Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 36
________________ માજી કહે : જુઓને, બધાનું સારું થયું. અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીયે છૂટ્યા. હવે ઘરમાંયે... માજીનું વાકય પૂરું થાય તે પહેલાં દીકરાએ તે વાચ ઉપાડી લીધું : ‘ઘરમાંયે સારું કરો. એટલે. . . બહેનને સારુ હવે તપાસ કરો, કેમ ?’ માજી કહે : ‘હાસ્તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.' દીકરો કહે : ‘ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.’ ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ ડોશીમા જોઈ શકયાં. એટલે તરત જ બોલ્યાં : ‘તે તો થશેસ્તો. પણ આપણે કાંઈ દલાલ થયા વિના ચાલે એમ છે ?' દીકરા ચૂપ રહ્યા. આ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી : ‘પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા (અબ્બાસ સાહેબ તૈયબજી) આવતા હતા તે નથી આવ્યા ?' દીકરાએ કહ્યું : ‘ના, ઘેર રહ્યા છે.’ સરદારે ભાગ્યમાં લખેલું હશે એમ થશે, એવું બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચડ્યું હતું. તેઓ ડોશીમાના સવાલના જવાબ યાંત્રિક રીતે આવ્યે જતા હતા. મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર કરી રહ્યા હતા. Jain Education International ૩૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66