________________
અંધેરના સાક્ષી નહીં પ્રજાને પણ હું એ જ કહેતો હતો કે દીવાન કોને નીમવો એ સત્તા આપણે મેળવવાની વાત છે. એ વસ્તુ તો અનાદિ કાળથી ચાલતી આવેલી વસ્તુ છે કે રાજાને જો રાજ્ય કરતાં ન આવડતું હોય તો તેને પદભ્રષ્ટ કરવો. પછી પણ મેં એ જ વાત કહી હતી. જ્યારે નવા દીવાન આવ્યા અને તે બધી ગધ્ધામસ્તી ચલાવતા હતા ત્યારે ભાદરણમાંથી મેં કહ્યું હતું કે પ્રજાએ હવે પોતાનો રાજા ચૂંટી લેવો પડશે. જ્યારે એ વાત કહી ત્યારે રાજ્યમાં એક કમિટી નિમાઈ.
કોંગ્રેસનો તો ઠરાવ છે કે તે રાજાઓ સાથે મિત્રાચારીનો સંબંધ રાખવા ઇચ્છે છે. પણ જો રાજ્યમાં અંધેર ચલાવવું હોય તો કોંગ્રેસ એ ટગર ટગર જોઈ રહેવા માટે સાક્ષી બનવાની નથી, કારણ બ્રિટિશ હિન્દ્રની પ્રજા અને રાજસ્થાનોની પ્રજા એ એક અને અવિભાજ્ય છે.
- ૪૮ ]
સજીવન કરીશું | આજે ટાઉસમાં એક ડહાપણભર્યો લેખ આવ્યો છે. તે લખે છે કે, આ તો કેવળ મિથ્યા લડત છે અને પૈસાની બરબાદી થાય છે. આજે એકાએક ટામીને દયા છૂટી આવી છે. સાત વર્ષ જ્યારે અંધેર કારભારથી પ્રજા કચડાઈ રહી હતી ત્યારે કાંઈ ન સૂઝવું, પણ હવે જ્યારે નાક દબાયું ત્યારે તેની એ બધી ડહાપણભરી સલાહ શરૂ થઈ. અત્યારે શી એવી ગરજ આવી છે કે દયા ખાવા નીકળી પડ્યા છો ? રૂપિયા પાચસોના દીવાનને બદલે રૂપિયા પચીસસોનો દીવાન બોલાવાયો ત્યારે કેમ કાંઈ ના લખાયું ? આખા મુંબઈ ઇલાકાનું તંત્ર ચલાવવા રૂપિયા પાચસોનો પ્રધાન છે અને ખાબોચિયા જેટલા રાજકોટનું તંત્ર ચલાવવા રૂપિયા પચીસસોના પગારથી બોતેર વર્ષના બુઢાને બોલાવવામાં આવે છે ત્યારે કેમ કાંઈ બોલાતું નથી ? અમારે એવા ઘરડા બળદને ગાડી નથી આપવી. અમારે તો હાલના અંધેર રાજ્યકારભારનો ભુક્કો કરી નાખવો છે અને તેની ફરી રચના કરી તેને સજીવન કરવું છે.