________________
• અનુક્રમ • ૫૪. ઊંચ-નીચ નહીં ૫૫. શિક્ષક માલિક ૫૬. વિશ્વયુદ્ધ વખતે ૫૭. તો ફોડી લો ૫૮. આપણા દાક્તરો ૫૯. આપણો ધર્મ ૬૦. નકશો એક રંગનો ૬૧. હું તો સિપાઈ છું કર. આપણી સભ્યતા ૬૩. ખાદીની ફિલસૂફી ૬૪. ગુજરાતને ઓળખાવ્યો ૬૫. વિશ્વવંદનીય ગાંધીજી ઉક. લડાઈનો હેતુ ૬૭. જેલમાં રંગભેદ ૬૮. ગાંધીજીનું મહાજન ફ૯ ભિખારી ન બનાવશો. ૭૦. લીંબડીના હિજરતીઓને ૭૧. કયા ખેતરનું ખોડીબારું ? ૩૨. બ્રિટનનો પ્રચાર
- સ્ત્રીઓની શક્તિ | સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો ઉકેલ થઈ જશે, એ માન્યતા બરોબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે; તેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ મળશે.
સ્ત્રીને પોતામાં આત્મવિશ્વાસ આવે, એ પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાથી થયા નથી, થવાના નથી.
દુનિયામાં કોઈ જગ્યાએ નથી એટલી સ્ત્રીઓને ધારાસભામાં બેસવાનો અધિકાર આપણા દેશમાં મળ્યો છે. પણ એ તો ખોખું છે. નાટકના રાજા સાફા પહેરીને બેસે એવું છે. બ્રિટિશ પાર્લમેન્ટમાં ચારસો-પાંચસો સભાસદોમાં સ્ત્રીઓની જેટલી સંખ્યા છે તેના કરતાં મુંબઈ ધારાસભામાં વધારે છે.
દસ-પંદર વરસમાં સ્ત્રીઓમાં જે જાગૃતિ આવી છે તેનો યશ મહાત્મા ગાંધીને ઘટે છે.