________________
| હિન્દનું અપમાન | બહાર તો વડોદરા રાજ્ય એક સારું રાજ્ય કહેવાય છે અને કહેવાય છે કે પ્રજા સંતોષી છે. જો તેઓ એમ જાણે કે પ્રજાના અસંતોષની વાત સાચી છે તો એમ જ પૂછે કે લોકો જાગતા કેમ નથી ? તેઓ એમ જ સમજે કે વડોદરાની પ્રજા કાયર છે. તમે એ વાત પણ યાદ રાખજો કે તમારી કાયરતાનો બોજો બીજા પડોશીઓ ઉપર પણ પડે છે અને તેની અસર બીજાઓ ઉપર પણ થાય છે. તે માટે તમારે મજબૂત બનવું જોઈએ અને એમ થાય તો પડોશીઓનું કામ સરળ બની જાય. એ સમજી લેવું જોઈએ કે હવે કાયરતા નહીં ચાલે.
તમારામાં લડવું પડે તો તે માટેની દૃઢતા હોવી જોઈએ. તમારામાં શક્તિ ન હોય તો યાદ રાખજો કે હું અપમાનની બરદાસ્ત કરી લેવા તૈયાર નથી. હું તમારો છું; છતાં કોંગ્રેસનો પણ એક અદનો સિપાઈ છે. કોંગ્રેસમાં મારું જે સ્થાન છે તે હું ભૂલી શકતો નથી અને તેથી મારું અપમાન એટલે હિન્દનું અપમાન છે.
| ૨૨ |
ન ખુશામત છે રાજદ્રોહ } જો રાજ્ય ન માને તો લડવું પણ પડે. અને ઝટપટ સીધી રીતે પાટો ચડી જાય એમ હું માનતો પણ નથી. તે માટે રાજ્યને ચીત ખવડાવવી જોઈએ. આ દુનિયામાં ઊંધા નાખ્યા વિના કોઈ માનતું નથી. જેની પાસે સત્તા છે તે વીનવ્યાથી કોઈએ છોડી નથી. એ તો કાન પકડીને ખેંચી લેવી જોઈએ; કારણ કે એ આપણી મિલકત છે. તમે ખુશામત છોડી દેજો. તેના જેવો ઝેરી રોગ નથી. ખુશામત એ રાજદ્રોહ છે.
રાજ્યની પ્રજાને જો કોઈ દુઃખી કરનાર હોય | તો તે ખુશામતિયાઓ છે. રાજા વરસમાં દશ મહિના પરદેશમાં રહેતો હોય તો ત્યાં તેને બિચારાને ખરી ખબર ક્યાંથી પડે ? આ રાજ્યમાં જે અમલદારો છે તે પણ બહારના છે; એટલે તેમને ખરી વાત કહે પણ કોણ ? કહે છે કે શ્રીમંતની તબિયત સારી નથી રહેતી અને આ દેશમાં અનુકૂળ હવા નથી મળતી. દુનિયામાં એવો કોઈ દેશ નથી જોયો કે જેનો રાજા પંદર-વીસ વર્ષ પરદેશમાં પડ્યો રહે અને પ્રજા તેની બરદાસ્ત કરે.