Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 51
________________ આવવું જોઈશે. એ ટ્રેન ૧૦.૫૭ વાગ્યે નાશિક પહોંચે છે. તે વખતે સ્ટેશન ઉપર એક પોલીસ અમલદાર હાજર હશે. ટ્રેનમાંથી ઊતરીને તમારે એને હવાલે થઈ જવું જોઈશે.' સરદારશ્રીએ એના જવાબમાં જણાવ્યું : આવી કોઈ શરતે હું બહાર જવા ઇચ્છતો નથી. તમારે મને છોડવો હોય તો બિનશરતે છોડો, અને જ્યારે ફરી પકડવો હોય ત્યારે હું જ્યાં હોઉં ત્યાંથી મને પકડી શકો છો. પણ હું મારી મેળે પોલીસને હવાલે થવા જવાનો નથી. આ પ્રસંગે બહાર મારી ઘણી જરૂર છે એ હું જાણું છું, પણ આબરૂ અથવા સ્વમાનને ભોગે મારે બહાર, જવાનું નથી.' અને સરદારશ્રી પોતાના વહાલા વડીલ ભાઈની અંતિમ ક્રિયા વેળાએ હાજર ન રહ્યા! . ૨૫ સરદારનું નિ:સ્વાર્થ વલણ સરદારશ્રીના મોટાભાઈ વિઠ્ઠલભાઈ યુરોપમાં આવેલા સ્વિટ્ઝર્લેન્ડ દેશના વિયેના નામના મોટા શહેરમાં ઉપચાર માટે ગયા હતા. ત્યાં તેમનું તા. ૨૨-૧૦-'૩૩ને રોજ અવસાન થયું! વલ્લભભાઈની માફક વિઠ્ઠલભાઈ પણ આપણા દેશના મહાન દેશભક્ત હતા. * ૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66