________________
- હું તો સિપાઈ છું ! જે નેતા બન્યો તેને નીચે પડવાનો ડર રહે છે. પણ હું તો સિપાઈ છું. આપણા દેશમાં એક નેતા છે. એનો હું સિપાઈ છું. એની સેવા કરું છું. એનો હુકમ ઉઠાવવાની બને તેટલી કોશિશ કરું છું.
તોપબંદૂકથી મરવું સહેલું છે. પણ આપણે કંઈ ભૂલ તો નથી કરતા, કોઈનું બુરું તો નથી ઇચ્છતા, એ રોજ વિચારતા રહેવું, સાવધ રહેવું એ મુશ્કેલ
નકશો એક રંગનો | લાલપીળા રંગો છે તેને બદલે હિન્દુસ્તાનનો નકશો એક રંગનો બનાવવો છે. અને એક હિન્દુસ્તાન થશે તો જ સ્વરાજ મળવાનું છે. તેથી રાજાઓએ પોતાનું સ્થાન સમજી લેવું જોઈએ. મારી તો રાજાઓને એક જ અપીલ છે, વિનંતી છે કે તમે આ પ્રજાને કોચવવાનું કામ છોડી દો ને દુનિયામાં હાંસી કરાવવાનું છોડી દો. પરદેશ તમારે જવું હોય તો મહાજનની રજા લઈને જાવ. તમારે એ માટે કેટલા પૈસા જોઈએ છે ? સાથે કોણ કોણ આવવાના છે ? એ બધી વસ્તુ પ્રજાએ જાણવી જોઈએ. હા, રાજા પોતાની તબિયત ઠીક ન હોય, માંદગી હોય તો ભલે ચિકિત્સા કરાવવા જાય. પણ આ તો એક ફંદ છે કે દર વરસે પરદેશ જવું. હું સાંભળું છું કે જે ગાદીએ નથી બેસવાના તે કુંવરને માટે ત્રીસથી ચાળીસ લાખનો મોટો મહેલ બંધાય છે. એ મહેલ સાચવશે કોણ ? તેને હજાર બારીબારણાં છે. તેને વાળવા ઝૂડવા કેટલા માણસો જોઈશે અને તે ક્યાંથી લાવશે ? તે બધો ભાર રાજપીપળાની પ્રજા માથે ?
-[ ૧૮ ]
માનપત્રમાં લખ્યું છે કે મેં ખેડૂતોની સેવા કરી. પણ ખેડૂત હોઈને ખેડૂતની સેવા કરી તેમાં શી મોટી વાત ? ખેડૂતોને મેં એક જ પાઠ શીખવ્યો કે આપણે જગતના અન્નદાતા છીએ. આપણે કોઈથી ડરવાનું ન હોય. ડર રાખો તો એક ઈશ્વરનો રાખો. ઈશ્વર આગળ સૌને જવાબ આપવો પડશે. પણ સાચો પરસેવો પાડીને મહેનત કરનાર ખેડૂતને શો જવાબ આપવાનો છે ?