________________
આપણી સભ્યતા મરવું સહેલું છે પણ બોજો ઉપાડવો કઠણ છે. આપણા નેતાઓનાં જીવન જુઓ. મહાત્મા ગાંધી જવાહરલાલજી, રાજેન્દ્રબાબુ કેટલી કાબેલિયતથી કામ કરે છે. એનો વિચાર કરવો જોઈએ. આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. માટી થોડી ઘરડી થાય છે; પણ અંદરની ચિનગારી તે જ રહેવી જોઈએ. ગાંધીજીનું શરીર કમજોર છે પણ તેઓ દુનિયાભરમાં સૌથી વધારે તાકાતવાળા છે. આપણે ઉંમરનો નહીં પણ કામનો વિચાર કરવો જોઈએ. મજૂરોનો, શ્રમજીવીઓનો જમાનો છે. તેમનો ઉદય થઈ રહ્યો છે. રશિયામાં ધનિકોને ખતમ કર્યા. ગાંધીવાદમાં અને એમાં એટલો જ ફરક છે કે એક પ્રેમથી કામ લે છે, બીજો તલવારથી લે છે. દુનિયામાં સૌથી મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી સલાહ આપે છે કે તલવારનો રસ્તો જાનવરનો છે, મનુષ્યનો નથી. તેઓ કહે છે કે કોઈને મારવો પીટવો નહીં. કોઈ મારે તો શાંતિથી સહન કરી લેવું. આ હિન્દુસ્તાનની સભ્યતા છે, સંસ્કૃતિ છે.
-[ ૩૦ ]
ખાદીની ફિલસુફી | શું દુનિયામાં આપણે જ એટલા નિર્માલ્ય છીએ કે આપણા દેશની મુક્તિ માટે ભોગ આપવા નથી ઇચ્છતા, જ્યારે બીજા દેશો પારકા મુલકને માટે પણ લડે છે ?
કેટલાક કહે છે કે ગાંધીજી તો રેંટિયાની વાત કરે છે. તો એ તો કંઈ નવાઈની વાત નથી કરતા. આવ્યા | ત્યારના કહે છે. વીસ વરસથી વાવટાની પૂજા કરી એમાં શાનું ચિત્ર છે ? તોપ બંદૂકનું કે તલવારનું છે ? એમાં રેંટિયો રાખ્યો છે, એ ન જોયું ? ગાંધીજી આવ્યા તે પહેલાં તો છત્રીસ જાતની પાઘડીઓ હતી. એમણે સફેદ ખાદીની ટોપી દાખલ કરી. પ્રધાનમંડળો થયાં ત્યારે એ અને એની પાછળનો યુનિફૉર્મ ન જોયો ?
જેમ બંદૂક ધારણ કરનાર સિપાઈ પોતાના પોશાક પાછળની ફિલસૂફી ઓળખે છે, તેમ સત્યાગ્રહીએ પણ પોતાની ખાદી પાછળની ફિલસૂફી સમજવી જોઈએ. ખાદી પહેરવાની સાથે રેંટિયો કાંત્યા વિના એ નહીં સમજાય.
૧ ૩૧ ]