________________
મનુષ્યત્વની ભાવના શિક્ષકોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં રાખવું જોઈએ. ઘણા શિક્ષકો અડધી બીડી પીને અડધું ઠૂંઠું | કાનમાં ખોસે છે. વ્યસન એ ધનિકોના પાખંડ છે. દુર્બળ માણસોનાં લક્ષણ છે. જેને માટલાં ઘડવાનાં નથી પણ માણસ ઘડવાનાં છે અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ.
જો બહાદુર શિક્ષક હોય તો ગામડામાં ચોરી લૂંટ ન થાય. આજે ગામડામાં એટલી ખટપટ હોય છે. કે ઘણી વાર ગામનાં માણસો લૂંટ કરાવે છે. શિક્ષકો એમાં બેપરવા હોય છે. બહાદુર શિક્ષક હોય તો લૂંટ કરાવનારને પણ પકડીને આપશે.
આજે નવી રચના થાય છે, એ કેળવણીની જ રચના થાય છે એમ નથી. આખા રાષ્ટ્રની નવી રચના થઈ રહી છે. બાળકો હાથપગ ચલાવતા નથી તેથી એ ભણી રહે છે ત્યારે એનાથી કંઈ થતું નથી. બાળકમાં બચપણથી મનુષ્યત્વની ભાવના જાગ્રત થાય એમ થવું જોઈએ.
સ્વયંસેવકોને કોઈ પણ સંજોગોમાં તમારા દિલમાં ભય ન પ્રવેશવો જોઈએ. જ્યારે માણસ ભયભીત દશામાં આવી જાય છે ત્યારે એ માણસ મટી પશુની દશામાં આવી જાય છે. તેથી સ્વયંસેવકનો પ્રથમ ગુણ નીડરતાનો છે. બીજો ગુણ હુકમ ઉઠાવતાં આવડવું એ છે. જે માણસ સીધો જ નેતા બની જાય છે એ કોઈ ને કોઈ દિવસ ગબડી જાય છે. એથી તમે જુઓ કે ઇંગ્લંડના મોટા મોટા રાજ કુટું બના અને રાજ ગાદીએ બેસનાર પ્રથમ વહાણ ઉપર કે ખાણોમાં કામ કરી તાલીમ લે છે.
આપણામાં એવી માન્યતા પેઠી છે કે મહેનતનું, શ્રમનું કામ કરવું એમાં ખાનદાની નથી. એ એક | પ્રકારનો ચાળો આપણા લોકોમાં પેઠો છે. એ નથી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, નથી પશ્ચિમની. પોતાની અંગત સેવા કોઈની પાસે ન કરાવવી જોઈએ. સ્વયંસેવકે પોતાના હાથપગ ચાલે ત્યાં સુધી બીજા પાસે સેવા ન લેવી જોઈએ.
[ ૬૦ .