________________
શરીરની શક્તિ
સ્વયંસેવક અને સ્વયંસેવિકાએ પોતાનું શરીર મજબૂત બનાવવું જોઈએ. જે પોતે શરીરે મજબૂત નથી એ બીજાની સેવા નથી કરી શકતા.
સરકાર તો બંદૂકની તાલીમ આપે છે અને જ્યાં મોકલે ત્યાં જીવને જોખમે જવું પડે છે.
હુકમ ન ઉઠાવે તો એને સજા થાય છે. તે પણ એ દેશની ખાતર નહીં પણ પેટને ખાતર કરે છે. જ્યારે તમે તો સૌ સમજપૂર્વક રાષ્ટ્રને ખાતર કરો છો તો તે માટે વધુ તૈયારી કરવી જોઈએ.
તાલીમનો અર્થ એ જ ચે કે આકરામાં આકરા હુકમ અપમાન લાગે તોપણ ઉઠાવી શકે અને પછી વિનયથી પોતાને જે કહેવું હોય તે કહે.
કવાયત ઉપયોગી વસ્તુ છે. જે માણસના બે પગ સીધા નથી પડતા એ શું સેવા કરવાના ? પણ એની પાછળ જે શિક્ષણ છે તે સમજો તો જીવનનું ભાથું છે.
કર
કલંક ધોયે જ છૂટકો
મુંબઈ ધનિકોનું નગર કહેવાય છે. જ્યાં થોડાક ધનિકો તંદુરસ્તીને વાંધો આવવા દીધા વગર દારૂ પી શકવાનો દાવો કરતા હોય પણ હજારો ગરીબ મજૂરો દારૂની લતમાં પડી ખુવાર થતા હોય, તેમનાં બાળબચ્ચાં ને સ્ત્રીઓની બરબાદી થતી હોય ત્યાં એવી ધનની નગરીનું શું ભૂષણ ? સાચું ધન આજે જ તમે મુંબઈની ગરીબ, તવંગર, આખી આલમે પહેલવહેલી વાર સંગ્રહ કર્યું છે. આટલા દિવસ આપણામાંના સુખી લોકોએ કદીયે નહોતું વિચાર્યું કે આપણાં બાળકો ક્યાંથી ભણે છે. વિદેશી સરકાર રૈયતના કરનો પૈસો બીજે વેડફી રૈયતને દારૂ પાઈ તેની આવક કરતી અને વધાર્યે જતી હતી, અને આપણા ગરીબ વર્ગોની એ આર્થિક અને નૈતિક પાયમાલી પર આપણી કેળવણી ચાલતી....
૧૯૨૦ની સાલથી આપણે સમજ્યા હતા કે આ કલંક ધોયે જ છૂટકો છે.
૧૩