Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 59
________________ ભલામણ હું કરું, તો એમાં તમને કશો વાંધો છે ખરો?' સરદારશ્રી એમનો આભાર માનતા, ખડખડાટ હસીને બોલ્યા : “મારા સાથીઓ તો તમારા માનચાંદથી બાર ગાઉ દૂર ભાગે એવા છે. સેવાનાં કાર્યોમાં જ એમને આનંદ છે. એમને કીર્તિ કે જાહેરાત પણ નથી જોઈતી.” સરદારનું એક પ્રશસ્ય સેવાકાર્ય ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં સને ૧૯૩૨માં પ્લેગથી પાંચ માણસો મરણ પામ્યાં. પછી તો દર વરસે એમાં વધારો થતો ગયો. ૧૯૩૨માં એક જ ગામમાં પ્લેગ હતો. ૧૯૩૩માં ૧૦ ગામમાં અને ૧૯૩૪માં ૧૪ ગામમાં પ્લેગ થયો. ૧૯૩૫ની સાલમાં તો ૨૭-૨૮ જેટલાં ગામો પ્લેગના ભોગ બન્યાં! બોરસદ તાલુકામાં ૨૮ ગામોમાં થઈને કુલ ૫૮૯ માણસો પ્લેગથી મર્યાની હકીકત આવી. ઘણા લોકોએ સરકારનું આ તરફ ધ્યાન ઘણી વાર ખેંચ્યું હતું. પરંતુ સરકારી જાહેર આરોગ્ય ખાતાએ આ બાબતમાં કાંઈ પગલું ભર્યું ન હતું! છેવટે ખેડા જિલ્લાના કેટલાક કાર્યકર્તાઓ સરદાર પાસે ૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66