________________
ન
જેલમાં યે રંગભેદ
લડાઈનો હેતુ | આ એક અજબ જેવું છે કે દુનિયાના પાંચમા ભાગની વસ્તી ધરાવનાર દેશને આવા દારુણ યુદ્ધમાં વગર પૂછજે સંડોવ્યો.
તમે કહો છો કે અમારા હેતુ શુદ્ધ છે. તમે ઉચ્ચ આદર્શો માટે, મહાન સિદ્ધાંતો માટે લડતા હો તો જણાવો ને ! અમે એ જ જાણવા માગીએ છીએ. પણ એનો સીધો જવાબ એમણે ન આપ્યો. અને બોલ્યા તેમાંથી આખરે એ નીકળ્યું કે યુરોપની નવી રચના ખાતર જર્મની અને અમે લડીએ છીએ. યુરોપ અને અમેરિકાને છોડી બાકીના દેશો ઉપર સફેદ રંગના લોકો કેવી રીતે કાબૂ રાખી શકે એની આ લડાઈ છે, એવી ગંધ એમાંથી નીકળે છે.
અમારી લડાઈ તો તમારી સાથે ચાલતી હતી. હવે તમે પારકા દેશો સાથે લડો છો તો અમારો તો છૂટો છેડો કરો.
આ હિન્દુસ્તાનમાં આટલું સરખું પોર્ટુગલનું રાજ્ય છે, એને શું કરવા બંદર જોઈએ ? ફ્રાન્સને પણ બંદર છે.
ગોરા લોકોએ અંદર અંદર સંતલસ કરી પોતપોતાનો વેપાર હિન્દુસ્તાન પર જમાવ્યો છે.
અંગ્રેજોની ભાવના આજે કેવી છે એ જુઓ. બરમાના માજી પ્રધાન અને એની પત્નીને ગોળમેજીમાં લઈ ગયા. ત્યાં ફુલાવીને ફેરવ્યો ને આજે એને બે વરસની સખત સજા કરી છે.
અહીં અહમદનગરમાં જર્મનોને પકડી રાખ્યા છે. એમને રમવા ટેનિસ જોઈએ. અને આપણા લોકોને પકડીને સખત સજા કરે છે ત્યારે કેવી રીતે રાખે છે ?
એટલા રંગભેદ તો અહીં જોઈએ છીએ.