________________
| રાજકોટની સ્થિતિ | | હિન્દમાં દેશી રાજ્યો અસંખ્ય છે અને એ રાજ્યોમાં અંધાધૂંધી ચાલી રહી છે. રાજકોટમાં ચાલતી અંધાધૂંધી ત્યાંની પ્રજા માટે અસહ્ય બની છે. રાજકોટમાં લાખાજીરાજ નામવંતા મહારાજા થઈ ગયા. રાજકોટના હાલના રાજવીને તો શું કહીએ ? દેવતાના દીકરા એ બધાય કોલસા ! રાજકોટના સદ્ગત લાખાજીરાજ તો છડેચોક ગાંધીજીને બોલાવતા, તેમને પોતાના સિંહાસને બેસાડતા, અને તેમને માનપત્ર આપતા. મને પણ એક વખત ત્યાં લઈ ગયા હતા. યુવકોએ પંડિત જવાહરલાલ નહેરુને રાજ કોટ બોલાવ્યા ત્યારે લાખાજીરાજે તેમનું સન્માન કર્યું હતું. બીજો કોઈ રાજા હોય તે તો જેલમાં પૂરે. ત્યારે તેમણે આવી વ્યક્તિઓને પોતાના મહેમાનો બનાવ્યા હતા. પરંતુ આજે તો રાજકોટમાં પ્રવર્તતી સ્થિતિ અંધેરી નગરી ને ગંડુ રાજા' જેવી છે, ને તેથી રાજકોટની પ્રજા ત્રાસી ગઈ છે.
- ૨૦ |
કાઠિયાવાડની કસોટી આખા કાઠિયાવાડની કસોટીનો સમય છે... કાઠિયાવાડની પ્રજાને તો આટલો જ સંદેશ આપી શકાય કે, અમે અને આખું હિન્દુસ્તાન તમારી પડખે છીએ, પરંતુ તમે તમારું ખમીર બતાવી આપો. રાજકોટની અને આસપાસનાં ગામડાંઓની પ્રજાને જાગ્રત કરી દો. તેને જણાવો કે અંધેરીનગરી ને ગબરગંડુ રાજાના કારભારના દિવસો ચાલી ગયા છે.
રાજાઓને બાજુએ બેસાડીને, તેમને સાલિયાણું આપીને આપણે રાજ્ય કરવું જોઈએ. | દીવાન નીમવાનો પ્રજાને અધિકાર છે. દીવાનનો | દીકરો, મિત્ર કે સગો દીવાન થઈ શકે એ વસ્તુ હવે ચાલે નહીં.
પ્રજાનો શો ધર્મ છે તે સમજવાનો વખત આવ્યો છે. કાઠિયાવાડ તેનું પાણી બતાવશે તો આખું હિન્દ તેની સાથે જ છે.
૨૧ ]