Book Title: Sardarni Vani Part 03
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 10
________________ | સંયમ એ હથિયાર આપણે આપણું હથિયાર વિચારી લેવું છે, વિચારી લીધું છે. ગાળો એ આપણું હથિયાર નથી. સંયમ સેવનારાઓ જ પ્રજાને જીત અપાવી શકે છે, તિરસ્કાર કરનારાઓ નહીં અપાવી શકે. આપણી આ પવિત્ર લડતમાં જે જે પડ્યા છે તેમાં જો હિંસા, વેરઝેર કે કાંઈ એવું જાગશે તો તે આપણું દુશ્મન થશે અને આપણી નામોશી કરશે. તમારા કારભારી ઉપર કે તમને લાઠી મારનાર પોલીસ ઉપર પણ વેર નહીં રાખશો. એમનો તો ઊલટો તમારે આભાર માનવો જોઈએ કે એમણે જ તમને વહેલા જાગ્રત કર્યા. નહીં તો તમે ક્યારે જાગવાના હતા ? રાજ્ય પ્રજા પર લાઠીમાર ચલાવીને પોતાના હાથે દુ:ખને નોતર્યું છે. પણ આપણી આ લડત તો એવી છે કે, એમાં બીજા કોઈને દુઃખી કર્યા સિવાય આપણે જેટલું વધારે દુઃખ વેઠીએ તેટલી આપણી સિદ્ધિ વહેલી છે. એટલે તમે કોઈ ઉપર વેર નહીં રાખજો, કોઈ ઉપર રોષ ન કરશો. એના દિલમાંય પરિવર્તન જાગશે અને એ કોઈક દિવસ સુધરશે. - ૧૮ - વાદનો વિવાદ નહીં ! દુનિયા આખીમાં જવાબદાર રાજતંત્રો છે અને અહીં આપણી દશા કેવી છે ? દેશી રાજ્યો તો પ્રજાશરીર ઉપર ગડગૂમડની માફક પશુપાચ વહ્યા કરે તેવાં બની રહ્યાં છે. તમે કાઠિયાવાડના માથાના મુગટ કહેવાઓ છો. પણ માથાના મુગટ-પાઘડીમાંથી દુર્ગંધ મારતી હોય તો તે ફેંકી દો. એવી ગંધાતી પાઘડી કરતાં ઉઘાડું માથું શું ખોટું ? આપણે આપણા હકનું રક્ષણ કરવા તૈયાર થવું જોઈએ. અને ઉદ્દામવાદ અને મધ્યમવાદ એ વળી બધું શું ? દેશી રાજ્યોમાં તો એક જ વાદ હોય – રાજ આપણા હાથમાં આવે. ત્યાર પછી વાદની વાતો કરીશું. અત્યારે તો એ વાદની વાતો બંને વાદની ઘાતક છે. સત્તા આવશે ત્યારે એનું વિચારીશું. રાજ્યખર્ચની બાબતમાં સાધનના પ્રમાણમાં ખર્ચ કરીશું. પ્રજાના પ્રતિનિધિઓ બજેટ કરે અને | વહીવટ પણ આપણે પોતે જ કરવાના છીએ. એટલે સાથે મળીને જ કામ કરવું જોઈએ. પક્ષની જમાવટનો અત્યારે અવકાશ નથી. ન ૧૯ ]

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41