________________
ખેડૂતો માણસ બને | હું ખેડૂત છું, ખેડૂતોનાં દુઃખ દૂર કરવા રાતદિવસ મથું છું. પણ હું ખેડૂતોને અનીતિનો પાઠ નથી શીખવતો. જે રાજ્ય ખેડૂતને દેવામાંથી મુક્ત કરવા માગે તેણે મહેસૂલ ઘટાડવું જોઈએ ને ખેડૂતથી ઝીલી શકાય એટલું જ રાખવું જોઈએ. તે રાજ્ય ખેડૂતને શરાબ નહીં પાય. શરાબથી ખેડૂતનું એટલું પતન થાય છે કે તેની આવકનો મોટો ભાગ તે એમાં નાખે છે. એમાં રાજ્યની શોભા નથી. હું ઇચ્છું છું કે ખેડૂત દેવામાંથી મુક્ત થાય, પણ વધારે તો એ ઇચ્છું છું કે
ખેડૂત ખેડૂત બને, માણસ બને, જાનવરની દશામાંથી | મુક્ત થાય. ખેડૂતો પર શાહુકારના દેવાના ઢગ ખડકાયા છે. ઘણા શાહુકારોએ નીતિન્યાય છોડી ન કરવા જેવા કામો કર્યા છે... શાહુકારની જગા રાજ્ય લેવી જોઈએ. જે વ્યાજે બીજા પાસે ધિરાવવાની ઇચ્છા રાખે એ વ્યાજે તેણે ખેડૂતને નાણાં ધીરવાં જોઈએ. ખેડૂતને દેવામાંથી મુક્ત કરવો એ રાજ્યનો ધર્મ છે. એમાં વિરોધ ન કરવો એ શાહુકારોનો ધર્મ છે.
- પર |
પ્રજાનો ધર્મ | હવે પ્રજાના ધર્મ વિષે પણ બે શબ્દો કહું. પ્રજા રાજ્યની જ ભૂલો જોયા કરે તેથી કંઈ નહીં વળે. તેણે પોતાનો ધર્મ પણ પાળવો જોઈએ. રાજપીપળામાં ભણેલા હોય તેમણે રાજ્ય છોડીને ન ભાગતાં અહીં રહી પ્રજાની સેવા કરવી જોઈએ. બધા જ હોદા શોધે તો પ્રજાની સેવાનું કામ કોણ કરે ? આજે લોકોના ઉદ્યમ તૂટી ગયા છે, હજારો બેકાર છે. આ રાજ્યમાં આટલો બધો કપાસ પાકે છે ને બહાર ચાલ્યો જાય છે. એમાંથી લોકો કપડું ન બનાવે ને પરદેશથી કાપડ આવે તો તમારી બેકારી કેમ ભાંગે ? ગ્રામઉદ્યોગો સજીવન કરવા માટે મહાસભા જેવા પ્રયત્નો કરે છે તેવા લોકસભા અને રાજ્ય કરવા જોઈએ. ખેડૂતો દેવામાંથી મુક્ત થશે પણ તેમને પોષણ પૂરતું નહીં | મળતું હોય તો તેમને પાછું દેવું થયા વિના રહેવાનું નથી. ખેડૂતને ખેતી ઉપરાંત બીજા પુરવણી ધંધાની આવક નહીં હોય તો એનું પોષણ થવાનું નથી.
[ ૫૩ ]