Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 57
________________ તા. ૨૩મી જુલાઈ ને શનિવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો તે તા. ર૯મી ને શુક્રવારે બંધ થયો. રવિવારે સૌને લાગ્યું કે આ વખતની હેલી જબરી છે, પરંતુ થોડા વખતમાં રહી જશે. પણ તે દિવસે સાંજથી વરસાદની સાથે જબરો પવન ફૂંકાવા લાગ્યો. વાયુ અને વરુણનું પ્રચંડ તાંડવ મંડાયું, ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે, આ કાંઈ સાધારણ ઉત્પાત નથી! સરદાર અમદાવાદમાં જ હતા. તેમના શિરે બેવડી જવાબદારી હતી. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને ગુજરાત પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. રવિવાર રાતથી સરદાર ચિંતા કરવા લાગ્યા કે, લોકો ઉપર ભારે આફત ઊતરી જણાય છે! તેમને ઊંઘ ન આવી. અને શહેરના જુદા જુદા લત્તાની કેવી હાલત છે તે જોવાના ખ્યાલથી મધરાતે બાર વાગ્યે ધોધમાર વરસાદ અને વાવાઝોડામાં તેઓ બહાર નીકળી પડ્યા. આવા ભારે તોફાનમાં ગુજરાત-કાઠિયાવાડની શી દશા થઈ હશે તેની ચિંતા સરદાર બધો વખત કર્યા જ કરતા હતા. એ દિવસોમાં ગાંધીજી માંદગીને કારાગે બેંગલોર હતા. ગુજરાતમાંથી કેટલાક લોકોએ ગાંધીજીને તાર કરેલા કે, ગુજરાતના આ સંકટની વેળાએ આપે ગુજરાતમાં આવવું જોઈએ. આપના માર્ગદર્શનની અમને ખૂબ જરૂર છે.' - ૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66