________________
- અહિંસક સંગઠન જગતનો અન્નદાતા ખેડૂત છે. એ ન પેદા કરતો હોય તો આપણે શહેરમાં રહેનાર ભૂખે મરીએ. જે જગતનું શોષણ કરે છે એ કાયર લેખાય છે. એની શક્તિનું એને ભાન કરાવવું જોઈએ. એ જ પ્રમાણે મજૂરોને પણ સ્વાશ્રયનો પાઠ શીખવવો જોઈએ.
કારખાનાંના મજૂરો ભલે ટ્રેડ યુનિયનમાં દાખલ થાય, પણ એના ધ્યેયમાં, સાધનમાં કોઈને શંકા ન પડવી જોઈએ.
શુદ્ધ અને શાંતિમય’ – એ માટે પોતાના મનમાં પાઠાફેર રાખવામાં આવે તે બરાબર નથી.
કોઈ વખતે કોઈ મજૂર વીફર્યા તો કારખાનાના મેનેજર, માલિકને મારી શકે, પણ એમાંથી એને જે વેઠવું પડે છે એનો તો જેને અનુભવ થયો હોય તે જાણે છે. અહિંસક સંગઠનમાં આપણી ખરી શક્તિ રહી છે.
૧૨ -
પાટીદારોને તમને ખબર છે કે હું જાતજાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું. એટલે કોમી માણસ તરીકે તમે મારું સ્વાગત કરી શકો એમ નથી. મુલકનાં બંધન તોડવાની ખાતર જ્ઞાતિનાં બંધનની બહાર નીકળવું જોઈએ....
તમે બધા નાનામોટા રોજગારમાં પડ્યા છો. નોકરી પસંદ નથી કરી એ સારી વાત છે. કારણ | હિન્દુસ્તાનમાં કહેવત છે કે, ઉત્તમ ખેતી, મધ્યમ | વેપાર, કનિષ્ઠ નોકરી. મોટા મોટા અમલદાર પણ આખરે નોકર છે.
તમે નોકરનું પદ ન સ્વીકાર્યું અને નોકરીનો મોહ છોડી નાનામોટા વેપારમાં પડ્યા છો એમાં | કંઈ ગુમાવ્યું નથી.
કનિષ્ઠ મનાતી નોકરીને હિન્દુસ્તાનમાં આજે ઉત્તમ માની છે, જ્યારે ખેતી ઉત્તમ છે તેને અધમ માનવામાં આવે છે. કારણ કે ખેડૂત અજ્ઞાન દશા ભોગવે છે. સૌ એના તરફ તિરસ્કારથી જુએ છે.
ન ૧૩ -