________________
વિશ્વયુદ્ધ વખતે | લડાઈ બે શક્તિઓ વચ્ચે ચાલે છે. એક શક્તિનું જર્મનીમાંથી પ્રતિબિંબ પડે છે, એ નાઝિઝમ, અને બીજી શક્તિ ફ્રાન્સ અને બ્રિટન, એ ઇમ્પીરિયલિઝમ. એ બે શક્તિ વચ્ચે લડાઈ છે. એમાં હિન્દુસ્તાનને એને પૂછ્યા વગર સંડોવ્યું છે. હિન્દુસ્તાન સ્વતંત્ર હોત તો કદાચ અમેરિકાની જેમ નિર્ણય કરત. હિન્દુસ્તાન ઉપરની સલ્તનતે જાહેર કર્યું છે કે હિન્દુસ્તાન લડાઈમાં સામેલ છે.
જર્મન રાજ્ય અથવા એ પ્રકારની શક્તિની દુનિયા ઉપર જમાવટ થાય એ ઇચ્છનીય નથી.
બ્રિટિશ શાહીવાદ અને જર્મન નાઝિઝમ એ બેમાંથી હિન્દુસ્તાનને કંઈ પસંદગી કરવા જેવું નથી. આ બે શક્તિ લડતી હોય એમાં પોતાના સામ્રાજ્યની સત્તા મજબૂત કરી હિન્દુસ્તાનની ગુલામી કાયમ કરવાની હોય તો એમાં સાથ આપવામાં સાર નથી.
ન તો ફોડી લો | જર્મનીની જીત થશે તો કોઈ શાંતિથી દુનિયામાં નહીં રહી શકે એમ કહે છે. પણ હિન્દુસ્તાનને કાયમને માટે ગુલામ રાખવું હોય તો એ બે શક્તિ લડી લે એ જ સારું છે. પછી હિન્દુસ્તાનને પણ પોતાની સ્વતંત્રતા માટે લડવાપણું નહીં રહે, અમે પૂછીએ છીએ કે દરેક દેશને પોતાનો આત્મનિર્ણય, પોતાનું બંધારણ કરવાનો અધિકાર રહેશે કે એમાં દખલ કરશો, તો એનો સીધો જવાબ નથી આપતા.
અત્યારે ગાળા ચાવે છે. આશા રાખેલી સીધા જવાબની; પણ એ તો કહે છે કે તમારે ત્યાં કેટલા પક્ષ છે ?
હિન્દુ, મુસલમાન, પારસી, હરિજન અને એ બધા એક થાય તોય અમારા અંગ્રેજ છે. અમે એ બધાના વાલી છીએ. તમે બધાના વાલી હો તો ફોડી લો.
1 કપ ]