________________
વિઠ્ઠલભાઈએ મરતાં અગાઉ વિયેનામાં પોતાનું વસિયતનામું કરેલું.
એ વિસયતનામામાં એવું લખાણ કર્યું હતું કે, પોતાનાં સગાંસંબંધીઓમાંથી પોતાની સેવાચાકરી કરનારને અમુક રકમો બક્ષિસ તરીકે આપી દીધા પછી બાકીની બધી રકમ દેશની રાષ્ટ્રીય ઉન્નતિ માટે, ખાસ કરીને પરદેશમાં પ્રચારકાર્ય કરવા માટે શ્રી સુભાષચંદ્ર બોઝને સોંપવી.
સુભાષચંદ્ર બોઝ પણ આપણા દેશના એક જાણીતા નેતા થઈ ગયા છે.
એ વસિયતનામાની એ કલમના શબ્દો નીચે પ્રમાણે
હતા :
‘ઉપર જણાવેલ ચાર બક્ષિસો આપી દીધા પછી મારી મિલકતમાંથી જે કાંઈ રકમ બાકી રહે તે શ્રી સુભાષચંદ્ર બોઝ (જાનકીનાથ બોઝના દીકરા) ઠેકાણું ૧, વુડબર્ન પાર્ક, કલકત્તા, તેમને સોપી દેવી.
‘મજકૂર શ્રી .સુભાષચંદ્ર બોઝે એ રકમ જાતે, અથવા પોતે એક અથવા વધારે માણસોને નીમે તેમણે, એમની સૂચના મુજબ, હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે અને વધારે સારું તો બીજા દેશોમાં હિંદુસ્તાનનાં કાર્યોના પ્રચાર કરવા માટે ખર્ચવાની છે.’
આ વસિયતનામાનો અમલ કરવા માટે ડૉ. પી. ટી. પટેલ તથા શ્રી ગોરધનભાઈ ઈ. પટેલને વહીવટકર્તા નીમ્યા હતા. થોડા વખતમાં ડૉ. પી. ટી. પટેલ ગુજરી ગયા,
Jain Education International
૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org