________________
પોક પાડો
|
રાજધર્મ | રાજકોટમાં ધારાસભા હતી. એ ધારાસભામાં મજૂરપક્ષ હતો. રાજકોટનો ઠાકોર અને એ વખતનો બાળક ત્યારે એ મજૂરપક્ષ વચ્ચે બેસવા માગતો હતો.
આવા સોના જેવા છોકરાને તેની આસપાસ ફરી વળેલી કેટલીક વ્યક્તિઓએ અવળી કેળવણી આપીને કાળા કથીર જેવો બનાવી મૂક્યો છે, અને તેની અવદશા કરી છે.
રાજ કુટુંબમાં જન્મ્યા એટલે રાજા એમ માનવું નહીં. વાતાવરણ સારું હોય, સાચું શિક્ષણ મળ્યું હોય, અને રાજધર્મ શીખવવામાં આવ્યો હોય તો ‘રાજા'. પણ રાજકોટનો ઠાકોર તો પ્રજાનું મોં જ જોતો નથી. પ્રજાએ જ્યારે આટલો પોકાર પાડ્યો કે “ઠાકોરનાં તો દર્શન જ નથી થતાં” ત્યારે વળી હમણાં હમણાં તે પ્રજાને જોતાં શીખ્યો છે.
આજના રાજા ગાદીએ બેઠા ત્યારે રાજની સિલકે અડતાલીસ લાખ રૂપિયા હતા; અને હમણાં રાજ્યમાં પરિષદ ભરાઈ તે વખતે આઠ હજાર રૂપિયા જ રહ્યા છે ! વીસ લાખની તો જમીનો પણ વેચી નાખી છે !
આજનો રાજા એ તો બિલકુલ નિર્દોષ હતો. આજે તો એને પૈસા અને બાટલી જોઈએ છે. એના પોતાના લોકોએ જ એના ભૂંડા હાલ કર્યા છે. પરિષદના મંત્રી શ્રી ઢેબરભાઈએ પાંચ લેખ નમૂનમાં લખ્યા હતા અને મોકલ્યા હતા અને મને કહ્યું કે રસ્તો બતાવો. મેં તેમને કહ્યું કે હવે લેખ લખે દહાડો નહીં વળે. મેં પૂછવું, તમે પ્રજાની નાડી પરીક્ષા કરી છે ? બાકી હું કોઈ એજન્સીને અરજી કરવામાં માનતો નથી. આજે બધા રાજાઓ માને છે કે આપણે સાર્વભૌમ સત્તાને મળીએ તો કાંઈ થશે. આજે તે બધા તે સત્તાની સામે જોઈને બેઠા છે કે હવે શું કરવું. કરવાનું શું હોય ? પોક પાડો.
-
૪૪
-