________________
દુ:ખથી ગભરાય એ બીજા! તમે તમારે ઉપાય તો બતાવો. અજમાવી જોવામાં શું ખાટુંમોળું થવાનું છે?' પેલા ભાઈએ કહ્યું :
ગામમાં વાળંદ રહે છે. તે નર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં હોશિયાર છે. તેને બોલાવી જુઓ.’
સરદારશ્રીએ તરત જ વાળંદને બોલાવ્યો. * વાળંદે કાખબિલાડી તપાસી જોઈ. તેણે કહ્યું :
આને ફોડવી પડશે. એ માટે સળિયો તપાવીને એને લગાડવો પડશે. પછી અંદરનું બધું પરુ કાઢી નાખવું પડશે.' તમે કહેતા હો તો કરું.” સરદારે કહ્યું: “ભલે, ભલે, કરો ઉપાય.’ .
એટલે વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કર્યો અને કાખબિલાડીને લગાડ્યો. કાખબિલાડી ફૂટી ખરી પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી!
આ જોઈને સરદાર બોલી ઊઠ્યા : ‘અલ્યા, આમ જોયા શું કરે છે? લાવ, તારાથી ન થતું હોય, તો હું કરું.’
એમ કહી સરદારશ્રીએ વાળંદના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો. પછી પોતે જ એ સળિયાને અંદર ખોસી દીધો અને કાખબિલાડીની અંદર ચારે બાજુ ફેરવીને બધું પરુ કાઢી નાખ્યું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org