન્દ એટલે ગાંધી અને હિન્દ એટલે કોંગ્રેસ, એ તો એ લોકો બરોબર સમજે છે. જગતભરના દેશોમાં જ્યારે આવો પ્રચાર થવા માંડ્યો ત્યારે આ લોકોએ જુદા જુ દા પેંતરા રચ્યા. હિન્દના પ્રતિનિધિઓને સલ્તનતના પ્રતિનિધિએ બોલાવ્યા ને કહ્યું, ‘અમે તો હિન્દને સ્વતંત્રતા આપી દેવા માંગીએ છીએ. હિન્દ એ તો અમારા ગળે બાઝેલું ઘંટીનું પડ છે. પણ શું કરીએ ? હિન્દ હજુ સ્વતંત્રતાને લાયચક નથી. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી હિન્દમાં ઠેરઠેર ખૂનામરકી, લૂંટફાટ, મારામારી વગેરે અંધાધૂંધીઓ ચાલ્યા કરે, કોઈ કોમ સલામત ન રહે, આમ ન થાય એ અમારી નૈતિક જવાબદારી છે.' આ જાતનો પ્રચાર તેમણે કરવા માંડ્યો છે તેવી રચના પણ કરવા માંડી. - 80 ]