________________
નવો રાજા ચૂંટી કાઢો ! રાજ કોટની પ્રજાને પણ આજે હું ખુલ્લી રીતે કહી રહ્યો છું કે તમારી માગણીઓ સાચી છે અને તે મેળવવાનો તમને અધિકાર છે. તેમનો રાજા એ તો રમવાનું રમકડું છે. તે પણ આજે તો હઠ લઈને બેઠો છે કે મારે ગોરો દીવાન નથી જોઈતો.
છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં કોઈનું રાજ્ય નથી, રાજાએ દીવાનને કાઢી મૂક્યો છે અને દીવાન જતો નથી, કારણ કે તે ગોરો છે. પ્રજાને પણ હવે કોનું માનવું તેની સમજણ પડતી નથી. દીવાન રાજાને કહે છે કે હું નહીં જાઉં તો તમે શું કરવાના છો? આમ જો રાજાને રમકડું બનાવી દીધો હોય, દીવાનને કાઢવાની સત્તા ન હોય તો રાજા શું કામનો ? આથી હું હવે રાજકોટની પ્રજાને સંદેશો આપવાનો છું અને દસ દિવસની નોટિસ આપી કહેવાનો છું કે જો તમારે ત્યાં કોઈની સત્તા ન હોય તો તમારામાંથી કોઈ નવો રાજા ચૂંટી કાઢો.
0 |
સંપ કરો આજથી દસ વર્ષ પર રાસ તથા બારડોલીના લોકોને પણ એ જ કહેતો હતો કે તમે ડરશો નહીં. તમારામાં જો સંપ હશે તો તમારી જમીનો તો બારણાં ઠોકતી પાછી આવવાની છે; છતાં તેમાં પણ કેટલાક સીધા ન રહ્યા. જો સીધા રહ્યા હોત તો દસ મહિનામાં જ જમીનો તેમને પાછી મળી હોત. આજે એ જ જમીન બારણું ઠોકતી તેમની પાસે આવીને કહે છે કે જમીન લઈ લો.
આવા વચમાં આવનારા બીજા દેશોમાં હોય તો તો લોકોએ ક્યારનાયે ગોળી ભેગા કરી નાખ્યા હોત. હજી સુધી મોટે ભાગે રાજદ્રોહ કરનારા કોઈએ સ્વાર્થ માટે રાજદ્રોહ નથી કર્યો. સ્વાર્થ ખાતર રાજદ્રોહ કરનારાઓએ નરકના ખાડા પૂર્યા છે. તમે યાદ રાખજો કે જો પ્રજામાં સંપ હશે તો લીધેલી મિલકત પાછી આપ્યા વિના રાજ્યનો છૂટકો નથી.
- ૪૧ ]