________________
ન એતિહાસિક ક્ષણ - આપણે એક જ વસ્તુ કરવાની છે અને તે એ કે કોઈની હિંસા ન કરવી, કોઈને કષ્ટ થાય તેવું ન કરવું પણ સ્વમાનના રક્ષણ ખાતર બધું કષ્ટ સહન કરવું. આજે જિંદગીની તો કાંઈ કિંમત નથી. વિમાનમાં ગોળા ભરીને ઘણાયે વિમાનીઓ જિંદગીને ખિસ્સામાં લઈને જાય છે. હજારો જિંદગીને પોતાના હાથમાં લઈને ફરે છે. આપણે પણ – જ્યારે આપણે ગુલામ છીએ અને આપણી હસ્તી ઉપર હુમલો થાય ત્યારે – શો જવાબ આપવો ?
આ સમયે તમે કોઈ એવી આશા ન રાખતા કે કૉંગ્રેસ પાછળથી આખો વખત દોરવણી આપે. દરેકની પોતાની એ ફરજ છે કે તેણે લડાઈના ખુલ્લા મેદાનમાં આવી જવું જોઈએ. મને તો ચોખ્ખાં ચિહ્ન જણાય છે કે લડાઈ લાદવામાં આવી રહી છે. હવે ફરી આપણે મળીએ કે ન પણ મળીએ. પણ હિન્દના આધુનિક ઇતિહાસના ઘડતરની જવાબદારી આપણે અદા કરવાની છે.
- ૨૪
થામણાની ગ્રામશાળા ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારથી કહે છે કે અત્યારનું શિક્ષણ એ કુશિક્ષણ છે. એ આપણા હાથપગ ભાંગી નાખે છે. મન નબળું પાડી નાખે છે. પરદેશી શિક્ષણ સરકારે એટલા ખાતર દાખલ કરેલું કે કારકુનો પેદા થાય, નોકરી કરી અને એનું રાજ્ય ચલાવી આપે. એથી ન આપણું શિક્ષણ રહ્યું, ન એનું પૂરું આવ્યું.
ગાંધીજીએ સ્વરાજ્યની લડત પહેલી ઉપાડી ત્યારે પહેલો પોકાર એ ઉઠાવ્યો કે આ શાળાઓ એ ગુલામખાનાં છે. શાળાઓ ને કૉલેજો તેમણે ખાલી કરાવી.
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. એ વિદ્યાર્થીઓમાં અનેક રત્નો હતાં, એમાંના એક બબલભાઈ છે. એમણે તમારા ગામમાં (થામણીમાં) પોતાનું વિત્ત રેડવા માંડ્યું. આવી સુંદર જગા અને આટલી સગવડ કોઈ પ્રાથમિક શાળાને નથી .
ન ૨પ |