Book Title: Sardar Shreena Prerak Prasango Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan MandirPage 55
________________ ૧૯૩૮માં હરિપુરાની કોંગ્રેસના પ્રમુખ સુભાષબાબુ હતા. તે વખતે ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદે સુભાષબાબુને સમજાવવાનો બહું પ્રયત્ન કર્યો, પણ સુભાષબાબુએ માન્યું નહીં! એટલે વસિયતનામાના વહીવટકર્તા ગોરધનભાઈ પટેલને સરદારે સલાહ આપી કે, તમારે હવે વસિયતનામાની કલમના અર્થ વિશે કોર્ટનો ફેંસલો મેળવ્યા સિવાય છૂટકો નથી. મુંબઈ હાઈકોર્ટમાં ગોરધનભાઈની અરજીની સુનાવણી થઈ. લોકોમાં આ વિશે એટલો રસ ઉત્પન્ન થયો હતો કે, કોર્ટનો ઓરડો ઠઠ ભરાઈ ગયો. બંને તરફના ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળીને કોર્ટે ઠરાવ્યું કે, ‘વસિયતનામાના શબ્દો જોતાં સુભાષબાબુને નાણાં ઉપર કુલમુખત્યાર મળતો નથી. તેઓ પોતાની મરજીમાં આવે તેમ એનો ઉપયોગ કરી શકે નહીં. પણ તેમાં જે કામ જણાવ્યું છે તે માટે જ તેનો ઉપયોગ કરી શકે. ‘પરંતુ નાણાંના ઉપયોગનો મુદ્દો અહીં ઊભો થતો જ નથી. કારણ કે વસિયતનામામાં નાણાંનો ઉપયોગ એવા અચોક્કસ કામ માટે કરવાનું લખેલું છે કે એ શરત કોર્ટ માન્ય રાખી શકતી નથી. એટલે વસિયતનામાનો આ ભાગ કોર્ટ રદબાતલ ગણે છે અને વિઠ્ઠલભાઈના વારસોને આ નાણાંના હકદાર ઠરાવે છે.' ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66