SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ { લીંબડીના હિજરતીઓને | રાજાનો આપણે ગુનો નથી કર્યો. ગુનો કર્યો હોત તો હું જ તમને સલાહ આપત કે માફી માગી પાછા જાઓ. પણ રાજ્ય ગુનો કર્યો છે. “તેરે મંગન બહોત તો મેરે ભૂપ બહોત', મારે રૈયત તરીકે રહેવું હશે તો રાજાઓની શી ખોટ, એમ સ્વમાની ચારણો કહેતા. તમારે લીંબડીને ભૂલી જવું જોઈએ અને ઠાકોરને લીંબડીનાં ખાલી મકાનો જોઈ ઉજાગરા થાય એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. લીંબડીનો એક પણ હિજરતી સાચો હશે તો એ આ કામ પાર ઉતારશે. તમે તો આટલા બધા છો. પણ તમારે તપશ્ચર્યા કરવાની તૈયારી રાખવી જોઈએ. એ રાજા છે એટલે તૈયતને જેટલા ઠોંસા મારે તે સહન કરવા જોઈએ, એ વસ્તુનો હું ઇન્કાર કરું છું. પોતાના હક, સ્વમાન માટે જે ભોગવવું પડે તે ભોગવવું. જ્યાં જમીન મળે ત્યાં પડી રહેવું. - ૩૮] કયા ખેતરનું ખોડીબારું ?L કાઠિયાવાડમાં જ નહીં પણ અનેક દેશી રાજ્યોમાં રહેવું એ જોખમ ભરેલું ગણાયું છે, તેથી જ વર્ષોથી ત્યાંથી નાસેલા, ભાગેલા સાહસિક માણસો આજે જુદે જુદે સ્થળે કરોડપતિ બન્યા છે. કલકત્તા, મુંબઈના અને બીજાં સ્થળોના મારવાડીઓ જુઓ. કાઠિયાવાડીઓ તરફ નજર નાખો. આને માટે આપણામાં એટલું તેજ અને હિંમત હોવી જોઈએ કોઈ રાજ્યને વેપારી વગર ચાલવાનું નથી; પણ એ વેપારી સાચો હોવો જોઈએ. આજે ક્રાંતિનો યુગ છે. હિન્દુસ્તાનની બહાર નજર નાખીએ તો ખબર પડે કે નાટકના નહીં પણ સાચા રાજાઓ કે જે માટે બેઠેલા છે તેમને પોતાને ખબર નથી કે તે સવારે રાજા હશે કે નહીં. એક પછી એક રાજાઓને રાજપાટ ખોતા આપણે જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં એક પણ રાજા હશે કે કેમ તે જ પ્રશ્ન છે. મોટાં રાજ્ય હાથ નીચેનાં નાનાં રાજ્યોને ગળી જવાનાં છે; તો લીંબડી કયા ખેતરનું ખોડીબારું ?
SR No.034296
Book TitleSardarni Vani Part 03
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
Publication Year2001
Total Pages41
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy