________________
| વસમા વખતનો સામનો બનાવો તો ભયંકર પણ બનવાના હોય પણ એથી ડરવું ન જોઈએ. અત્યારે તો સમય એવો છે કે કૉંગ્રેસવાળાઓએ ગામેગામ ફરી ખોટી વાતો ફેલાવા ન દેવી. આપણે કોઈ જાતની ગભરામણ કરવાની નથી. આપણાં છાપરાં ઉપર કોઈ બોમ્બનો ખર્ચ કરે એમ નથી. આપણે ભાજીપાલા પર જીવી શકીએ એમ છીએ. સૂકો પાતળો રોટલો ખાઈ જીવી શકીએ એમ છીએ. દાણો સંઘરી રાખો. કોઈ ભૂખ્યો ન રહે. ભૂખમરો ઉદ્ધગ પેદા કરે છે. ભૂખ્યાને ઉધમ આપો અને રોટલો આપો. દરેક ગામ પોતાની ચોકીની વ્યવસ્થા કરે. ગામનું પંચ નીમી ગામના કજિયા એમાં પતાવવા જોઈએ. અત્યારે તમારું બધાનું કર્તવ્ય એ છે, મારે સંદેશો એ છે કે વસમો વખત આવવાનો છે, માટે ઊંચનીચના, કોમવર્ગના ભેદ ભૂલી જઈ સંગઠન પાકું કરો અને ચોકીની પૂરી તૈયારી કરો. અસાધારણ વખતમાં આપણે પોતે જ આપણા પોલીસ ચોકીદાર.
1. આનું નામ સ્વરાજય ! અમદાવાદમાં લાખો મજૂરો છે. અત્યારે તો રાતપાળી બંધ થઈ કારણ કોલસા મળતા નથી. હજુ તો ખોળ બાળે છે, લાકડાં બાળે છે. પણ તે પણ લાવવાનાં સાધન બંધ થશે ત્યારે મિલો બંધ થશે. ત્યારે ગાંધીજીને યાદ કરશો કે એ તો વીસ વરસથી કહે છે કે રેંટિયો કાંતો.
આપણા પૂર્વજોએ ઘરમાં બેઠાં કાંતવાનું શોધ્યું યંત્રમાંથી તો આ રાક્ષસી વિદ્યા પેદા થઈ. ગામ પોતે સ્વાશ્રયી બને અને સલામતી માટે પણ બીજાના તરફ જોવું ન પડે એનું નામ સ્વરાજ્ય રચનાત્મક કાર્યક્રમનું કેન્દ્ર રેંટિયો છે. એવી સ્થિતિ ન આવવી જોઈએ કે આટલો બધો કપાસ પાકે ને કાપડની બૂમ પડે. ડહાપણની વાત તો એ છે કે દરેક ગામ પોતાના પૂરતો કપાસ સંઘરે.
ચોખ્ખા દૂધની જેમ દરિઝનમાંથી તમને ચોખ્ખી વાતો મળશે. એકલી ખાદીની વાત નથી પણ ખાદીની આસપાસ સ્વરાજ ની રચના છે. ગામનો કુસંપ મટાડવાનો છે, કજિયો સમાવવાના છે, ગામની આસપાસ રક્ષણનો બંદોબસ્ત કરવાનો છે.
ન ૩૩ ]
[ ૩૬ ]