________________
આકરા કર પુરાણકાળમાં ભાટચારણો હતા, પણ આજે તે નથી. આજના જમાનામાં તેમની જગ્યા કેટલાંક છાપાંએ લીધી છે. દાખલા તરીકે વડોદરાના સયાજ્ઞવનયે છાપ્યું કે માણસા રાજ્ય પાસે વડોદરા પ્રમાણે વિઘોટી પદ્ધતિ સરકારે દાખલ કરાવી. આ વાતથી લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે. આનો અર્થ એ નથી કે વડોદરામાં જમીનમહેસૂલ વધારે નથી, આ તો જેની પાસે હક્ક ન હોય, સત્તા ન હોય અને ગમે તેમ પૈસા ઉઘરાવી ખાતો હોય એવા એક રજવાડાને વડોદરાનો દાખલો આપી વિઘોટી દર કબૂલ કરાવવામાં તે રજવાડાની પ્રજા ખુશી હોય અને મેં તેમ કરાવ્યું હોય તો તેમાં વડોદરા રાજ્યની તારીફ નથી. હું તો કહું છું કે બ્રિટિશ કરતાં આપણે ત્યાં મહેસૂલ વધારે છે. આજે તો બ્રિટિશ હિન્દના ખેડૂતોની પણ માગણી છે કે પચાસ ટકા ઘટાડો. વડોદરા રાજ્ય તો એનો ધડો લેવાનો છે.
- ૪૨ -
પ્રજાનો વિશ્વાસ | આજે કેટલાંક રાજ્યો પોતાની સલામતી માટે એવાં ભડકી ગયાં છે કે તેમણે ઇમારતો અમેરિકા અને ઇંગ્લેડ જેવા યુરોપના દેશમાં રાખેલી છે. પણ છેલ્લા નાસભાગના વખતમાં તેમની તે મિલકતો પણ ચાલી ગઈ છે. તેમણે સમજવું જોઈએ કે તેમની સલામતી નાસભાગ કરવામાં નથી પણ પ્રજાના પ્રેમ અને વિશ્વાસમાં રહેલી છે અને તે માટે ખરો ઉપાય પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવાનો છે. હવે પ્રજાને ફાવે તેમ રાજ્ય ચલાવવાની ભૂખ જાગી છે. તમે બધા અહીંથી નિશ્ચય કરીને જજો કે પ્રજામંડળની માગણીનો આપણે સ્વીકાર કરાવવાનો છે, અમલ કરાવવાનો છે. મહારાજા અને આપણી વચ્ચેનો સંબંધ હતો તેવો રહે એવી તમે પ્રાર્થના કરજો. રાજ્યની સલામતી તો પ્રજાના વિશ્વાસ પર છે.
ન ૪૩ -